બોલિવૂડમાં સૌથી વધુ હિટ ફિલ્મો આપવાનો રેકોર્ડ આ સ્ટારના નામે છે
બોલિવૂડમાં સૌથી વધુ સુપરહિટ ફિલ્મ આપવાનો રેકોર્ડ ધર્મેન્દ્રના નામે છે. તેને તેના કરિયરમાં 93 જેટલી સુપરહિટ ફિલ્મો આપી છે.
શાહરૂખ ખાનની ફિલ્મ પઠાણ બોક્સ ઓફિસ પર ધમાલ કરી રહી છે અને 300 કરોડથી વધુ કમાણી કરી લીધી છે. વિવાદો વચ્ચે શાહરૂખની આ ફિલ્મ બ્લોક બસ્ટર સાબિત થઈ છે. જો કે તેમ છત્તા પણ બોલિવૂડમાં સૌથી હિટ ફિલ્મો આપવામાં શાહરૂખ ખાન હજુ પાછળ છે. આજે આપણે બોલિવૂડમાં સૌથી હિટ ફિલ્મ આપનારા અભિનેતાઓની વાત કરવાના છીએ.

ધર્મેન્દ્ર
બોલિવૂડને સૌથી વધુ સફળ ફિલ્મ આપવાનો રેકોર્ડ ધર્મેન્દ્રના નામે છે. શોલે જેવી શાનદાર ફિલ્મો આપનાર ધર્મેન્દ્રએ તેના ફિલ્મી કરિયરમમાં 301 જેટલી ફિલ્મો કરી છે. આ ફિલ્મોમાંથી 93 ફિલ્મો સુપરહિટ રહી છે.

જિતેન્દ્ર
આ યાદીમાં બીજુ નામ એક જમાનાનાં સુપર સ્ટાર જિતેન્દ્રનું છે. જિતેન્દ્રએ તેના ફિલ્મી કરિયરમાં 209 ફિલ્મો કરી છે અને આ ફિલ્મોમાંથી 69 ફિલ્મો સુપર હિટ સાબિત થઈ છે. જિતેન્દ્રનું બોલિવૂડમાં એક અલગ સ્થાન છે.

અમિતાભ બચ્ચન
બોલિવૂડના બાદશાહ અમિતાભ બચ્ચન હિટ ફિલ્મો આપવા મામલે ત્રીજા નંબરે છે. તેને તેના ફિલ્મી કરિયરમાં એક્ટર તરીકે 154 ફિલ્મો કરી છે. આ ફિલ્મોમાંથી 63 ફિલ્મો સુપર હિટ સાબિત થઈ છે.

શાહરૂખ ખાન
હાલ પઠાણથી ધમાલ મચાવી રહેલો શાહરૂ ખાન આ યાદીમાં ચૌથી નંબરે છે. તેને તેના પુરા કરિયરમાં 106 ફિલ્મો કરી છે. આ ફિલ્મોમાંથી તેની 61 ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાલી છે.

મિથુન ચક્રવર્તી
એક જમાનાના મોસ્ટ પોપ્યુલર એક્શન હિરો મિથુન ચક્રવર્તીએ પણ ઘણી સફળ ફિલ્મો આપી છે. મિથુને તેના પુરા ફિલ્મી કરિયરમાં 268 ફિલ્મોમાં કામ કર્યુ છે. આ ફિલ્મોમાંથી 58 ફિલ્મો સુપર હિટ સાબિત થઈ છે.

રાજેશ ખન્ના
બોલિવૂડના પહેલા સુપર સ્ટાર રાજેશ ખન્નાનું નામ આ યાદીમાં ઘણુ પાછળ છે. તેમને તેમના પુરા ફિલ્મી કરિયરમાં કુલ 126 ફિલ્મો કરી છે અને આમાંથી 57 ફિલ્મો સુપર હિટ સાબિત થઈ છે.

અક્ષય કુમાર
બોલિવૂડમાં હાલ એક પછી એક ફિલ્મોમાં નજર આવી રહેલા અક્ષય કુમારે તેના ફિલ્મી કરિયરમાં 130થી વધારે ફિલ્મોમાં કામ કર્યુ છે. આ ફિલ્મોમાથી 43 ફિલ્મોએ બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી છે.

સલમાન ખાન
બોલિવૂડના ભાઈજાન સલમાન ખાનની છેલ્લી ઘણી ફિલ્મો બોલિવૂડમાં સુપરહિટ સાબિત થઈ છે. સલમાન ખાને તેના પુરા કરિયરમાં 80 જેટલી ફિલ્મો કરી છે અને હજુ પણ કામ કરી રહ્યો છે. આ ફિલ્મોમાંથી સલમાન ખાનની 40થી વધુ ફિલ્મો સુપરહિટ સાબિત થઈ છે.

ઋષિ કપૂર
બોલિવૂડના રોમેન્ટિક હિરો ઋષિ કપૂરની એક જમાનામાં જોરદાર લોકપ્રિયતા હતી. તેમને તેમના કરિયરમાં કુલ 127 ફિલ્મો કરી છે. આ ફિલ્મોમાંથી 3 ફિલ્મો સુપર હિટ રહી છે. તેમની ફિલ્મો જોરદાર પસંદ કરાતી હતી.

વિનોદ ખન્ના
પોતાના ડાયગોલ માટે જાણીતા વિનોદ ખન્નાએ પોતાના ફિલ્મી કરિયરમાં કુલ 131 ફિલ્મો કરી છે. આ ફિલ્મોમાંથી તેમની 44 ફિલ્મો સુપરહિટ સાબિત થઈ છે. તેમનો અંદાજ ફેન્સને ખુબ જ પસંદ આવતો હતો.

દિલીપ કુમાર
સુપર સ્ટાર દિલીપ કુમાર સુપર હિટ ફિલ્મો આપવામાં 10માં નંબરે છે. તેમના તેમના પુરા ફિલ્મી કરિયરમાં 57 ફિલ્મો કરી છે અને આટલી ઓછી ફિલ્મોમાંથી 34 ફિલ્મો સુપરહિટ સાબિત થઈ છે.












Click it and Unblock the Notifications
