ટાઈગર શ્રોફે તેની નવી ગર્લફ્રેન્ડ દિશા ધાનુકાને લઈને ચુપ્પી તોડી, જાણો શું કહ્યું?
આ દિવસોમાં ટાઈગર શ્રોફની લવ સ્ટોરીની ખુબ ચર્ચા છે. ક્યારેક દિશા પટણીને ડેટ કર્યા બાદ બન્ને વચ્ચે બ્રેકઅપના સમાચારો આવ્યા હતા. હવે ચર્ચા છે કે ટાઈગર તેની નવી ગર્લફ્રેન્ડ દિશા ધાનુકાને ડેટ કરી રહ્યો છે. આ મુદ્દે આખરે ટાઈગર શ્રોફે ચુપ્પી તોડી છે.
અહેવાલો અનુસાર, દિશા ધાનુકા પ્રોડક્શન હાઉસમાં કામ કરે છે અને ટાઇગરને સારી સ્ક્રિપ્ટ શોધવામાં મદદ કરે છે. લોકો કરી રહ્યા છે કે દિશા પટણી સાથેના બ્રેકઅપ બાદ ટાઇગર તેને ડેટ કરી રહ્યો છે અને આ લોકો માટે ખૂબ જ ચોંકાવનારી વાત છે.

દિશા ધાનુકા હાલમાં જ એક વિદેશી સાથે પણ જોવા મળી હતી. જો કે ટાઈગર શ્રોફે એ વાતનો ઈન્કાર કર્યો છે કે તે દિશા ધાનુકાને ડેટ કરી રહ્યો છે. તેને જણાવ્યુ કે, તે દિશાને ડેટ નથી કરી રહ્યો.
ટાઈગર શ્રોફે કહ્યું કે, થોડા મહિના પહેલા મેં વિચાર્યું કે હુ કોઈ બીજી રિલેશનશીપમાં છું. જો કે નહીં, હું છેલ્લા બે વર્ષથી સિંગલ છું. એ વાત ચોક્કસ છે કે ટાઈગર શ્રોફ દિશા વિશે વાત કરવા માંગતો નથી. દિશા અને ટાઈગર છેલ્લા દોઢ વર્ષથી સાથે હોવાના અહેવાલ છે.
અહેવાલો અનુસાર, દિશા ઘણીવાર તેને સ્ક્રિપ્ટ સજેશન આપે છે. હવે ટાઈગર શ્રોફ સાથેના તેના સંબંધો માત્ર પ્રોફેશનલ છે કે અંગત તેના વિશે સત્તાવાર માહિતી નથી. બોલિવૂડમાં ચર્ચા છે કે બન્ને માત્ર પ્રોફેશનલ નહીં પરંતું અંગત સંબંધ ધરાવે છે અને ડેટ કરી રહ્યા છે.
બીજી તરફ ટાઈગર શ્રોફની એક્સ ગર્લફ્રેન્ડ દિશા પટણીએ પણ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. ટાઈગર શ્રોફ હાલમાં તેની ફિલ્મોને લઈને સમાચારો છે. તેની ફિલ્મ ગણપતની તેના ફેન્સ રાહ જોઈ રહ્યા છે.












Click it and Unblock the Notifications
