ફેન્સના 10 સવાલોનો બજરંગી ભાઇજાને કંઇક આ જવાબ આપ્યો

સલમાન ખાને આજે તેના ફેન્સને સૌથી મોટી ગીફ્ટ આપી. તેણે ફિલ્મ બજરંગી ભાઇજાનના પ્રમોશન માટે એક કલાક સુધી #LiveChatWithSalmanOnFB અને ટ્વિટર ટ્રેન્ડ દ્વારા વાત કરી. અને સાથે જ સલમાન ખાનના કરોડો શુભેચ્છકો ચિત્રવિચિત્ર સવાલનો જવાબ આપ્યા.

ત્યારે સલમાનને આવી રીતે લાઇવ જોવો તેને સવાલો પૂછવા તે એક બાજુ જ્યાં તેના ફેન્સ માટે ડ્રીમ કમ ટ્રૂ સમાન જ હતું ત્યાં જ બીજી બાજુ સલમાન ખાને પણ તેના આ પ્રમોશનલ ઇવેન્ટને ખૂબ જ એન્જોય કરી અને ફેન્સના સવાલોના જવાબ પણ આપ્યા.

ત્યારે શું હતા સલમાન ખાનના ફેન્સના સવાલો અને શું હતા સલમાનના જવાબો તે જાણો આ ફોટોસ્લાઇડરમાં. આ સ્લાઇડરમાં અમે સલમાનને પૂછલા ટોપ 10 સવાલો લીધા છે. જેમાં તેના લગ્નથી લઇને તે કેટલા વર્ષ જીવવા માંગે છે તેવા તમામ રોચક અને રસપ્રદ સવાલોને આવરવામાં આવ્યા છે. તો જાણો આ સવાલ જવાબ આ ફોટોસ્લાઇડરમાં...

બજરંગી ભાઇજાન અને પ્રેમ રતન ઘન પાયો ફિલ્મ દરમિયાન તમને શું ચેલેન્જ આવી?

બજરંગી ભાઇજાન અને પ્રેમ રતન ઘન પાયો ફિલ્મ દરમિયાન તમને શું ચેલેન્જ આવી?

સલમાન- બન્ને ફિલ્મો વખતે મારી મોટી ચેલેન્જ તે હતી કે હું મારા કેરેક્ટરમાં રહું. બન્ને કેરેક્ટરમાં સમાનતાઓ છે પણ તેમ છતાં તે અલગ છે. તમે જ્યારે કોઇ ફિલ્મ કરો છો તો તે કેરેક્ટર પોતાનું થઇ જાય છે. બજરંગી ભાઇજાનનું કેરેક્ટર પવન ખૂબ જ માસૂમ છે ત્યારે તે કેરેક્ટરમાં લાંબા સમય સુધી રહેવું મારા માટે મુશ્કેલ હતું.

તમે કેટલા વર્ષ જીવવા માંગો છો?

તમે કેટલા વર્ષ જીવવા માંગો છો?

સલમાન- (હસતા) હું ત્યાં સુધી જીવવા માંગું છું જ્યાં સુધી હું કોઇના પર બોઝ ના બનું. તમે કોઇના પર બોઝ બની જાવ તો તેવા જીવનનો કોઇ ફાયદો નથી. હું નથી ઇચ્છતો કે લોકો વિચારે કે હવે આ ક્યારે મરશે!

તમે તમારી પેન્ટીંગ લોકોને બતાવશો?

તમે તમારી પેન્ટીંગ લોકોને બતાવશો?

સલમાન- હા જરૂર..મેં પોતાની પેન્ટીંગનું એક્ઝિબ્યૂશન દુબઇમાં લગાવ્યું હતું. અને જો સમય મળશે તો અહીં પણ જરૂરથી લગાવીશ. મને જ્યારે પણ ફિલ્મોથી કે બહારના કામથી નવરાશ મળે છે. હું પેન્ટિંગ બનાવું છું.

તમને કંઇ વાતથી ખુશી મળે છે?

તમને કંઇ વાતથી ખુશી મળે છે?

સલમાન- ધણીબધી વાતોથી હું ખુશ થાવ છું. જો કોઇ મારા કામના વખાણ કરે, હું કોઇના વખાણ કરું, બાળકો સાથે, સારી ફિલ્મ જોઇને, સારી ફિલ્મોમાં કામ કરીને, ફેમિલી સાથે...આ તમામ વસ્તુઓ મને ખુશ કરે છે.

તમને શું ગમે છે?

તમને શું ગમે છે?

સલમાન- મને ફેમિલી સાથે સમય પસાર કરવો, કામ કરવું, ફેન્સને મળવું, પોતાના પેટ ડોગ જોડે રહેવું, સારા લોકોને મળવું, ભાઇ બહેન સાથે સમય પસાર કરવો,સારી ફિલ્મો કરવી, ફરવું, પેન્ટિંગ કરવું ગમે છે.

જૂની કો-સ્ટાર્સ (હિરોઇન)માં કોની સાથે કામ કરવા ઇચ્છશો?

જૂની કો-સ્ટાર્સ (હિરોઇન)માં કોની સાથે કામ કરવા ઇચ્છશો?

સલમાન- કરિશ્મા કપૂર, માધુરી દિક્ષિત, શ્રીદેવી, શિલ્પા શેટ્ટી, પ્રિટિ ઝિંટા...આ તમામ લોકો જોડે કામ કરવું મને ગમશે. મને મારા તમામ કો-સ્ટાર્સથી પ્રેમ છે.

શું તમે તમારા કોઇ ફેનને ડેટ કરશો?

શું તમે તમારા કોઇ ફેનને ડેટ કરશો?

સલમાન- ના....હું કોઇ ફેનને ડેટ નહીં કરું. કારણ કે તેમની નજરમાં હું સ્ટાર છું. હું રિયલ લાઇફમાં તેવો નથી, જેવો હું રૂપેરી પડદે છું. માટે આ મારા માટે ખુબ જ મુશ્કેલ છે.

શાહરૂખની રઇસનું પ્રમોશન કરશો?

શાહરૂખની રઇસનું પ્રમોશન કરશો?

સલમાન- હાં, જરૂરથી ખાલી પોસ્ટર જ પ્રમોટ નહીં કરું. પણ જો તમાથી પણ જો વધારે થશે તો તે પણ કરીશ. ખાલી રઇસ જ કેમ, હું આમિર ખાનની ફિલ્મ દંગલને પણ પ્રમોટ કરીશ. અમારે બધાએ આ કામ કરવું જોઇએ.

શાહરૂખ અને અમિર ખાનને ઇદી પર શું આપશો?

શાહરૂખ અને અમિર ખાનને ઇદી પર શું આપશો?

સલમાન- હું શાહરૂખ અને આમીરને જઇને ત્રણ ત્રણ વાર ગળે મળીશ.

ફેન્સ માટે કોઇ મેસેજ?

ફેન્સ માટે કોઇ મેસેજ?

સલમાન- ફેન્સને હું એટલું જ કહીશ... મને ખાલી તેમનો પ્રેમ આપે. કેટલાક ફેન્સ ખૂબ જ ક્રેઝી હોય છે. તેવું ના કરો. અને ફેન્સ અને સ્ટાર વચ્ચેની ઊંચાઇને ઓછી કરો

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X