જાણો: કોણ છે ભારતના સૌથી ધનવાન સેલેબ્રિટી, અમિતાભ, સચિન કે સલમાન?
આપણા બોલીવૂડ સેલેબ્રિટી અને ક્રિકેટરો દર વર્ષે કરોડો અને અબજો રૂપિયાની કમાણી કરતા હોય છે. અને દર વર્ષેને તેમની કમાણીમાં કૂદકે ને ભૂસકે વધારો જ થાય છે. ત્યારે આ વર્ષે કોણ બન્યું છે ભારતનુ સૌથી ધનાઢ્ય સેલેબ્રિટી તે વિષે આજે અમે તમને આ આર્ટીકલમાં જણાવાના છીએ.
સાથે જ જાણો કે આ વર્ષે સચિન તેડુંલકર, એ.આર રહેમાન, અમિતાભ બચ્ચન, સલમાન ખાન અને મહેન્દ્ર સિંહ ધોની જેવા સેલેબ્રિટી અને દિપીકા પાદુકોણ, પ્રિયંકા ચોપરા જેવી જાણીતી બોલીવૂડ હિરોઇનોએ કેટલા કરોડો રૂપિયાની કમાણી કરી. તો વાંચો આ રસપ્રદ આર્ટીકલ...

સલમાન ખાન- 244 કરોડ
ગત વર્ષે સલમાન ખાન માટે સુપર ડૂપર હિટ રહ્યું. કિક, જય હોની સફળતા અને રિયાલીટી શોની સફળતાએ ગયા વર્ષે સલમાન ખાનને 244 કરોડની કમાણી કરાવી આપી.

અમિતાભ બચ્ચન-196 કરોડ
તો અમિતાભ બચ્ચન પર પણ લક્ષ્મીની કુપા 2014માં સારી આવી થઇ. અમિતાભ બચ્ચને ગત વર્ષે વિવિધ એન્ડોર્સમેન્ટ અને કોન બનેગા કરોડ પડી દ્વારા 196 કરોડની કમાણી કરી

એમ એસ ધોની- 142 કરોડ
ભારતીય ભૂતપૂર્વ કેપ્ટન એમ.એસ.ધોનીએ વર્ષે 2014માં વિવિધ એન્ડોર્સમેન્ટ અને આઇપીએલ મેચ દ્વારા 142 કરોડ રૂપિયાની કમાણી કરી.

રિતિક રોશન- 85 કરોડ
2014નું વર્ષ રિતિક માટે પણ મોટી સફળતા લઇને આવ્યું ક્રિશ 3ની સફળતાએ તેને આ વર્ષે 85 કરોડ રૂપિયાની કમાણી કરાવી.

આમિર ખાન- 81 કરોડ
મિસ્ટર પરફેક્શનિસ્ટ પણ આ રેસમાં કંઇ પાછળ નથી તેમણે પણ વર્ષ 2014માં 81 કરોડની કમાણી કરી છે. સાથે જ આમીર ભારતના સૌથી ધનવાન સેલેબ્રિટીના લિસ્ટમાં 8માં ક્રમે આવ્યા છે.

દિપીકા પાદુકોણ- 67 કરોડ
તો ફાઇન્ડીંગ ફની, ગોલિયા કી રાસલીલા જેવી ફિલ્મો અને જાહેરાતો કરીને દિપીકા ભારતની મહિલા સેલેબ્રિટીમાં સૌથી વધુ કમાણી કરવામાં પ્રથમ આવી છે.

સૈફ અલી ખાન- 63 કરોડ
વિવિધ વિજ્ઞાપનોના પ્રચાર દ્વારા સૈફ અલી ખાન વર્ષ 2014માં 63 કરોડ કમાયા છે.

સચિન તેડુંલકર- 60 કરોડ
ક્રિકેટના ભગવાન ગણાતા સચિન તેડુંલકરે ગત વર્ષે 60 કરોડની કમાણી કરી.

વિરાટ કોહલી- 59 કરોડ
તો ભારતીય ક્રિકેટ ટીમના હાલના કેપ્ટન વિરાટ કહોલીએ ગત વર્ષે મેચ અને જાહેરાતો દ્વારા 59 કરોડ કમાયા.

પ્રિયંકા ચોપરા- 54 કરોડ
પ્રિયંકા ચોપરા ગત વર્ષે 54 કરોડ રૂપિયાની કમાણી કરી છે. જે માટે મેરી કોમ અને ક્રિશ 3 જેવી ફિલ્મો જવાબદાર રહી.

મહેશ બાબુ - 51 કરોડ
તો બીજી તરફ સાઉથના જાણીતા સ્ટાર મહેશ બાબુએ જાહેરાતો અને ફિલ્મો દ્વારા 51 કરોડની કમાણી કરી.

એ.આર.રહેમાન- 50 કરોડ
એ.આર.રહેમાન માટે પણ 2014નું વર્ષ લકી રહ્યું તેમણે આ વર્ષે 50 કરોડ કમાયા.

કરીના કપૂર- 49.5 કરોડ
તો કરીના કપૂરે પણ 18 જેટલી બ્રાન્ડની જાહેરાતો દ્વારા 49.5 કરોડ કમાણી કરી.

એ.આર.મુરુગદાસ- 44 કરોડ
તમિલ ફિલ્મો પ્રોડ્યૂસર એવા એ.આર. મુરુગદાસે પણ ગત વર્ષે 44 કરોડની કમાણી કરી.

અજય દેવગણ- 44 કરોડ
અજય દેવગણે વર્ષ 2014માં સિંગમ રિટર્ને જેવી ફિલ્મો કરીને સારી એવી કમાણી કરી છે. તેણએ પણ આ વર્ષે 44 કરોડ કમાયા.

અજીત કુમાર- 40 કરોડ
તો સાઉથ સ્ટાર પણ ગત વર્ષે 40 કરોડની કમાણી કરી છે.

કેટરીના કૈફ- 39 કરોડ
તો કેટરીના કૈફ માટે પણ 2014ની ખૂબ જ સફળ રહ્યું તેણે જાહેરાતો દ્વારા 39 કરોડની કમાણી કરી.












Click it and Unblock the Notifications
