For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Tunisha Sharma Case: મોત પહેલા તુનિષા શીજાનની થઈ વાત, પોલીસનો આરોપ - તપાસમાં આરોપી શીજાન સહયોગ નથી કરતો

મહારાષ્ટ્ર પોલીસની તપાસમાં સામે આવ્યુ છે કે તુનિષા શર્માના મોત પહેલા તેની શીજાન ખાન સાથે વાતચીત થઈ હતી.

|
Google Oneindia Gujarati News

ટીવી જગતની જાણીતી 20 વર્ષીય અભિનેત્રી તુનિષા શર્મા આત્મહત્યા મામલે પોલીસ હત્યાના પાસાં પર પણ તપાસ કરી રહી છે. સમાચાર એજન્સી એએનઆઈના રિપોર્ટ મુજબ તપાસમાં સામે આવ્યુ છે કે ફાંસી આપવાના થોડા સમય પહેલા મૃતક તુનિષાની આરોપી શીજાન ખાન સાથે વાતચીત થઈ હતી. મહારાષ્ટ્રની વાલીવ પોલીસ આ કેસની તપાસ કરી રહી છે.

આરોપી શીજાન તપાસમાં સહયોગ નથી કરી રહ્યો

આરોપી શીજાન તપાસમાં સહયોગ નથી કરી રહ્યો

તુનિષા શર્માના મૃત્યુ કેસમાં તેની માતા, કાકા અને ડ્રાઈવરના નિવેદનો નોંધવામાં આવશે. મહારાષ્ટ્રની વાલિવ પોલીસે બુધવારે તુનિષાની કથિત આત્મહત્યાના સંબંધમાં તુનિષા શર્માની માતા વનિતા શર્મા, તેના કાકા પવન શર્મા અને તેમના ડ્રાઇવરને તેમના નિવેદનો રેકોર્ડ કરવા માટે સમન્સ મોકલ્યા હતા. એએનઆઈના અહેવાલમાં જણાવાયુ છે કે વાલીવ પોલીસે કહ્યુ કે આરોપી, તુનિષાનો બૉયફ્રેન્ડ અને કો-સ્ટાર શીજાન ખાન તપાસકર્તાઓને સહકાર આપી રહ્યો નથી. પોલીસે કહ્યુ કે આ એક ગંભીર અને હાઈપ્રોફાઈલ કેસ છે જેની ઝીણવટભરી તપાસની જરૂર છે.

 શીજાન અને તેની 'સિક્રેટ ગર્લફ્રેન્ડ' સાથે ચેટિંગ મળી આવી

શીજાન અને તેની 'સિક્રેટ ગર્લફ્રેન્ડ' સાથે ચેટિંગ મળી આવી

પોલીસે કહ્યુ કે તુનિષાના મૃત્યુ બાદ પોલીસે તેના કો-સ્ટાર શીજાન ખાન પર પૂછપરછ દરમિયાન પ્રશ્નોના યોગ્ય જવાબ ન આપવા અને તપાસમાં સહકાર ન આપવાનો આરોપ લગાવ્યો હતો. પોલીસે જણાવ્યુ કે આ કેસમાં ચાલી રહેલી તપાસ દરમિયાન તેઓએ બે આઈફોન સહિત ત્રણ મોબાઈલ ફોન જપ્ત કર્યા છે. પોલીસે જણાવ્યુ હતુ કે તેઓએ શીજાનના ફોનમાંથી તુનિષા, તેની માતા સાથેની ચેટ રીકવર કરી છે. પોલીસે જણાવ્યુ કે તપાસ દરમિયાન તેમને શીજાન અને તેની 'સિક્રેટ ગર્લફ્રેન્ડ' સાથે ચેટિંગ વિશે પણ માહિતી મળી હતી. તેમણે દાવો કર્યો હતો કે તુનિષાના મૃત્યુના દિવસે શીજાને તેની 'સિક્રેટ ગર્લફ્રેન્ડ' સાથે બે કલાક સુધી વાત કરી હતી.

શીજાન પર ઘણી છોકરીઓ સાથે સંબંધ હોવાનો આરોપ

શીજાન પર ઘણી છોકરીઓ સાથે સંબંધ હોવાનો આરોપ

તમને જણાવી દઈએ કે તુનિષાની માતાએ શીજાન પર ઘણી છોકરીઓ સાથે સંબંધ હોવાનો આરોપ લગાવ્યો છે. સૂત્રોએ જણાવ્યુ કે પોલીસે કહ્યુ હતુ કે તે તુનિષાની માતાના દાવા પર શીજાનની પૂછપરછ કરશે. તેમની તપાસ દરમિયાન પોલીસ શીજાનને 'અલી બાબા: દાસ્તાન-એ-કાબુલ' ના સેટ પર પણ લઈ ગઈ, જ્યાં 20 વર્ષીય અભિનેત્રી તુનિષા રહસ્યમય સંજોગોમાં મૃત હાલતમાં મળી આવી હતી.

English summary
Tunisha Sharma case: Waliv Police says accused Sheejan Khan is not cooperating
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X