નશામાં ચકચૂર એક્ટ્રેસે મારપીટ કરી, પોલીસ કોન્સ્ટેબલને પણ માર્યો તમાચો
નશામાં એક્ટ્રેસે મારપીટ કરી, પોલીસ કોન્સ્ટેબલને માર્યો તમાચો
મુંબઈઃ દારૂનો નશો જ્યારે મગજ પર ચઢે ત્યારે ભલભલાને તાંડવ કરાવે તે તો તમે સાંભળ્યું જ હશે પણ આવી જ કરતૂત મુંબઈની એક હીરોઈને કરી છે. જેણે નશાની હાલતમાં એવી બબાલ મચાવી જે જોઈ ખુદ તમને પણ આ હીરોઈન પર ધિક્કારવાનું મન થાય. આ હીરોઈન બીજી કોઈ નહિ પણ રૂહી સિંહ છે. સોમવારે બાંદ્રામાં બનેલ એક રેસ્ટોરાં બહાર રૂહી સિંહે નશાની હાલતમાં ભારે હંગામો મચાવ્યો હતો. જો કે રૂહી વિરુદ્ધ મુંબઈ પોલીસે એફઆઈઆર નોંધી લીધી છે. આ ઘટનાના કેટલાય વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.

નશામાં ચૂર એક્ટ્રેસે બબાલ મચાવી
સ્પૉટબોયના રિપોર્ટ મુજબ રૂહી પોતાના મિત્રો રાજેશ અને રાહુલ સાથે મોડી રાત્રે બે વાગ્યે બાંદ્રાના લિંકિંક રોડ પર આવેલ એક રેસ્ટોરાં પર પહોંચી હતી. રેસ્ટોરાં મોડી રાત્રે બંધ થઈ ગયું હતું. પરંતુ રુહીએ ત્યાં હાજર સ્ટાફને રેસ્ટોરાં ખોલવા કહ્યું. રૂહી રેસ્ટોરાંનું વૉશરૂમ યૂઝ કરવા માંગતી હતી. જ્યારે સ્ટાફે તેને અંદર ન આવવા દીધી તો તેણે સ્ટાફ સાથે મારપીટ કરી. મોડી રાત્રે થયેલ આ હંગામા બાદ પોલીસને ફોન કરી બોલાવી.

પોલીસ સાથે પણ કર્યો દૂર્વ્યવહાર
રિપોર્ટ મુજબ જ્યારે ખાર પોલીસે ઘટના સ્થળે પહોંચીને જોયું તો એક્ટ્રેસ સહિત ત્રણેય શખ્સ સ્ટાફ સાથે બબાલ કરી રહ્યા હતા. પોલીસે જ્યારે એક્ટ્રેસને સમજાવી તો રૂહી સિંહે પોલીસ સાથે મારપીટ શરૂ કરી દીધી. આ સમગ્ર ઘટનાનો જ્યારે વીડિયો બનાવવામાં આવ્યો તો એક્ટ્રેસે કોન્સ્ટેબલ લક્ષ્મીકાંતનો મોબાઈલ છીનવી લીધો અને તેને થપ્પડ મારી દીધી. રૂહી સાથે રહેલા તેના મિત્રોએ પણ પોલીસને ધક્કો માર્યો.

પોલીસે એફઆઈઆર નોંધી
રૂહી સિંહનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં એક્ટ્રેસ પોલીસ ઑફિસરની બૈચ પોતાના હાથમાં લઈ કહી રહી છે કે બનાવો વીડિયો, મારા હાથમાં બૈચ છે. રૂહીએ રેસ્ટોરાં બહાર પાર્કિંગમાં ઊભેલી ગાડીઓને પણ ટક્કર મારી. જાણકારી મુજબ ગાડી ખુદ એક્ટ્રેસ ચલાવી રહી હતી. પોલીસે સમગ્ર મામલામાં એક્ટ્રેસ રૂહી વિરુદ્ધ બે એફઆઈઆર નોંધવામાં આવી છે. પરંતુ એક્ટ્રેસે આલ્કોહોલ લીધું હતું કે નહિ તેનો રિપોર્ટ આવવો બાકી છે. જાણકારી મુજબ રૂહીની કારને જપ્ત કરી લેવામાં આવી છે. રૂહી સિંહના બંને મિત્રો પોલીસ કસ્ટડીમાં છે પરંતુ મોડી રાત્રે મહિલા કોન્સ્ટેબલ સાથે ન હોવાના કારણે રૂહી સિંહની ધરપકડ કરવામાં ન આવી.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
