પુસ્તકોનું અપમાન કરવા બદલ ટ્વિંકલ ખન્ના થઇ ટ્રોલ

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડમાં ટ્વિંકલ ખન્નાનું કરિયર ભલે ખાસ સફળ ન રહ્યું હોય, પરંતુ લેખિકા તરીકે તેણે ખૂબ પ્રસિદ્ધિ મેળવી છે. તે લીડિંગ ડેઇલીમાં એક કોલમ લખે છે અને તેના બે પુસ્તકો પણ પ્રકાશિત થઇ ચૂક્યાં છે, જે ખાસા લોકપ્રિય પણ થયા છે. સોશ્યલ મીડિયા પર પણ તે ખૂબ એક્ટિવ છે અને મોટા મુદ્દાઓ પર ડર્યા વગર પોતાનો સ્પષ્ટ મત રજૂ કરે છે. હાલમાં જ ટ્વિંકલે પોતાના ઓફિશિયલ સોશ્યલ મીડિયા પર એક તસવીર પોસ્ટ કરી હતી, જેમાં તે પુસ્તકોના ઢગલા વચ્ચે પુસ્તકો પર જ બેઠેલી દેખાય છે. આ તસવીરને કારણે ટ્વિંકલ ખન્નાને સોશ્યલ મીડિયા પર ખૂબ ટ્રોલ કરવામાં આવી રહી છે.

આ તસવીરને કારણે થઇ ટ્રોલ

આ તસવીર પહેલી નજરે જોતાં લાગે, જાણે કે તે પુસ્તકો પર પગ રાખીને બેઠી છે. જ્યારે ખરેખર તો, તેનો પગ પુસ્તકોના ઢગલાની બાજુમાં રાખવામાં આવેલ સ્ટૂલ પર છે. જો કે, સોશ્યલ મીડિયા એવી જગ્યા છે, જ્યાં વાતનું વતેસર થતાં વાર નથી લાગતી. લોકો ટ્વિંકલ ખન્નાએ પુસ્તકો પર બેસવા માટે તથા પુસ્તકો પર પગ રાખવા માટે ટ્રોલ કરવા માંડ્યા હતા.

પુસ્તકોનું કર્યું અપમાન

પુસ્તકોનું કર્યું અપમાન

કેટલાક લોકોએ લખ્યું કે, પુસ્તકો પર પગ મુકવો ખરાબ વાત કહેવાય મેડમ! તો કેટલાક લોકોએ ટ્વિંકલને સરખી રીતે રહેવાની સલાહ આપી. તો વળી અન્ય યૂઝરે લખ્યું કે, આ ખરાબ વાત છે, આ રીતે તમે પુસ્તકોનું અપમાન કરી રહ્યાં છો અને લોકોને ખોટો સંદેશ આપી રહ્યાં છે.

પુસ્તકોની પાસે પણ પગ ન મુકવો

પુસ્તકોની પાસે પણ પગ ન મુકવો

તો એક યૂઝરે માતા સરસ્વતીનું નામ લેતાં ટ્વિંકલને લખ્યું કે, ભારતમાં પુસ્તકોને માતા સરસ્વતીનું જ રૂપ માનવામાં આવે છે. એક તો તમે એની પર બેઠા છો અને એમાં પાછુ તેની પાસે જ પગ મુકવામાં આવ્યો છે, તમને શરમ આવવી જોઇએ.

ટ્વીંકલે પણ સામે આપ્યો સણસણતો જવાબ

આવી બાબતમાં ટ્વિંકલ પણ ભાગ્યે જ શાંત રહે છે. તેણે તુરંત આ મામલે ટ્રોલર્સને જવાબ આપતાં અન્ય એક પોસ્ટ કરી હતી અને તેમાં લખ્યું હતું કે, ખૂબ સરળતાથી ક્રોધિત થઇ જતા લોકો માટે - મારો પગ સ્ટૂલ પર છે, પુસ્તક પર નહીં, કારણ કે હું નહોતી ઇચ્છતી કે પુસ્તકના કવર પર ધૂળ લાગે. આ સિવાય મને પુસ્તકો પર બેસવાનો, પુસ્તકો સાથે લઇને સુવાનો કે રેગ્યુલર વાંચવા માટે બાથરૂમમાં પુસ્તકોનો ઢગલો કરવામાં પણ કોઇ વાંધો નથી. પુસ્તકની પૂજા કરવાથી બુદ્ધિના દેવતા તમારા પર પ્રસન્ન નહીં થાય, વાંચવાથી થશે. આ બૂક વોર્મ તરફથી સૌને પ્રેમસહિત.

English summary
Twinkle Khanna's latest photo shoot for Vogue India came under the Internets scrutiny. The actress-turned-author is seen sitting on a pile of books with one of her foot resting on a stool (which Twitter thought was another stack of books)

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.