Pics : એક નજર મધુબાલાની વણજોયેલી તસવીરો પર

Posted By:
Subscribe to Oneindia News

મુંબઈ, 15 ફેબ્રુઆરી : લખનૌના હઝરતગંજ ખાતે જો કૉફી હાઉસની બહાર આપ પોસ્ટરની દુકાને જાઓ, તો સૌથી ઉપર આપને મધુબાલાનું પોસ્ટર દેખાશે. તેવું એટલા માટે નહીં કે પોસ્ટર વેચાતું નથી, પરંતુ એટલા માટે કારણ કે આ પોસ્ટર સૌથી વધુ વેચાય છે. પોસ્ટર વિક્રેતાનું કહેવું છે કે સપ્તાહમાં ઓછામાં ઓછા 10 પોસ્ટર મધુબાલાના આજે પણ વેચાય છે. મધુબાલા આજે આપણી વચ્ચે હોત, તો 80 વર્ષના થઈ ગયા હોત. ગઈકાલે તેમની 81મી જન્મ જયંતી હતી.

હવે જરા વિચાર કરો કે મધુબાલાના સૌંદર્ય ઉપર આજે પણ લોકો કેટલાં ફિદા છે. બૉલીવુડ અભિનેત્રી મધુબાલાની 10 વણજોયેલી તસવીરો અમે આપની સામે લાવ્યાં છે અને સાથે જ મધુબાલા સાથે જોડાયેલ કેટલીક રસપ્રદ બાબતો પણ આપને બતાવવા જઈ રહ્યા છીએ કે જેના અંગે કદાચ આપ વાકેફ નહીં હો. મધુબાલાનો જન્મ 14મી ફેબ્રુઆરી, 1933ના રોજ થયો હતો. તેમનું સાચુ નામ મુમતાઝ જહાં બેગમ દહેલવી હતું. તેઓ એટલા સુંદર હતાં કે બૉલીવુડમાં આવ્યા બાદ તેમને ભારતના મર્લિન મોર્નની સંજ્ઞા અપાઈ હતી. જો આપ તેમના અંગત જીવનમાં ઝાંકી જોશો તો બહુ બધી ખુશીઓ સાથે ઊંડું દર્દ પણ ભરેલું જણાશે.

મધુબાલા હૃદય રોગથી ગ્રસ્ત હતાં. 1950માં ચેકઅપ દરમિયાન તેમને આ બાબતની જાણ થઈ ચુકી હતી, પરંતુ તેમણે આ માહિતી મીડિયા અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીથી છુપાવી રાખી હતી. જ્યારે તેમની હાલત કથળી અને એક દિવસ શુટિંગ દરમિયાન તબીયત વધુ કથળી, ત્યારે દુનિયાને આ બાબતની જાણ થઈ. તમામ લોકો સ્તબ્ધ રહી ગયાં. ક્યારેક-ક્યારેક ફિલ્મોના સેટ ઉપર જ તેમની તબીયત ખૂબ ખરાબ થઈ જતી. તેમને લોહીની ઉલ્ટીઓ પણ થતી. સારવાર માટે જ્યારે તેઓ લંડન ગયાં, તો તબીબએ તેમની સર્જરી કરવાનો ઇનકાર કરી દીધો હતો, કારણ કે તેમને ભય હતો કે તેઓ સર્જરી દરમિયાન મૃત્યુ પામશે. જીવનના છેલ્લા 9 વરસ મધુબાલાએ પથારીવશ વિતાવવા પડ્યાં. 23મી ફેબ્રુઆરી, 1969ના રોજ તેમનું નિધન થયું. તેમના મોતના 2 વરસ બાદ એટલે કે 1971માં તેમની એક ફિલ્મ જલવા રિલીઝ થઈ.

આવો વણજોયેલી તસવીરો સાથે જાણીએ મધુબાલા અંગેની કેટલીક રસપ્રદ બાબતો.

દેખાડાથી દૂર મધુબાલા

દેખાડાથી દૂર મધુબાલા

કહે છે કે મધુબાલાને કૂતરાઓથી ખૂબ પ્રેમ હતો. 12 વર્ષની વયે જ તેઓ કાર ચલાવી લેતા હતાં. મધુબાલાના સૌંદર્ય ઉપર આજેય લોકો ફિદા છે. આજે પણ હિન્દુસ્તાનના અનેક ઘરોમાં આપને મધુબાલાના બ્લૅક એન્ડ વ્હાઇટ પોસ્ટર્સ મળી રહેશે. મધુબાલા કહેતાં - મને દેખાડો કરવો ગમતો નથી. મને ફરવું પસંદ નથી. નથી દાગીઓનો શોખ છે. હું વધારે બહાર પણ નથી જતી. મારી પાસે દરેક એવી જરૂરી વસ્તુ છે કે જે એક માણસે જોઇતી હોય અને હું તેમાં ખુશ છું.

અને બહારનુ ખાવાનું બંધ કર્યું

અને બહારનુ ખાવાનું બંધ કર્યું

1950માં એક દિવસ ઉધરસ આવતાં મધુબાલાના મુખે લોહી આવી ગયું. ત્યારે જ તેમને હૉસ્પિટલે દાખલ કરવામાં આવી. તબીબોએ જણાવ્યું કે તેમના હૃદયમાં છિદ્ર છે. બીમારી બાદથી મધુબાલાએ બહારનું ખાવાનું છોડી દીધું. કોલ્ડ ડ્રિંક બંધ કરી દીધાં. તેઓ સાદું પાણી અને ઘરનું સાદું ભોજન જ લેતા હતાં.

ફિલ્મફૅર ઍવૉર્ડ નૉમિનેશન

ફિલ્મફૅર ઍવૉર્ડ નૉમિનેશન

1950ના સૌથી હિટ અભિનેત્રી તરીકે મધુબાલા ઉપસ્યાં. તે જ દરમિયાન તેમની હૉલીવુડ જવાની પણ ઇચ્છા થઈ અને તે જ દરમિયાન અમેરિકાની અનેક મૅગેઝીનોએ તેમને કવર કરી. જ્યારે મુઘલ-એ-આઝમ રિલીઝ થઈ, તો ફિલ્મ સમીક્ષાકો તથા દર્શકોએ પણ તેમની મહેનત અને ધગશ સ્પષ્ટ રીતે અનુભવી. હકીકતમાં આ મધુબાલાને મહેનત જ હતી કે જેના બળે આ ફિલ્મ સફળતાની પરાકાષ્ઠાએ પહોંચી. આ ફિલ્મ માટે તેમને ફિલ્મફૅર ઍવૉર્ડ માટે નૉમિનેટ પણ કરાઈ હતી.

ન મળી શક્યો ફિલ્મફૅર ઍવૉર્ડ

ન મળી શક્યો ફિલ્મફૅર ઍવૉર્ડ

ફિલ્મ મુઘલ-એ-આઝમ માટે મધુબાલાને ફિલ્મફૅર માટે નૉમિનટ કરાઈ હતી. આ પુરસ્કાર તેમને મળી ન શક્યું. કેટલાંક લોકો કહે છે કે મધુબાલા આ પુરસ્કાર એટલા માટે પામી ન શક્યા, કારણ કે તેઓએ પુરસ્કાર માટે લાંચ નહોતી આપી. મધુબાલાને વીનસ ઑફ ઇન્ડિયન સ્ક્રીન પણ કહેવામાં આવતી હતી. એક વાર અશોક કુમારે જણાવ્યુ હતું - મધુબાલાનું સ્મિત હકીકતમાં બહુ જ સુંદર છે.

પોતાનામાં સંતુષ્ટ

પોતાનામાં સંતુષ્ટ

મધુબાલા ખૂબ બિંદાસ્ત વ્યક્તિ હતાં. તેઓ કાયમ ખુશ રહેવાનો અને બીજાને ખુશ રાખવાનો પ્રયત્ન કરતા હતાં. મધુબાલા કહેતાં - મને દેખાડો પસંદ નથી. મને ફરવું કે દાગીનાનો શોખ નથી. હું વધારે બહાર પણ નથી જતી. મારી પાસે તેવી દરેક જરૂરી વસ્તુ છે કે જે એક માણસને જોઇતી હોય અને હું તેમાં ખુશ છું. આ તસવીર હૉલીવુડના ફોટોગ્રાફર જેમ્સ બુર્કે 1941માં ખેંચી હતી.

આદર્શ ભારતીય નારી

આદર્શ ભારતીય નારી

મધુબાલાના અભિનયમાં એક આદર્શ ભારતીય નારીને જોઈ શકાય છે. ચહેરા દ્વારા ભાવાભિવ્યક્તિ તથા નઝાકત તેમની મુખ્ય ખાસિયત છે. તેમના અભિનય કૌશલ્ય, વ્યક્તિત્વ તેમજ સૌંદર્યને જોઈ એમ જ કહેવાય છે કે તેઓ ભારતીય સિનેમાના અત્યાર સુધીના સૌથી મહાન અભિનેત્રી છે. હકીકતમાં હિન્દી ફિલ્મોના સમીક્ષકો મધુબાલાના અભિનયકાળને સ્વર્ણિમ યુગની સંજ્ઞાથી સન્માને છે.

લગ્નના ત્રણ પ્રસ્તાવો

લગ્નના ત્રણ પ્રસ્તાવો

લગ્ન માટે મધુબાલાને ત્રણ પ્રસ્તાવો મળ્યા હતાં. આ અંગે તેમણે નરગિસની સલાહ લીધી. નરગિસે ભારત ભૂષણ સાથે લગ્ન કરવાનું સુચન કર્યું કે જેઓ વિધુર હતાં. નરગિસના જણાવ્યા મુજબ પ્રદીપ કુમાર અને કિશોર કુમાર કરતાં ભારત ભૂષણ બહેતર હતાં, પરંતુ મધુબાલાએ કિશોર કુમારની પસંદગી કરી. જોકે કિશોર કુમાર એક ડિવૉર્સી વ્યક્તિ હતાં. મધુબાલાએ કિશોર કુમારને જણાવ્યું કે તેઓ ઑપરેશન માટે લંડન જઈ રહ્યાં છે. પરત ફરી લગ્ન કરશે, પરંતુ એવું થઈ ન શક્યું અને મધુબાલાનું મોત થઈ ગયું. મધુબાલા મૃત્યુ અગાઉ લગ્ન કરવા માંગતા હતાં. આ બાબત કિશોર કુમાર જાણતા હતાં.

દિલીપ સાથે મુલાકાત

દિલીપ સાથે મુલાકાત

જ્વાર ભાટા ફિલ્મના સેટ પર પહેલી વાર મધુબાલાની મુલાકાત દિલીપ કુમાર સાથે થઈ. તે જ વખતે તેમને તેમની સાથે પ્રેમ થઈ ગયો. તે વખતે તેઓ 18 વરસના હતાં અને દિલીપ 21ના. મુઘલ-એ-આઝમના શુટિંગ દરમિયાન બંને વચ્ચે પ્રેમ વધુ ગાઢ બન્યો. મધુબાલા દિલીપ સાથે લગ્ન કરવા માંગતા હતાં, પરંતુ દિલીપ કુમારે ઇનકાર કરી દીધો હતો.

ફ્લૉપ ફિલ્મોનો દોર શરૂ

ફ્લૉપ ફિલ્મોનો દોર શરૂ

1950ના દશકામાં મધુબાલાની ફિલ્મો ફ્લૉપ થઈ. આલોચકોએ જણાવ્યું કે મધુબાલામાં પ્રતિભા નથી તથા તેમની કેટલીક ફિલ્મો માત્ર તેમના સૌંદર્યને કારણે જ ચાલી, નહીં કે તેમના અભિનયના કારણે. લોકો એમ પણ કહે છે કે તેમની ફિલ્મો એટલે ફ્લૉપ થઈ, કારણ કે ફિલ્મોની પસંદગી ખોટી થઈ હતી. મધુબાલાના પિતા જ તેમના મૅનેજર હતાં અને તેઓ જ ફિલ્મોની પસંદગી કરતા હતાં.

આજે પણ લોકપ્રિય

આજે પણ લોકપ્રિય

દેશમાં આજે પણ સૌથી વધુ કોઈ અભિનેત્રીના પોસ્ટર્સ વેચાતા હોય, તો તે મધુબાલાના વેચાય છે. બાકી તમામ અભિનેત્રીઓના પોસ્ટર ત્યારે જ વેચાય કે જ્યારે તેઓ ટ્રેન્ડમાં હોય. ટ્રેન્ડ ખતમ થતાં જ સેલ ડાઉન, પણ મધુબાલાના પોસ્ટર્સની ડિમાંડ છેલ્લા 50 વરસથી જળવાયેલી છે. આજે પણ એક-એક પોસ્ટરની કિંમત 300થી 3000 રુપિયા સુધી હોય છે. સામાન્ય પોસ્ટર 50થી 150 રુપિયા સુધીમાં વેચાય છે.

English summary
Madhubala, who was born as Mumtaz Jehan Begum Dehlavi on February 14, 1933, was one of the most beautiful actresses of Bollywood. In fact, it wouldn't be incorrect to call her the 'Marilyn Monroe' of India.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.