Rare Unseen : જુઓ ધર્મેન્દ્રની પ્રથમ પત્ની સાથેની ‘10 Moments’

મુંબઈ, 20 ડિસેમ્બર : હિન્દી ફિલ્મ જગતના હૅંડસમ હી મૅન અભિનેતા ધર્મેન્દ્રે થોડાક દિવસ અગાઉ જ 79મો જન્મ દિવસ ઉજવ્યો. પોતાની યાદગાર ફિલ્મો વડે લોકોના દિલ ઉપર રાજ કરનાર ધર્મેન્દ્રની ફિલ્મો આજે પણ લોકો ખૂબ રોચકતા સાથે જુએ છે. એટલું જ નહીં યુવાવર્ગ પણ ધર્મેન્દ્રના ફૅન છે.

બૉલીવુડના ડ્રીમ ગર્લ હેમા માલિની સાથે લગ્ન કરી ધરમજીએ લાખો હસીનાઓના દિલ જરૂર ભાંગ્યા, પરંતુ તેમના પ્રથમ પત્ની પ્રકાશ કૌરે ક્યારેય આ બાબત સામે વાંધો ન ઉઠાવ્યો. જ્યારે પણ ધર્મેન્દ્રની પત્નીની વાત થાય છે, તો બાળકથી લઈ વડીલ સુધી કોઈ પણ વ્યક્તિના મોઢામાંથી હેમા માલિનીનું નામ જ સરી પડે છે, પરંતુ હેમાના પ્રેમમાં પડતા પહેલા ધર્મેન્દ્ર પ્રકાશ કૌર સાથે સુખી વૈવાહિક જીવન માણી રહ્યા હતાં. એટલુ જ નહીં, ધર્મેન્દ્ર અને પ્રકાશના પ્રેમની એક-બે નહીં, પણ ચાર-ચાર નિશાનીઓ આ દુનિયામાં મોજૂદ છે.

ધર્મેન્દ્ર-પ્રકાશ કૌરના ચાર સંતાનો છે અને તેમાંથી બે સંતાનો તો પ્રખ્યાત છે અને તેમને સૌ જાણે છે. હા જી, સન્ની દેઓલ અને બૉબી દેઓલ, પરંતુ બીજી બે સંતાનો ફિલ્મી દુનિયાથી અલિપ્ત જ રહી છે. લોકોએ ધર્મેન્દ્ર અને હેમા માલિનીની રોમાંટિક તસવીરો તો બહુ જોઈ હશે, પણ આજે અમે આપના માટે લાવ્યા છીએ ધર્મેન્દ્ર અને તેમના પ્રથમ પત્ની પ્રકાશ કૌર તેમજ ચાર સંતાનોની કેટલીક દુર્લભ તસવીરો.

તો જુઓ ધર્મેન્દ્રના પ્રથમ લગ્નજીવનની Rare and Unseen તસવીરો :

ફૅમિલી તસવીર

ફૅમિલી તસવીર

પ્રથમ પત્ની પ્રકાશ કૌર અને ચાર સંતાનો વિજેતા, અજીતા, બૉબી તેમજ સન્ની દેઓલ સાથે ધર્મેન્દ્ર.

પૂજા

પૂજા

પુત્ર બૉબી અને પત્ની પ્રકાશ સાથે પૂજા કરતાં ધર્મેન્દ્ર.

સુખી પરિવાર

સુખી પરિવાર

દીકરી વિજેતા, પુત્ર સન્ની અને પત્ની પ્રકાશ સાથે ધર્મેન્દ્ર.

સન્ની થયો મોટો

સન્ની થયો મોટો

આ એ સમયની તસવીર છે કે જ્યારે સન્ની દેઓલ મોટો થઈ ગયો હતો અને બૉલીવુડ ડેબ્યુની તૈયારી કરી રહ્યો હતો.

વધુ એક તસવીર

વધુ એક તસવીર

આ તસવીર પણ સન્ની દેઓલ અને ધર્મેન્દ્ર એક સાથે દેખાઈ રહ્યાં છે.

અભિષેક અને અન્ય બાળકો સાથે

અભિષેક અને અન્ય બાળકો સાથે

આ તસવીરમાં ધર્મેન્દ્ર અભિષેક બચ્ચન તથા અન્ય બૉલીવુડ હસ્તીઓના બાળકો સાથે દેખાય છે.

ફુલ્લી ફન

ફુલ્લી ફન

આ તસવીરમાં ધર્મેન્દ્રને સન્ની દેઓલથી એશા દેઓલ સુધીના તમામ સંતાનો સાથે ફન્ની મૂડમાં જોઈ શકાય છે.

મોટો પરિવાર

મોટો પરિવાર

હેમા માલિની સાથે લગ્ન પહેલાની વધુ એક તસવીર કે જેમાં ધર્મેન્દ્ર-પ્રકાશ તેમના ચારેય સંતાનો સાથે જણાય છે.

એશા

એશા

એશા દેઓલ સાથે ધર્મેન્દ્ર. એશા હેમા-ધર્મેન્દ્રની દીકરી છે

બૉબી

બૉબી

ફૅવરિટ પપ્પા સાથે પોઝ આપતો નાનકડો બૉબી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X