Urfi Javed: ઉર્ફી જાવેદે એક પટ્ટીથી ઢાંક્યુ શરીર, વાળથી છૂપાવ્યો ચહેરો, લોકોએ કરી ટ્રોલ, જુઓ Video
વીડિયોમાં જોઈ શકાય છે કે ઉર્ફી જાવેદના વાદળી રંગના વાળ જમીન સુધી આવી રહ્યા છે. આ ઉપરાંત તેણે શરીરને માત્ર ઉપરની બાજુએથી સ્હેજ ઢાંકવા માટે સફેદ પટ્ટીનો ઉપયોગ કર્યો છે.

Urfi Javed: ઉર્ફી જાવેદના નવા લુકનો વીડિયો સામે આવતા હાલમાં સોશિયલ મીડિયા પર ધમાકો થઈ ગયો છે. જેમાં તેણે માત્ર એક પટ્ટીથી તેના શરીરને ઢાંક્યુ છે. ઉર્ફી જાવેદનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આના પર લોકો તેને જબરદસ્ત રીતે ટ્રોલ કરી રહ્યા છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે ઉર્ફી જાવેદે ખૂબ જ વિચિત્ર લાંબા વાળ રાખ્યા છે અને આ વાદળી રંગના વાળ જમીન સુધી આવી રહ્યા છે. આ ઉપરાંત તેણે શરીરને માત્ર ઉપરની બાજુએથી સ્હેજ ઢાંકવા માટે સફેદ પટ્ટીનો ઉપયોગ કર્યો છે.
જો કે, ગમે તેટલા વિચિત્ર કપડાં પહેરવા છતાં એકદમ આત્મવિશ્વાસથી ભરપૂર દેખાતી હતી. ઉર્ફી તેની ફેશન સેન્સ માટે તો ફેમસ છે જ પરંતુ તેના અજીબોગરીબ ફેશન શોને કારણે તેને ભારે ટ્રોલ પણ કરવામાં આવે છે.
ઉર્ફી જાવેદનો આ લેટેસ્ટ વીડિયો સામે આવતાની સાથે જ લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે અને તેને ખરાબ રીતે ટ્રોલ કરી રહ્યા છે. એકે લખ્યુ, "ભગવાન તમે આને અને રાખીને જોવા માટે જ આંખો આપી છે?"
એકે લખ્યુ, "આ જન્મમાં મે દુનિયાની બધી અજાયબીઓ જોઈ લીધી. ઑલ થેંક્સ ઉર્ફી અને હા, આ રિપોર્ટર પાસેથી 50 રૂપિયા કાપી લો.
જ્યારે બીજાએ કહ્યુ, "યે અકેલી જ મેટ ગાલા - મેટ ગાલા રમતી રહે છે." જ્યારે એકે લખ્યું, "લાંબા લંબા ઘુંઘટ કાહે કો ડાલા, કહા કર આયે ગોરી મુહ તેરા કાલા."
આવી ઘણી ટિપ્પણીઓ સામે આવી રહી છે પરંતુ ઉર્ફીએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. તમને જણાવી દઈએ કે તે લોક અપ સિઝન 2 ને લઈને પણ છવાયેલી છે, જો કે તે ત્યાં છે કે નહીં, તે તો સમય જ કહેશે.












Click it and Unblock the Notifications
