Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

કાલે શિવસેનામાં શામેલ થઈ શકે છે ઉર્મિલા માતોંડકરઃ સંજય રાઉત

લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડનાર બૉલિવુડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર મંગળવારે શિવસેનામાં શામેલ થઈ શકે છે.

નવી દિલ્લીઃ લોકસભા ચૂંટણી 2019માં કોંગ્રેસની ટિકિટ પર ચૂંટણી લડનાર બૉલિવુડ અભિનેત્રી ઉર્મિલા માતોંડકર મંગળવારે શિવસેનામાં શામેલ થઈ શકે છે. આ વિશેની માહિતી શિવસેના સાંસદ સંજય રાઉતે આપી છે. આ સાથે જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની નજીક ગણાતા હર્ષલ પ્રધાને પણ જણાવ્યુ છે કે ઉર્મિલા સીએમની હાજરીમાં પાર્ટીમાં શામેલ થશે. વિધાન પરિષદમાં રાજ્યપાલના કોટામાંથી નામાંકન માટે ઉર્મિલા માતોંડકરનુ નામ શિવસેના તરફથી રાજ્યપાલ પીએસ કોશ્યારીને મોકલવામાં આવ્યુ છે.

urmila matondkar

તમને જણાવી દઈએ કે ભારતીય જનતા પાર્ટી(ભાજપ)થી અલગ થયા બાદ શિવસેનાએ કોંગ્રેસ અને એનસીપી સાથે ગઠબંધન કરીને રાજ્યમાં મહા વિકાસ અઘાડી સરકારની રચના કરી હતી. વિધાન પરિષદના સભ્યપદ માટે ત્રણે પાર્ટીઓ તરફથી 4-4 નેતાઓના નામની સૂચિ રાજ્યપાલ કોશ્યારી પાસે મોકલવામાં આવી હતી. 12 નેતાઓના લિસ્ટમાં શિવસેના તરફથી આપવામાં આવેલ એક નામ અભિનેત્રી ઉર્મિલા માતોંડકરનુ હતુ. ત્યારબાદથી જ અભિનેત્રી શિવસેનામાં શામેલ થયાની અટકળો લગાવવામાં આવી રહી હતી.

ઉલ્લેખનીય છે કે દેશની રાજનીતિમાં અભિનેત્રી ઉર્મિલા માતોંડકરની આ બીજી ઈનિંગ છે. આ પહેલા તેણે 2019ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસનો પાલવ પકડ્યો અને પાર્ટીની ટિકિટ પર મુંબઈની સીટથી ચૂંટણી લડી હતી. જો કે આ ચૂંટણીમાં ઉર્મિલા માતોંડકરે રાજનીતિથી અંતર જાળવ્યુ અને એક વર્ષથી વધુ સમય સુધી તેના તરફથી કોઈ પ્રતિક્રિયા સામે આવી નહિ. આ દરમિયાન સમાચાર આવ્યા કે ઉર્મિલા માતોંડકરે કોંગ્રેસમાંથી રાજીનામુ આપી દીધુ છે. આ પહેલા ઉર્મિલા ત્યારે ચર્ચામાં આવી હતી જ્યારે તેણે નેપોટીઝ્મ અને મુંબઈની પીઓકે સાથે તુલના કરવા મુદ્દે અભિનેત્રી કંગના રનોતની ટીકા કરી હતી.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X