હાઈ બ્લેક ડ્રેસમાં ગજબ લાગી રહી છે ઉર્વશી રૌતેલા, Pics Viral

હાઈ બ્લેક ડ્રેસમાં ગજબ લાગી રહી છે ઉર્વશી રૌતેલા, Pics Viral

બૉલીવુડ એક્ટ્રેસ અને પૂર્વ મિસ ઈન્ડિયા ઉર્વશી રૌતેલા અવારનવાર પોતાની સ્ટાઈલને લઈ ચર્ચામાં રહેતી હોય છે પરંતુ આ વખતે પોતાની બૉલ્ડ ચોઈસને કારણે તે ચર્ચામાં બની છે. જણાવી દઈએ કે હાલમાં જ થયેલ એક ઈવેન્ટમાં ઉર્વશી રૌતેલા હાઈ સ્લિટ બ્લેક ડ્રેસમાં જોવા મળી. જો કે, અગાઉ વાણી કપૂર અને નુસરત ભરૂચા પણ હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળી હતી, જે જોઈને એવું લાગી રહ્યું છે કે બૉલીવુડમાં ફરી એકવાર હાઈ સ્લિટ ડ્રેસનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે.

બ્લેક ડ્રેસમાં ધમાલ

બ્લેક ડ્રેસમાં ધમાલ

જણાવી દઈએ કે હાલમાં જ એક અવોર્ડ શોમાં ઉર્વશી બ્લેક હાઈ સ્લિટ ડ્રેસમાં જોવા મળી. તેના આ ડ્રેસને અલબિના ઘ્યાલાએ ડિઝાઈન કર્યો છે. ઉર્વશીએ પોતાના આ લુકને સિલ્વર પીપટો હીલ્સ અને ચંકી રિંગ્સ અને બ્રેસ્લેટ સાથે કંપ્લીટ કર્યો. આની સાથે જ તેમણે સ્ટેટમેન્ટ ઈયરિંગ્સ પણ પહેરી છે.

મેકઅપ

જ્યારે પોતાના આ લુકને તેમણે હેવી કોહ્ન ક્લેડ આઈ મેકઅપ કર્યો અને પિંક લિપસ્ટિક મેકઅપ સાથે કંપ્લીટ કરી. આની સાથે જ હાઈ બનન હેરસ્ટાઈલ બનાવડાવી. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ઉર્વશી છેલ્લે ફિલ્મ પાગલપંતીમાં જોવા મળી હતી. આ ફિલ્મમાં તેની સાથે જૉન અબ્રાહમ, અનિલ કપૂર અને અરશદ વારસીએ પણ કામ કર્યું હતું.

અદાનો તડકો

કામણગારી અદાના તડકા સાથે સ્ટાઇલીશ લૂક આપતી ઉર્વશીએ ભલે કોઇ પણ હિટ ફિલ્મ ના આપી હોય પણ તેના દિવાનાઓનું લિસ્ટ તેની ફિલ્મોના લિસ્ટ કરતા ઘણું લાંબુ છે.

બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ

બોલ્ડ એન્ડ બ્યૂટીફૂલ

કાતિલ અદાઓની વાત હોય કે બ્યૂટીફૂલ દેખાવાની, બોલિવૂડમાં કેવી રીતે પોતાની એક અલગ ઇમેજ ઊભી કરવી તે આ નવી ઉભરતી અભિનેત્રીએ શીખી લીધું છે.

બોલ્ડ સ્ટાર

બોલ્ડ સ્ટાર

લાંબા સમયથી બોલીવૂડમાં કોઇ બોલ્ડ અને બ્યૂટીફૂલ અભિનેત્રીની જગ્યા ખાલી છે. લાગે છે કે ઉર્વશી આ જ જગ્યાને ભરવાની કોશિષ કરી રહી છે. અને તેથી પણ વિશેષ તેને કેમેરા સામે હોટ કેમ દેખાવવું તે સારી રીતે આવડે છે.

બોલ્ડ સીન

બોલ્ડ સીન

હેટ સ્ટોરી 4માં ઉર્વશી રૌતેલાએ કેટલાય બોલ્ડ સીન્સ આપ્યા હતા.

ચોંકાવી દીધા

ચોંકાવી દીધા

ઉર્વશી આમ તો બોલ્ડ અવતારમાં જોવા મળી ચૂકી છે પરંતુ હેટ સ્ટોરીમાં તેની બોલ્ડનેસે પણ ચોંકાવી દીધા.

પહાડી હસીના

પહાડી હસીના

ઉર્વશીનો જન્મ 25 ફેબ્રુઆરી 1994ના રોજ ઉત્તરાખંડના કોટદ્વારમાં થયો હતો. તેણે ઉત્તરાખંડથી જ પોતાનો અભ્યાસ પૂરો કર્યો.

15 વર્ષમાં કમાલ

15 વર્ષમાં કમાલ

તે હંમેશાથી શોઝબિઝનો ભાગ બનવા ઈચ્છતી હતી. જેણે માત્ર 15 વર્ષની ઉંમથી જ બ્યૂટી પેજેન્ટ કૉન્ટેસ્ટમાં ભાગ લેવાનું શરૂ કરી દીધું હતું.

ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે ઉર્વશી

ગ્લેમરસ અંદાજ માટે જાણીતી છે ઉર્વશી

ઉર્વશી રૌતેલાએ મોડેલિંગ અને ફેશનની દુનિયાથી ફિલ્મોમાં પગલં ભર્યું. ઉર્વશી પોતાના ગ્લેમરસ અંદાજ માટે ઓળખાય છે. તેમણે ફિલ્મ સિંહ સાહબ ધી ગ્રેટથી બૉલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. તેના નામ પર સનમ રે, હેટ સ્ટોરી 4 અને ગ્રેટ ગ્રાન્ડ મસ્તી જેવી ફિલ્મો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X