
'યે રિશ્તા ક્યા કહેલાતા હે'ની વૈશાલી ઠક્કરની આત્મહત્યા માટે જવાબદાર રાહુલ નવલાની આ રીતે કરતો હતો ટૉર્ચર
'યે રિશ્તા ક્યા કહેલાતા હે' ફેમ અભિનેત્રી વૈશાલી ઠક્કરે રવિવારે બપોરે ગળે ફાંસો ખાઈને આત્મહત્યા કરી દીધી. ટીવી અને ફિલ્મ ઉદ્યોગ જગતના સહુ કોઈ તેના આ પગલાંથી શોકમાં છે. લોકોમાં એ સવાલ ઉઠી રહ્યો છે કે આખરે એવી કઈ મજબૂરી હતી જેના કારણે અભિનેત્રીએ આ પગલુ લેવુ પડ્યુ. પોલીસને મૃતદેહ પાસેથી એક સુસાઈડ નોટ મળી જેમાં રાહુલ નવલાનીનુ નામ લખ્યુ હતુ. ત્યારબાદ પોલીસે આ મામલે બે લોકો રાહુલ નવલાની અને તેની પત્ની દિશા સામે આત્મહત્યા માટે ઉકસાવવાનો કેસ નોંધ્યો છે.

કોણ છે રાહુલ નવલાની
વૈશાલી ઠક્કરની સુસાઈડ નોટની મદદથી હવે ધીમે ધીમે પોલીસ આ કેસનો ભેદ ઉકેલવા પ્રયાસ કરી રહી છે. પોલીસને અભિનેત્રીની એક ડાયરી મળી છે. જેમાં તેના અંગત જીવન વિશે ઘણા મોટા ખુલાસા કરવામાં આવ્યા છે. પોલીસના જણાવ્યા મુજબ રાહુલ નવલાણી નામનો વ્યક્તિ છેલ્લા ઘણા સમયથી વૈશાલી ઠક્કરને હેરાન કરતો હતો. અભિનેત્રીએ તેના પર ઉત્પીડન અને શોષણનો આરોપ પણ લગાવ્યો હતો. હવે વૈશાલીના ભાઈ નીરજ ઠક્કરે મીડિયાને જણાવ્યુ કે રાહુલ નવલાણી કોણ છે.

જીમમાં થઈ હતી મુલાકાત
નીરજ ઠક્કરે જણાવ્યુ કે રાહુલના પિતાનો ઈન્દોરમાં સારો બિઝનેસ છે. રાહુલે કોલેજનો અભ્યાસ કર્યો નથી અને તે 10-12 વર્ષથી અમારી કૉલોની પાસે રહે છે. કોરોના મહામારી દરમિયાન વૈશાલી મુંબઈથી ઈન્દોર પરત આવી હતી ત્યારે આ બંને વચ્ચે વાતચીત શરૂ થઈ હતી. એ બંને ઘણીવાર જીમમાં મળતા હતા.

વૈશાલીને ધમકી આપતો
વૈશાલીના ભાઈ નીરજ ઠક્કરે વધુમાં જણાવ્યુ કે રાહુલ નવલાણી ઘણા સમયથી વૈશાલીને હેરાન કરી રહ્યો હતો. મને આ અંગેવૈશાલીએ પોતે જાણ કરી હતી. જે પછી અમે આ વિશે વાત પણ કરી. અમે વિચાર્યુ કે અમે તેને પરસ્પર ઉકેલી લઈશ. પરંતુ મામલો એટલો વધી ગયો કે તેણે વૈશાલીને તેના ફોટા વિશે ધમકીઓ આપવાનુ શરૂ કરી દીધુ અને તેને કહેવા લાગ્યો કે, તારુ ઘર વસવા નહિ દઉ... લગ્ન નહિ થવા દઉ, વૈશાલીએ ડાયરીમાં રિલેશનશિપ વિશે બધુ લખી રાખ્યુ હતુ.

ધમકીઓથી ત્રાસી ગઈ હતી વૈશાલી
નીરજે એ પણ જણાવ્યુ કે વૈશાલીની જે છોકરા સાથે સગાઈ થઈ હતી તેને રાહુલે મેસજે કર્યો કે આ છોકરી સાથે લગ્ન ન કર અને વૈશાલીને ધમકીઓ આપતો હતો. તેના લગ્નની તૈયારીઓ વચ્ચે તે ધમકીઓ આપતો હતો. વૈશાલી પોતાનુ કામ પતાવીને લગ્ન માટે ઈન્દોર આવી હતી. તેના લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી. આ દરમિયાન રાહુલ તેને હેરાન કરતો હતો. વૈશાલી આ બધાથી કંટાળી ગઈ હતી.

પોલીસને તપાસમાં મળ્યા આ સંકેત
વૈશાલી ઠક્કરે પોતાની ડાયરીમાં ઉલ્લેખ કર્યો છે કે રાહુલ તેને છેલ્લા ઘણા સમયથી હેરાન કરતો હતો. તેની પહેલી સગાઈ તૂટવા પાછળ પણ રાહુલનો હાથ હતો. વળી, પોલીસનુ પણ કહેવુ છે કે અભિનેત્રીની ડાયરી એ તરફ ઈશારે કરે છે કે રાહુલથી તે કંટાળી ગઈ હતી. જેના કારણે વૈશાલીએ આટલુ મોટુ પગલુ લીધુ.