બોલ્ડ કપડા પહેરવા પર ટ્રોલ કરનારાને કરીનાએ આપ્યો જડબાતોડ જવાબ
બોલિવુડ અભિનેત્રી કરીના કપૂરને તેના કપડાં પર સોશિયલ મીડિયા યુઝર્સે ઘણા સવાલો કર્યા અને તેને સલાહ આપી કે એક માએ આવા કપડાં ના પહેરવા જોઈએ. આ બધા ટ્રોલર્સને કરીના કપૂર ખાને જડબાતોડ જવાબ આપ્યો છે.
બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાનની ફિલ્મ વીરે દી વેડિંગ આજે થિયેટરોમાં રિલીઝ થઈ છે. બે વર્ષ બાદ આવેલી કરીનાની આ ફિલ્મના પ્રમોશન દરમિયાન તેને ઘણી મૉમ શેમિંગનો શિકાર થવુ પડ્યુ હતુ. તેના કપડાં પર સોશિયલ મીડિયા યુઝર્સે ઘણા સવાલો કર્યા અને તેને સલાહ આપી કે એક મા એ આ પ્રકારના કપડાં ના પહેરવા જોઈએ. આ બધા ટ્રોલર્સને કરીના કપૂર ખાને જડબાતોડ જવાબ આપ્યો છે.

લોકોએ કર્યુ કરીનાને ‘મૉમ શેમ’
કરીના કપૂરે એ બધા ટ્રોલર્સને જડબાતોડ જવાબ આપ્યો છે જેમણે ફેસનેબલ કપડા પહેરવા માટે તેને ટ્રોલ કરી હતી. ‘ઉડતા પંજાબ' ના બે વર્ષ બાદ કરીનાની ફિલ્મ ‘વીરે દી વેડિંગ' આવી છે. આના પ્રમોશન્સમાં કરીનાનો એક અલગ જ અવતાર જોવા મળ્યો. તે પહેલાની જેમ જ સુંદર અને ફેશનેબલ લાગી રહી હતી પરંતુ કેટલાક લોકોને તે પસંદ ન પડ્યુ. આ લોકોનું કહેવુ હતુ કે કરીના હવે મા બની ચૂકી છે અને એટલા માટે તેને આવા કપડાં શોભા નથી આપતા.

‘એ કપડા પહેરો જેમાં સારા લાગો’
આ બધાને જવાબ આપતા કરીનાએ કહ્યુ, "દરેકે એવા કપડાં પહેરવા જોઈએ જેમાં તે સારા લાગે. મારી સમજમાં એ નથી આવતુ કે મા વાળા કપડા કયા હોય છે. મારી મા મોડર્ન કપડા પહેરે છે અને તે જીન્સ-ટૉપમાં બહુ સારી લાગે છે. મારા સાસુ જીન્સ-ટૉપ અને સાડી બંનેમાં સુંદર લાગે છે. હું એવી જગ્યાએથી આવુ છું જ્યાં મહિલાઓને એ પહેરવા દેવામાં આવે છે જે એ પહેરવા ઈચ્છતી હોય."

‘જ્યારે પ્રેગનેન્ટ હતી, ત્યારે પણ થઈ હતી વાતો’
કરીનાએ આગળ કહ્યુ કે અત્યારે તેને બાળક છે એનો મતલબ એ નહિ કે તે શોર્ટ ડ્રેસ ના પહેરી શકે. જો તમારી પાસે કોઈ કપડાં પહેરવા લાયક શરીર અને આત્મવિશ્વાસ હોય તો તે જરૂર પહેરો. કરીનાએ જણાવ્યુ કે આ પહેલા પણ તેના કપડાં માટે તેને ટ્રોલ કરવામાં આવી છે. "જ્યારે હું પ્રેગનેન્ટ હતી ત્યારે પણ મારા વિશે ખૂબ વાતો થતી હતી. મહિલાઓને તેમના જીવનના વિવિધ પડાવો જીવવા દો."

‘પ્રિયંકા, આલિયા તોડી રહી છે નિયમો’
કરીનાએ ફિલ્મોમાં મહિલાઓના રોલ પર પણ પોતાની વાત કહી. તેણે કહ્યુ, "પહેલા અભિનેત્રીઓને લાગતુ હતુ કે તેમને હંમેશા 25 વર્ષનું દેખાવાનું છે. પછી ભલે તેમની ઉંમર કોઈ પણ હોય. હવે અમે આવી માંગો પર ઝૂકતા નથી. વિદ્યા બાલન, પ્રિયંકા ચોપડા, કંગના રાણાવત અને આલિયા ભટ્ટ આ નિયમોને તોડી રહી છે." કરીનાએ કહ્યુ કે હવે અભિનેત્રીને એ વાતથી ફરક ના પડવો જોઈએ કે કોણ શું કહી રહ્યુ છે.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?








Click it and Unblock the Notifications
