Sameer Khakhar passes away: 'નુક્કડ' સીરિયલના 'ખોપડી' સમીર ખખ્ખરનુ 71 વર્ષની વયે નિધન

સમાચાર મુજબ વરિષ્ઠ અભિનેતા સમીર ખખ્ખરનુ નિધન થઈ ગયુ છે. તેઓ છેલ્લા અમુક દિવસોથી બિમાર હતા.

Sameer Khakhar

Sameer Khakhar passes away: બૉલિવુડમાંથી વધુ એક માઠા સમાચાર મળી રહ્યા છે. સમાચાર મુજબ વરિષ્ઠ અભિનેતા સમીર ખખ્ખરનુ નિધન થઈ ગયુ છે. તેઓ છેલ્લા અમુક દિવસોથી બિમાર હતા. તેઓ નુક્કડ સીરિયલમાં ખોપડીના નામથી ફેમસ થયા હતા. તેઓ 71 વર્ષના હતા અને તેમને ઘણી બીમારીઓ હતી. તેમના નિધન પર ઘણી મોટી હસ્તીઓએ શોક વ્યક્ત કર્યો છે.

સમીરના ઘણા અંગોએ કામ કરવાનુ કરી દીધુ હતુ બંધ

સમીર ખખ્ખરના ભાઈ ગણેશ ખખ્ખરે અભિનેતાના મૃત્યુની પુષ્ટિ કરી છે. તેમણે જણાવ્યુ કે મંગળવારે સવારે તેમને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી હતી. આવી સ્થિતિમાં, તરત જ ડૉક્ટરની સલાહ લેવામાં આવી. મામલાની ગંભીરતા જોઈને તબીબોએ તેમને તાત્કાલિક હૉસ્પિટલ લઈ જવા કહ્યુ. પરિવારના સભ્યો તેમને હૉસ્પિટલ લઈ ગયા અને આઈસીયુમાં દાખલ કરાવ્યા. બુધવારે સવારે લગભગ 4.30 વાગે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તબીબોના જણાવ્યા અનુસાર તેમના ઘણા અંગોએ કામ કરવાનું બંધ કરી દીધુ હતુ. જેના કારણે તેમનું નિધન થયુ હતુ.

ટીવી સીરિયલો અને ફિલ્મોમાં કર્યુ કામ

સમીર 90ના દાયકામાં ઈન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓમાંથી એક હતા. તેમણે પોતાની કારકિર્દીની શરૂઆત દૂરદર્શનની 'નુક્કડ' સીરિયલથી કરી હતી. તેમાં તેમનો રોલ 'ખોપડી'ને ખૂબ પસંદ કરવામાં આવ્યો હતો. આ પછી તેમણે 'સર્કસ'માં કામ કર્યુ. પછી તેમને નવા પ્રોજેક્ટ મળવા લાગ્યા. સમીરે નુક્કડ, શ્રીમાન શ્રીમતી, સર્કસ, સંજીવની, હસી તો ફસી અને પટેલ કી પંજાબી શાદી જેવી સિરિયલોમાં કામ કર્યુ છે. તે 'રખવાલા', 'દિલવાલે', 'રાજા બાબુ', 'પુષ્પક', 'શહેનશાહ' જેવી ઘણી ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા. આ ઉપરાંત સમીરે 'પરિંદા', 'ઈના મીના ડીકા', 'આતંક હી આતંક', 'રિટર્ન ઑફ જ્વેલ થીફ', 'અવ્વલ નંબર', 'પ્યાર દિવાના હોતા હૈ', 'હમ' જેવી ફિલ્મો કરી હતી.

કામ મળવાનુ બંધ થતા અમેરિકા જઈને કરી નોકરી

સમીરના નજીકના મિત્રોના જણાવ્યા મુજબ તે ઘણા સમય પહેલા અમેરિકા શિફ્ટ થઈ ગયા હતા. ત્યાંની ઇન્ડસ્ટ્રીમાં તે જગ્યા ન બનાવી શક્યા તેથી તેમણે ત્યાં જાવા કોડર તરીકે કામ કરવાનું શરૂ કર્યુ. જોકે મંદીના કારણે તેમણે 2008માં નોકરી ગુમાવી દીધી હતી. સમીર અમેરિકામાં નોકરીએ ગયા બાદ ભારત પાછા આવ્યા હતા. આ પછી તેમને બે ગુજરાતી નાટકોમાં કામ મળ્યુ. ધીરે ધીરે, ટીવી અને ફિલ્મોમાં તેમના પ્રોજેક્ટ્સ વધતા ગયા. તેઓ છેલ્લે સલમાન ખાનની ફિલ્મ 'જય હો'માં જોવા મળ્યા હતા. પરિવારના સભ્યોના જણાવ્યા મુજબ તેમની તબિયત ઘણા સમયથી ખરાબ હતી માટે તેમણે ઈન્ડસ્ટ્રીમાં કામ કરવાનુ બંધ કરી દીધુ હતુ. તેઓ છેલ્લે એમેઝોન પ્રાઇમની તાજેતરમાં રિલીઝ થયેલી શ્રેણી 'ફરઝી'માં પણ જોવા મળ્યા હતા.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X