શર્મિલા ટાગોર ફૂડ પૉઇઝનિંગ બાદ હૉસ્પિટલમાં
મુંબઈ, 21 ફેબ્રુઆરી : પોતાના જમાનાના જાણીતા અને જાજરમાન અભિનેત્રી તથા પટૌડી ખાનદાનના પુત્રવધુ શર્મિલા ટાગોરને હૉસ્પિટલમાં દાખલ કરવા પડ્યાં છે. તેમને ફૂડ પૉઇઝનિંગ થઈ ગયું છે અને તેથી તેમને દિલ્હીની નર્સિંગ હૉસ્પિટલમાં દાખલ થવું પડ્યું. શર્મિલા આમ માંદા પડી જતાં પટૌડી ખાનદાનનો કોઈ પણ સભ્ય મંસૂર અલી ખાન પટૌડી મેમોરિયલ લેક્ચરમાં હાજર ન રહી શક્યો કે જેના માટે શર્મિલાને ખૂબ જ દુઃખ છે.

શર્મિલા ટાગોરે જણાવ્યું - મને ખૂબ અફસોસ છે કે હું આ ઇવેન્ટમાં હાજર ન રહી શકી. હું શું કરૂં? મને ફૂડ પૉઇઝનિંગ થઈ ગયું હતું. તેથી મારી હાલત એટલી બગડી ગઈ હતી કે મારે હૉસ્પિટલમાં દાખલ થવુ પડ્યું.
શર્મિલા ટાગોરે જણાવ્યું - આને સંજોગો કહો કે પછી બીજું કંઈ, કારણ કે મારા ત્રણે સંતાનો પણ આ ઇવેન્ટમાં ભાગ ન લઈ શક્યાં. સૈફ અલી ખાન બુલેટ રાજાના શૂટિંગ, સોહા અલી ખાન સાહેબ બીવી ઔર ગૅંગસ્ટર રિટર્ન્સના પ્રમોશન તથા સબા અલી ખાન ઇવેન્ટમાં મશરૂફ હતાં. તેથી અમારા પરિવારનો કોઈ પણ સભ્ય આ ઈવેન્ટે પહોંચી શક્યો નહીં.
નોંધનીય છે કે ભારતીય ક્રિકેક કંટ્રોલ બોર્ડ એટલે કે બીસીસીઆઈએ જ્યારે લેક્ચર શરૂ કરવાની જાહેરાતમાં વિલમ્બ કર્યો હતો, ત્યારે શર્મિલા ટાગોરે જ શ્રીનિવાસનને પત્ર લખી લેક્ચરની માંગણી કરી હતી, પરંતુ તેઓ પોતે જ આ સમારંભમાં પહોંચી ન શક્યાં. આ લેક્ચર દર વર્ષે યોજાય છે કે જેને નવાબ મંસૂર અલી ખાન સંબોધિત કરતા હતાં, પરંતુ તેમના ગયાં પછી આ જવાબદારી શર્મિલા ટાગોર પર છે.












Click it and Unblock the Notifications
