'આનંદ'માં અમિતાભ સાથે જોવા મળેલ સુમિતા સાન્યાલનું મૃત્યુ

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડ અને ખાસ કરીને બંગાળી ફિલ્મોમાં લોકપ્રિય એવા એક્ટ્રેસ સુમિતા સાન્યાલનું 71 વર્ષની ઉંમરે નિધન થયું હતું. રવિવારે હાર્ટ એટેક આવવાને કારણે તેમનું મૃત્યુ થયું હતું. અમિતાભ બચ્ચન અને રાજેશ ખન્ના સ્ટારર ફિલ્મ 'આનંદ'માં અમિતાભ બચ્ચનની પ્રેમિકાનું પાત્ર સુમિતાએ ભજવ્યું હતું. આ સિવાય તેઓ 'ગુડ્ડી', 'આશીર્વાદ' અને 'મેરે સપને' જેવી ફિલ્મોમાં પણ જોવા મળ્યા હતા.

amitabh bachchan sumita sanyal

સુમિતા સાન્યાલના લગ્ન ફિલ્મ ડાયરેક્ટર સુબોધ રાય સાથે થયા હતા. તેમનો એક પુત્ર પણ છે, જે બંગાળી ફિલ્મોમાં એક્ટર છે. સુમિતાએ અનેક બંગાળી ફિલ્મોમાં કામ કર્યું હતું. તેમની એક બંગાળી ફિલ્મ 'સગીના મહતો'માં તેમના કો-સ્ટાર હતા દિલીપ કુમાર. આ સિવાય ફિલ્મ 'કુહેલી'માં તેઓ લીડ રોલમાં જોવા મળ્યાં હતા અને તેમના કો-સ્ટાર હતા વિશ્વજીત અને સંધ્યા રૉય.

સુમિતા સાન્યાલના નિધન પર પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પણ દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે ટ્વીટ કરી એક્ટ્રેસ સુમિતા સાન્યાલની આત્માની શાંતિ અંગે પ્રાર્થના કરી હતી. આ સિવાય અનેક બંગાળી ફિલ્મના કલાકારોએ ટ્વીટ કરી આ લોકપ્રિય એક્ટ્રેસના મૃત્યુ પર દુઃખ વ્યક્ત કર્યું છે.

English summary
Veteran actress Sumita Sanyal passes away at the age of 71.
Please Wait while comments are loading...