વિયાનને ઘરે એકલો મૂકવો નથી ગમતું : શિલ્પા
મુંબઈ, 6 ડિસેમ્બર : બૉલીવુડ અભિનેત્રી અને વ્યવસાયી રાજ કુન્દ્રાના પત્ની શિલ્પા શેટ્ટી કહે છે કે તેમનો પુત્ર વિયાન એક સ્ટાર છે. તાજેતરમાં જ રાજ કુન્દ્રા સાથે લગ્નની ચોથી વર્ષગાંઠ ઉજવનાર શિલ્પાએ જણાવ્યું કે તેઓને પુત્ર વિયાનને ઘરમાં એકલા મૂકતા સારૂ નથી લાગતું, પરંતુ શું કરી શકાય.

સોળ વરસની વયમાં મૉડેલિંગથી કૅરિયર શરૂ કરનાર શિલ્પા શેટ્ટીની પ્રથમ બૉલીવુડ ફિલ્મ શાહરુખ ખાન અને કાજોલ અભિનીત બાઝીગર હતી કે જે 1993માં આવી હતી. યૂટીવી સ્ટાર્સના શો બ્રેકફાસ્ટ ટુ ડિનરમાં વાતચીત કરતાં શિલ્પાએ જણાવ્યું - અમારી લવ સ્ટોરીમાં બધુ ફિલ્મી છે. આ એપિસોડ રવિવારે પ્રસારિત થશે.












Click it and Unblock the Notifications
