કેટરિના સાથે સગાઈ મુદ્દે વિક્કી કૌશલે ચુપ્પી તોડી, આ સમયે કરશે સગાઈ!
બોલિવૂડ અભિનેતા વિક્કી કૌશલ પોતાની ફિલ્મોથી જોતા જોતા જ મોટા સ્ટાર્સની યાદીમાં સામેલ થઈ ગયો છે. ઉરી પછી લોકોની પસંદ બનનાર વિક્કીનું સ્ટારડમ હાઈ થઈ ગયું છે.
મુંબઈ, 17 ઓક્ટોબર : બોલિવૂડ અભિનેતા વિક્કી કૌશલ પોતાની ફિલ્મોથી જોતા જોતા જ મોટા સ્ટાર્સની યાદીમાં સામેલ થઈ ગયો છે. ઉરી પછી લોકોની પસંદ બનનાર વિક્કીનું સ્ટારડમ હાઈ થઈ ગયું છે. હાલ વિક્કી કૌશલ તેની ફિલ્મ સરદાર ઉધમને લઈને ચર્ચામાં છે, જે 16 ઓક્ટોબરે રિલીઝ થઈ હતી. ફિલ્મમાં શાનદાર અભિનય માટે તેની ખૂબ પ્રશંસા થઈ રહી છે. આ રીતે જોઈએ તો વિકી હવે બોલિવુડમાં સારી સ્થિતિમાં પહોંચી ગયો છે. બીજી તરફ ચાહકો માટે વધુ એક સારા સમાચાર છે.

કેટરિના સાથે ટૂંક સમયમાં સગાઈ કરી શકે છે
જો મીડિયા અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, વિકી કૌશલ ટૂંક સમયમાં તેની ગર્લફ્રેન્ડ કેટરીના કૈફ સાથે સગાઈ કરી શકે છે. 16 ઓક્ટોબરે ફિલ્મ રિલીઝ થઈ ત્યારથી તેને ઈન્ડસ્ટ્રી અને ફેન્સ તરફથી ઘણી પ્રશંસા મળી રહી છે. આ દરમિયાન ફિલ્મના પ્રમોશનમાં વ્યસ્ત વિક્કી કૌશલે તેની અંગત બાબતોને પણ શેર કરી હતી. કેટરિના કૈફ સાથેના તેના સબંધોને લઈને તેને ખુલીને વાત કરી હતી.

વિક્કી કૌશલનો ખુલાસો
તાજેતરના એક ઇન્ટરવ્યૂમાં વિકી કૌશલને તેની સગાઈની અફવાઓ વિશે પૂછવામાં આવ્યું હતું, જે થોડા અઠવાડિયા પહેલા સોશિયલ મીડિયા પર આગની જેમ ફેલાઈ હતી. તેણે આપેલા જવાબથી ફેન્સમાં ઉત્સાહનો માહોલ છે. ETimes સાથેની વાતચીત દરમિયાન વિકીને પૂછવામાં આવ્યું કે, તમારી સગાઈના સમાચારથી સોશિયલ મીડિયા પર હંગામો છે. તમે ક્યારે સગાઈ કરી રહ્યા છો?

હું જલ્દી સગાઈ કરીશ-વિક્કિ કૌશલ
આ સવાલ પર હસતા હસતા વિક્કિએ કહ્યું કે, આ સમાચાર તમારા મિત્રો દ્વારા જ ફેલાવવામાં આવ્યા છે. જ્યારે યોગ્ય સમય આવશે ત્યારે હું જલ્દી જ સગાઈ કરીશ. તેનો સમય પણ આવશે. જોકે તે સ્પષ્ટ નથી કે કેટરિના અને વિકી સાથે મળીને તેમના ભવિષ્યની શું યોજના બનાવી રહ્યા છે? અગાઉ અટકળો હતી કે વિકી અને કેટરિના ટૂંક સમયમાં સગાઈ કરવા જઈ રહ્યા છે. આ સમાચાર આગની જેન સોશિયલ મીડિયા પર ફેલાઈ હતી. જો કે, તેના ભાઈ સની કૌશલે આ વાતને રદિયો આપ્યો હતો.

કેટરિના સરદાર ઉધમના સ્ક્રીનીંગમાં જોવા મળી
વિક્કી કૌશલ અને કેટરીના કૈફ વચ્ચે અફેરના સમાચાર અંબાણીની હોળી પાર્ટી બાદ ચર્ચામાં આવ્યા હતા. આ પછી બંને ઘણી વખત સાથે જોવા મળ્યા હતા. શુક્રવારે વિક્કી કૌશલની ફિલ્મ સરદાર ઉધમનું સ્ક્રીનિંગ યોજાયું હતું, જેમાં કેટરિના કૈફે પણ હાજરી આપી હતી. અગાઉ અનિલ કપૂરના પુત્ર હર્ષવર્ધન કપૂરે પણ એક ટોક શોમાં પુષ્ટિ કરી હતી કે વિકી કૌશલ અને કેટરિના કૈફ એકબીજાને ડેટ કરી રહ્યા છે.
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
