'પિંક' સ્ત્રીઓના અંતરનો અવાજ છે: અમિતાભ બચ્ચન

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડના મહાનાયક અમિતાભ બચ્ચનને હાલમાં જ 'સ્ટારડસ્ટ વ્યૂઅર્સ ચોઇસ બેસ્ટ એક્ટર એવોર્ડ' મળ્યો છે. અમિતાભ બચ્ચને આ એવોર્ડ મળવાની ખુશી વ્યક્ત કરી છે. તેમણે કહ્યું કે, ફિલ્મ 'પિંક' દેશની મહિલાનું મન જીતવામાં સફળ રહી, 'પિંક' સ્ત્રીઓના અંતરનો અવાજ છે. આ ફિલ્મનો સંદેશ સીધો દેશની મહિલાઓના અંતર સુધી પહોંચ્યો છે.

amitabh bachchan

તેમણે આગળ જણાવ્યું કે, "આ ફિલ્મ બધા માટે છે. મેં કીધું હતું કે આપણે આપણી દિકરીઓની રિસ્પેક્ટ કરવી જોઇએ. આ ફિલ્મ થકી અમે જે સંદેશ આપવા માંગતા હતા તે આખા દેશ સુધી પહોંચ્યો છે."

અમિતાભ બચ્ચને પોતાના ટ્વીટર હેન્ડલ પર પણ આ અંગે ટ્વીટ કર્યું હતું.

આ ફિલ્મમાં બિગ બીએ વકીલનું પાત્ર ભજવ્યું હતું. તેમની સાથે ફિલ્મમાં તાપસી પન્નૂ, કીર્તિ કુલ્હારી, અંગદ બેદી અને એંડ્રિયા તરાંગ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા હતા. અમિતાભ બચ્ચનની આગામી ફિલ્મ છે સરકાર 3.

અહીં વાંચો - ઇન્દિરા ગાંધી પર મધુર ભંડારકર બનાવી રહ્યાં છે ફિલ્મ!

English summary
Victory run of Pink makes Amitabh Bachchan proud.
Please Wait while comments are loading...