ઇન્દિરા ગાંધી પર બનવા જઇ રહી છે ફિલ્મ!!

Written By:
Subscribe to Oneindia News

બોલિવૂડ ડિરેક્ટર મધુર ભંડારકર સત્યઘટના પરથી પ્રેરિત ફિલ્મો બનાવવા માટે જાણીતા છે. 'પેજ 3', 'ફેશન' અને 'હિરોઇન' જેવી તેમની ફિલ્મો ખૂબ વખણાયી હતી અને આ ફિલ્મોને કારણે જ તેમને ઇન્ડસ્ટ્રીમાં એક અલગ સ્થાન મળ્યું.

હવે તે ઇન્દિરા ગાંધી પર ફિલ્મ બનાવવા જઇ રહ્યાં છે, જેનું નામ આપવામાં આવ્યું છે 'ઇન્દુ સરકાર'. આ ફિલ્મ ઇન્દિરા ગાંધીની સરકાર દરમિયાન વર્ષ 1975માં દેશમાં સર્જાયેલી કટોકટીની પરિસ્થિતિ પર આધારિત હોવાનું કહેવાય છે. આ ફિલ્મનું શૂટિંગ આજથી શરૂ થયું છે અને ડિરેક્ટર મધુર ભંડારકરે જાતે જ આ માહિતી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર પોસ્ટ કરી છે. સાથે આ ફિલ્મનું ટિઝર પોસ્ટર પણ મુક્યું છે.

ઉપલબ્ધ માહિતી મુજબ આ ફિલ્મમાં 'પિંક' ફેમ અભિનેત્રી કિર્તી કુલ્હારી અને નીલ નિતિન મુકેશ લીડ રોલમાં જોવા મળશે. નીલ નિતિન મકેશનું પાત્ર સંજય ગાંધી પરથી પ્રેરિત હોવાનું કહેવાઇ રહ્યું છે.

અહીં વાંચો - કંગનાને જાગ્યા માં બનવાના અભરખા

niel kirti

આ પહેલાં મધુર ભંડારકર આ ફિલ્મની પ્રિપેરેશન માટે તથા વાર્તાની ઓથેન્ટિસિટી પાકી કરવા માટે અનેક લોકોની મુલાકાતે ગયા હતા. આ દરમિયાન તેઓ સુબ્રમણ્યમ સ્વામીને પણ મળ્યા હતા તથા તે સમયની કટોકટીની પરિસ્થિતિ અંગે પણ વાતચીત કરી હતી. ફિલ્મના નામમાં જે રીતે શબ્દ 'ઇન્દુ'નો ઉપયોગ કરવામાં આવ્યો છે, તેને જોતાં લાગે છે કે આ ફિલ્મને શ્રી ઇન્દિરા ગાંધીની જીવનકથા સાથે ડિરેક્ટ કનેક્શન ન પણ હોય!

English summary
The film is touted to be a drama revolving around the Emergency invoked by the Indira Gandhi-led government in 1975.
Please Wait while comments are loading...