અમિતાભ બચ્ચનની પૌત્રીની ચાલ જોઈ ગુસ્સે થયા લોકો, Videoમાં જુઓ કારણ
હવે આરાધ્યા એક કારણસર લોકોના નિશાના પર આવી ગઈ છે. તેને લોકો જોરદાર ટ્રોલ કરી રહ્યા છે.
નવી દિલ્લીઃ બૉલિવુડ સ્ટાર કિડ્ઝ પણ જન્મ બાદથી જ ખૂબ લાઈમલાઈટમાં રહે છે. બૉલિવુડ સુપરસ્ટાર અમિતાભ બચ્ચનની પૌત્રી આરાધ્યા બચ્ચન પણ એ બાળકોમાં શામેલ છે પરંતુ હવે આરાધ્યા એક કારણસર લોકોના નિશાના પર આવી ગઈ છે. તેને લોકો જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. આવો, જાણીએ શું છે સમગ્ર મામલો.

ઐશ્વર્યા રાય દીકરી આરાધ્યા બચ્ચન સાથે થઈ સ્પૉટ
વાસ્તવમાં ઐશ્વર્યા રાય બચ્ચન અને અભિષેક બચ્ચન પોતાની દીકરી આરાધ્યાનો બર્થડે મનાવવા માલદીવ ગયા હતા. ત્યાંથી પાછા આવતી વખતે ઐશ્વર્યા રાય પોતાની દીકરી આરાધ્યા બચ્ચન સાથે સ્પૉટ થઈ. એ વખતે આરાધ્યાની એક હરકતના કારણે આ વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

કેમેરાને જોઈને આરાધ્યાની બદલાઈ ગઈ ચાલ
એરપોર્ટ પર 10 વર્ષની આરાધ્યાને જોઈને લોકો તેને બર્થડે વિશ કરે છે પરંતુ આરાધ્યા તેમને રિસ્પૉન્સ કરવાના બદલે કેમેરાને જોઈને એ રીતે કમર મટકાવીને જતી રહે છે જાણે કોઈ મૉડલ હોય.
લોકોને ના ગમી આરાધ્યાની ચાલ
આરાધ્યા આ વીડિયોમાં પોતાની મા ઐશ્વર્યાનો હાથ પકડેલી દેખાઈ રહી છે. જો કે ઐશ્વર્યા પોતાની દીકરીને લઈને ઓવર પ્રોટેક્ટીવ છે જેના કારણે ટ્રોલ થતી રહે છે પરંતુ આ વખતે તેની દીકરી આરાધ્યાએ પોતાની ચાલના કારણે લોકોનુ ધ્યાન ખેંચ્યુ છે કારણકે લોકોને તેની ચાલ ગમી નથી.

કમર મટકાવીને ચાલતી દેખાઈ
ઐશ્વર્યા રાય સાથે ચાલતા-ચાલતા આરાધ્યા કમર મટકાવીને ચાલે છે. મા-દીકરી બ્લેક આઉટફીટમાં જોવા મળી રહ્યા છે અને તેમની પાછળ અભિષેક પણ દેખાઈ રહ્યા છે. પહેલા તો આરાધ્યા નૉર્મલ ચાલી રહી હતી પરંતુ જેવુ કેમેરાએ તેના પર ફોકસ કર્યુ તે કમર હલાવીને મટકીને ચાલવા લાગી.

આટલુ મટકવુ હતુ તો માનો હાથ છોડી દેતી
આરાધ્યાની ચાલ જોઈને લોકો ઐશ્વર્યાને પણ ટ્રોલ કરી રહ્યા છે. એકે લખ્યુ આના પગમાં કોઈ પ્રોબ્લેમ છે કે આ જાણીજોઈને મટકીને ચાલી રહી છે. એકે લખ્યુ કે બચ્ચનના ઘરમાં પેદા થઈ છે એટલે ચાલ બદલાઈ ગઈ. ઐશ્વર્યાને ટ્રોલ કરીને એક યુઝરે લખ્યુ - અરે એનો હાથ ક્યારેક તો છોડી દો, એ રીતે પકડી રાખ્યો છે જાણે ક્યાંક ગુમ થઈ જશે. એકે લખ્યુ કે આટલુ મટકવુ હતુ તો માનો હાથ છોડી દેવોતો. વળી, અમુક યુઝર્સે આરાધ્યાની ફેવર કરીને તેને ટ્રોલ કરનારાઓનો ક્લાસ લઈ લીધો.












Click it and Unblock the Notifications
