VIDEO: બિગ બીના કંઠે સાંભળો રાષ્ટ્રગીત, ટાગોરને શ્રદ્ધાંજલિ
આ ગણતંત્ર દિવસ પર આપણને અમિતાભ બચ્ચનના અવાજમાં પણ રાષ્ટ્રગાન સાંભળવા મળ્યું. આ વીડિયોને કોલકાતામાં કવિ રવિન્દ્રનાથ ટાગોરના નિવાસસ્થાને ફિલ્માવવામાં આવ્યું છે. બિગ બીના કોલકાતામાં કવિ રવિન્દ્રનાથ ટાગોરના રહેઠાણ પર જણાવ્યું હતું કે તેમણે ટાગોર દ્વારા રચિત રાષ્ટ્રગાનને તેમના રહેઠાણના સ્થળે શૂટ કરવામાં આવેલ એક વીડિયોમાં ગાયું છે અને આ વીડિયો 26 જાન્યુઆરીના રોજ ટેલીવિઝન, રેડિયો અને થિયેટરમાં પ્રસારિત કરવામાં આવ્યું.

અમિતાભે ઉત્તરી કોલકાતામાં ટાગોરના પૈતૃક રહેઠાણમાં પગ મૂકતા જણાવ્યું કે તેઓ મહાન સાહિત્યકારના કાયલ છે. નોંધનીય છે કે, આ વીડિયો અમિતાભ બચ્ચનના ચાહનારાઓ માટે એક ભેંટરૂપ બની રહેશે. વીડિયોમાં અમિતાભ સફેદ કૂર્તા-પાયજામામાં દેખાઇ રહ્યા છે.
વીડિયોની વાત કરીએ તો અમિતાભ બચ્ચને જણાવ્યું કે આ મારા માટે સ્વર્ગ સમાન છે... જ્યારે અમે ભારતના મહાન સપૂત બંગાળ રહેવાસી ટાગોરના ઘરે અને ઓરડામાં પ્રવેશ કરીએ છીએ. અમિતાભે જણાવ્યું કે રવીન્દ્રનાથ ટાગોર રચિત તેમનું ગાયેલું ગીત 26 જાન્યુઆરીના રોજ થિયેટરમાં જારી થશે અને તમામ ટેલિવિઝન સ્ટેશનો, રેડિયો સ્ટેશનો પર પ્રસારિત કરવામાં આવશે.
બિગ બીના કંઠે સાંભળો રાષ્ટ્રગીત..












Click it and Unblock the Notifications
