Video : મહેશ બાબુની દિકરીના લુંગી ડાન્સે લોકોના દિવ જીત્યા, જુઓ વીડિયો
સાઉથના સુપર સ્ટાર મહેશ બાબુની ભારતમાં મોટી ફેન ફોલોઈંગ છે. મહેશ બાબુ સાથે સાથે તેની હવે મહેશ બાબુની દિકરી પણ ખુબ જ લોકપ્રિ થઈ રહી છે.
મહેશ બાબુની પુત્રી સિતારા અવારનવાર સોશિયલ મીડિયા પર છવાયલી રહે છે. મહેશ બાબુ અને તેની પ્રિય પુત્રીનું બોન્ડિંગ પણ ખૂબ જ ક્યૂટ છે.

આ દરમિયાન સિતારાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આ લેટેસ્ટ વીડિયોમાં સિતારા જોરદાર ડાન્સ કરતી જોવા મળી રહી છે.
સિતારાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર તેનો એક ડાન્સ વીડિયો શેર કર્યો છે. આ વીડિયોમાં તેણે તેના પિતા મહેશ બાબુને પણ ટેગ કર્યા છે. વીડિયોમાં સિતારા તેના પિતાના ગીત પર લુંગી પહેરીને ખૂબ જ મજેદાર અને દમદાર ડાન્સ કરતી જોવા મળે છે. તેના મૂવ્સ અને સ્ટેપ્સ અદ્ભુત છે.
આ વીડિયો શેર કરતા સિતારાએ કેપ્શનમાં લખ્યું આ ફક્ત તમારા માટે છે. સિતારાના આ ડાન્સ વીડિયોને જોઈને તેની માતા નમ્રતા શિરોડકરે પણ પ્રતિક્રિયા આપી છે. પોતાની દીકરીના વીડિયો પર કોમેન્ટ કરતાં તેણે લખ્યું- તું સૌથી શ્રેષ્ઠ છો માય ફાયર ક્રેકર.
વીડિયોમાં જોઈ શકાય છે કે સિતારાએ સફેદ રંગનો શર્ટ પહેર્યો છે. આ સાથે તેણે સાઉથ સ્ટાઈલની લુંગી પણ પહેરી છે અને પગમાં સફેદ સ્નીકર્સ પહેર્યા છે. સિતારા આ દમદાર લુકમાં ખૂબ જ સરસ લાગી રહી છે. લોકો પણ આ વીડિયો પર પોતાનો પ્રેમ વરસાવી રહ્યા છે અને ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.












Click it and Unblock the Notifications
