Video : બ્રેકઅપના સમાચારો વચ્ચે વ્હાઈટ આઉટફિટમાં આગ લગાવતી જોવા મળી મલાઈકા અરોરા, જુઓ ફોટો
બોલિવૂડની ફેશન ક્વિન મલાઈકા અરોરા આ દિવસોમાં સોશિયલ મીડિયા પર આગ લગાવતી રહે છે. મલાઈકા અરોરા તેની ફેશન સેન્સથી મહેફિલ લૂંટવાનો એકેય મોકો નથી છોડતી ત્યારે હવે તેને ફરીથી સોશિયલ મીડિયા પર આગ લગાવી છે.
મલાઈકા અરોરા જ્યારે પણ કોઈ પાર્ટી કે ઈવેન્ટમાં જોવા મળે છે ત્યારે તેની સુંદરતા અને બોલ્ડ સ્ટાઈલની ખુબ ચર્ચા થાય છે. હાલમાં જ મલાઈકા અરોરા એક ઈવેન્ટમાં કેમેરામાં કેદ થઈ હતી. આ ઇવેન્ટમાં મલાઈકાની સુંદરતાએ લોકોને દિવાના બનાવ્યા હતા.

મલાઈકા અરોરા આ દિવસોમાં તેની પર્શનલ લાઈફ અને ફેશનને લઈને ચર્ચામાં છે. આ ઉંમરે પણ અભિનેત્રીએ પોતાની જાતને એટલી ફિટ રાખી છે કે તેની ફેન ફોલોઈંગ નવી અભિનેત્રીઓ કરતા પણ વધારે છે.
મલાઈકા અરોરા હાલમાં જ એક ઈવેન્ટમાં જોવા મળી હતી. અહીં મલાઈકા ફરીથી તેની બોલ્ડ સ્ટાઈલને કારણે ચર્ચામાં આવી છે. અહીં મલાઈકા અરોરા એકદમ રિવીલિંગ ડ્રેસમાં જોવા મળી હતી અને કેમેરા સામે બોલ્ડ પોઝ આપતી જોવા મળી હતી. અહીં મલાઈકાએ તેના કર્વી ફિગરને શાનદાર રીતે ફ્લોન્ટ કર્યુ હતુ.
હવે અહીંથી મલાઈકા અરોરાના બોલ્ડ ફોટો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. મલાઈકા અરોરાની આ તસવીરો પર ફેન્સ પ્રતિક્રિયા આપી રહ્યા છે. ફેન્સ મલાઈકાની સુંદરતાના વખાણ કરી રહ્યા છે.
જણાવી દઈએ કે, આ દિવસોમાં મલાઈકા અરોરા અને અર્જૂન કપૂરના બ્રેકઅપના સમાચાર વહેતા થયા છે. જ્યાર આ બ્રેકઅપના સમાચાર સામે આવ્યા છે ત્યારથી મલાઈકા અરોરા પોતાની સ્ટાઈલને લઈને દરરોજ સમાચારોમાં રહે છે.












Click it and Unblock the Notifications
