Video : નોરા ફતેહીનો બોલ્ડ ડાન્સ જોઈને લોકો ભડક્યા, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
Nora Fatehi Dance Video : બોલિવૂડની બોલ્ડ અદાકારા અને ફેમસ ડાન્સર નોરા ફતેહી તેના ડાન્સ માટે જાણીતી છે. નોરાના ડાન્સના લોકો દિવાના છે.
નોરા ફતેહી ઘણા સોંગ સાથે સાથે રિયાલિટી શોને પણ જજ કરી રહી છે. અહીં નોરા ફતેહી તેની ફેશન સેન્સ અને ડાન્સને લઈને ચર્ચામાં રહે છે.

હવે નોરા ફતેહીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો એક રિયાલિટી શોનો છે. જેમાં નોરા ફતેહી તેના ડાન્સનો જાદુ ચલાવતી જોવા મળે છે. જો કે કેટલાક લોકોને તેનો સ્ટંટ પસંદ નથી આવ્યો.
આ વાયરલ વીડિયોમાં નોરા ફતેહી નાચ મેરી રાની ગીત પર જોરદાર ડાન્સ કરી રહી છે. આ દરમિયાન તેની સાથે અન્ય ઘણા છોકરાઓ ડાન્સ કરતા જોઈ શકાય છે. ડાન્સ કરતી વખતે નોરા ફતેહીના હાથમાં પાણીની બોટલ પણ છે. ડાન્સ કરતી વખતે નોરા ફતેહી પોતાના પર પાણીની બોટલ રેડે છે.
આ જોઈને ઘણા લોકોને આશ્ચર્ય થાય છે અને જજની સીટ પર બેઠેલા તમામ લોકો ચોંકી જાય છે. નોરા ફતેહીનો આ ડાન્સ જોયા પછી લોકોની પ્રતિક્રિયા આવી રહી છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે અને લોકો વીડિયો પર જોરદાર કમેન્ટ કરી રહ્યાં છે.
વાયરલ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, આ શો ઘટિયા છે અને ફેમિલી-ફ્રેન્ડલી બિલકુલ નથી. અન્ય એકે લખ્યુ કે તે બોલિવૂડની સૌથી ગંદી ડાન્સિંગ હિરોઈન લાગે છે. અન્ય એક યુઝરે કોમેન્ટ કરતાં લખ્યું કે નોરા ફતેહી વોટરપ્રૂફ ડ્રેસની જાહેરાત કરી રહી છે.












Click it and Unblock the Notifications
