Video : કેમેરા સામે જ સુષ્મિતા સેનની બોયફ્રેન્ડ સાથે ગંદી હરકત, વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ
બોલિવૂડની જાણીતી અભિનેત્રી સુષ્મિતા સેન તેની બોલ્ડ અને ગ્લેમર અદાઓ તેમજ અંગત લાઈફને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે. હવે સુષ્મિતા સેન બીજા એક કારણે ટ્રોલના નિશાને ચડી છે.
હાલમાં આમિર ખાનની દીકરી ઈરા ખાન અને નુપુર શિખરેના વેડિંગ રિસેપ્શન પાર્ટીનું આયોજન કરાયું હતુ. અહીંથી જ બોલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેનનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

સુષ્મિતા સેન તેના કથિત બોયફ્રેન્ડ રોહમન શૉલ અને પુત્રી રેની સેન સાથે ઇરા ખાન અને નુપુર શિખરેના વેડિંગ રિસેપ્શનમાં પહોંચી હતી. અહીં તે બ્લેક સાડીમાં કમાલ લાગી હતી. તેની સાથે રોહમને પણ બ્લેક મેચિંગ આઉટફિટ પહેર્યો હતો.
સુષ્મિતા સેન અને રોહમન શૉલના આ વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે તેનો બોયફ્રેન્ડ તેની સાથે ફોટો ક્લિક કરાવવા માટે આવે છે, સુષ્મિતાએ ના પાડી દીધી અને તેને દીકરી સાથે પોઝ આપવા કહ્યું. એવું લાગે છે કે અભિનેત્રીને તેના બોયફ્રેન્ડ સાથે ફોટા ક્લિક કરવામાં રસ નહોતો.
વીડિયોમાં સુષ્મિતાએ હસીને તેની દીકરી તરફ ઈશારો કર્યો અને રોહમનને તેની સાથેનો ફોટો ક્લિક કરવા કહ્યું. આ દરમિયાન રોહમને કંઈપણ બોલ્યા વિના તેની વિનંતી સ્વીકારી લીધી. જો કે નેટીઝન્સને સુષ્મિતાનું તેના બોયફ્રેન્ડ પ્રત્યેનું આ વલણ પસંદ ન આવ્યું ખરાબ રીતે ટ્રોલ કરવા લાગ્યા.
સુષ્મિતા સેનના વાયરલ વીડિયો પર કોમેન્ટ કરતાં એક યુઝરે લખ્યું કે, એ તમારો બોયફ્રેન્ડ છે, તમારો બોડીગાર્ડ નથી. અન્ય એક યુઝરે લખ્યું કે, પોતાના બોયફ્રેન્ડ સાથે આ રીતે કેમ વાત કરી રહી છે? અન્ય એકે લખ્યું કે, લલિત મોદી ક્યાં ગયા?
લોકો આવી કમેન્ટ કરીને સુષ્મિતાને જોરદાર ટ્રોલ કરી રહ્યા છે. હાલમાં અભિનેત્રીનો આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.












Click it and Unblock the Notifications
