સારા અલી ખાન અને શુભમન ગિલ એકસાથે પકડાયા હોટલમાં, Viral Videoએ ખોલી રિલેશનની સચ્ચાઈ

અફવાઓ વચ્ચે સારા અલી ખાન અને શુભમન ગિલનો એક વીડિયો સામે આવ્યો છે જેના લીધે તેમના રિલેશનની અટકળોએ જોર પકડ્યુ છે.

સારા અલી ખાન ખૂબ જ ટૂંકા સમયમાં બૉલિવુડની લોકપ્રિય અભિનેત્રી બની ચૂકી છે. તે પોતાની ફેશન સેંસ માટે તો ક્યારેક ફોટા માટે ચર્ચામાં રહે છે. હાલમાં તે લવ અફેર માટે સમાચારોમાં છે. છેલ્લા થોડા સમયથી સમાચારો આવી રહ્યા છે કે સારા અલી ખાન ક્રિકેટર શુભમન ગિલને ડેટ કરી રહી છે. આ અફવાઓ વચ્ચે અભિનેત્રીનો એક વીડિયો સામે આવ્યો છે જેના લીધે તેમના રિલેશનની અટકળોએ જોર પકડ્યુ છે.

સારા અલી ખાન અને શુભમન ગિલ દેખાયા એકસાથે

સારા અલી ખાન અને શુભમન ગિલ દેખાયા એકસાથે

સારા અલી ખાન અને તેના કથિત બૉયફ્રેન્ડ શુભમન ગિલનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેના કારણે ફરી એકવાર બંનેના સંબંધોને લઈને ચર્ચા શરૂ થઈ ગઈ છે. વાસ્તવમાં સારા અલી ખાન અને શુભમન ગિલના બે વીડિયો સામે આવ્યા છે. પહેલા વીડિયોમાં સારા અને શુભમન એક હોટલની બહાર ફરતા જોવા મળ્યા હતા. આ પછી બંને ફ્લાઈટમાં એકબીજાની બાજુમાં બેઠેલા જોવા મળ્યા હતા.

હોટલમાંથી સાથે બહાર નીકળ્યા

પહેલા વીડિયોમાં સારા અલી ખાનને ગુલાબી ટેન્ક ટૉપ અને સફેદ જોગર્સ પહેરીને હોટલની લૉબીમાંથી બહાર નીકળતી જોઈ શકાય છે. તે બહાર આવી ત્યારે તેની પાછળ અન્ય એક માણસ ચાલી રહ્યો હતો. અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે તે શુભમન ગિલ છે. આ પછી,આગામી વીડિયોમાં સારા અલી ખાન એ જ વ્યક્તિ સાથે પ્લેનમાં બેઠેલી જોઈ શકાય છે.

ફ્લાઈટમાં દેખાયા સાથે

બીજા એક વીડિયોમાં સારા ફ્લાઇટમાં ફેન્સ સાથે સેલ્ફી લેતી જોવા મળી હતી. જે પછી તે તરત જ તેની સીટ પર જાય છે અને તે કોઈની સાથે બેસે છે જે વીડિયોમાં દેખાતુ નથી પરંતુ અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે કે તે વ્યક્તિ પણ શુભમન ગિલ જેવો છે.

વીડિયો થયો વાયરલ

તમને જણાવી દઈએ કે સારા અલી ખાન અને શુભમન ગિલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. તેના પર ફેન્સ અલગ-અલગ પ્રકારની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યુ, 'હા, તે એ જ છે. તેથી મને લાગે છે કે તેઓ રીતે ડેટિંગ કરી રહ્યા છે'. એક યુઝરે લખ્યુ, 'જ્યાં સુધી એ તેની મેચ જોવા ના આવે ત્યાં સુધી વિશ્વાસ નહીં થાય'.

આ એક્ટર્સ સાથે જોડાઈ ચૂક્યુ છે સારાનુ નામ

આ એક્ટર્સ સાથે જોડાઈ ચૂક્યુ છે સારાનુ નામ

જ્યારે સારા અલી ખાન અને શુભમન ગિલ એક રેસ્ટોરાંમાં સાથે જોવા મળ્યા ત્યારથીઆ બંને વિશે અફવાઓ ત્યારે શરૂ થઈ ગઈ. ચાહકોએ અનુમાન લગાવ્યુ હતુ કે આ બંને ગુપ્ત રીતે એકબીજાને ડેટ કરી રહ્યા છે. જો કે હવે આ વીડિયો આ અફવાઓને સાચી સાબિત કરી રહ્યો છે. તમને જણાવી દઈએ કે આ પહેલા સારા અલી ખાનનુ નામ દિવંગત એક્ટર સુશાંત સિંહ રાજપૂત અને ફેમસ અભિનેતા કાર્તિક આર્યન સાથે જોડાઈ ચૂક્યુ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X