Pics : વિદ્યાએ આઈએફએફએમ માટે કરાવ્યું સ્ટનિંગ ફોટોશૂટ

મુંબઈ, 7 એપ્રિલ : બૉલીવુડ અભિનેત્રી વિદ્યા બાલન માત્ર એક અભિનેત્રી નથી. સૌ જાણે છે કે વિદ્યા બાલન એક પ્રતિષ્ઠિત અભિનેત્રી ઉપરાંત એક વુમન આઇકૉન પણ છે. એટલે જ તો વિદ્યા બાલન આંતરરાષ્ટ્રીય કક્ષાએ પણ જાણીતા છે. આઇફાની જ્યુરીમાં સ્થાન પામી ચુકેલા વિદ્યા બાલન ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબૉર્ન એટલે કે આઈએફએફએમના બ્રાન્ડ એમ્બેસેડર પણ છે.

વિદ્યા બાલન આઈએફએફએમ માટેની તૈયારીઓ કરી રહ્યાં છે અને તેના માટે તેમણે તાજેતરમાં જ એક સ્ટનિંગ ફોટોશૂટ પણ કરાવ્યું છે. વિદ્યા બાલને આ સ્ટનિંગ ફોટોશૂટ ઑસ્ટ્રેલિયાના જાણીતા ડિઝાઇનર અકીરા ઇસોગાવા તથા સુસૅન ડિમાસી સાથે કરાવ્યું છે. વિદ્યા બાલન તાજેતરમાં શાદી કે સાઇડ ઇફેક્ટ્સ ફિલ્મમાં દેખાયા હતાં. સિદ્ધાર્થ રૉય કપૂર સાથે લગ્ન બાદ વિદ્યા ફિલ્મી પડદે ઝાઝી સફળતા મેળવી શક્યાં નથી, પરંતુ તેમના સ્ટારડમમાં કોઈ ફરક પડ્યો નથી.

ચાલો જોઇએ વિદ્યાનું સ્ટનિંગ ફોટોશૂટ અને જાણીએ વધુ વિગતો :

આઈએફએફએમ માટે વિદ્યાનું ફોટોશૂટ

આઈએફએફએમ માટે વિદ્યાનું ફોટોશૂટ

વિદ્યા બાલન આઈએફએફએમ માટેની તૈયારીઓ કરી રહ્યાં છે અને તેના માટે તેમણે તાજેતરમાં જ એક સ્ટનિંગ ફોટોશૂટ પણ કરાવ્યું છે. વિદ્યા બાલને આ સ્ટનિંગ ફોટોશૂટ ઑસ્ટ્રેલિયાના જાણીતા ડિઝાઇનર અકીરા ઇસોગાવા તથા સુસૅન ડિમાસી સાથે કરાવ્યું છે.

નૉમિનેશન જાહેર

નૉમિનેશન જાહેર

આઈએફએફએમના બ્રાન્ડ એમ્બેસેડર અને બૉલીવુડ અભિનેત્રી વિદ્યા બાલને તાજેતરમાં જ આઈએફએફએમની ટીમ સાથે મળી આ વર્ષના નૉમિનેશન જાહેર કર્યાં હતાં.

પાંચ નવી શ્રેણીઓ

પાંચ નવી શ્રેણીઓ

આ વર્ષે મેલબૉર્ન ફિલ્મ ફેસ્ટિવલમાં પાંચ નવા ઍવૉર્ડ્સની શ્રેણીઓ ઉમેરવામાં આવી છે કે જેમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મ, સર્વશ્રેષ્ઠ અભિનેતા, સર્વશ્રેષ્ટ અભિનેત્રી, સર્વશ્રેષ્ઠ દિગ્દર્શક તથા સર્વશ્રેષ્ઠ ઇન્ડી ફિલ્મનો સમાવેશ થાય છે.

આ છે જ્યુરી

આ છે જ્યુરી

આ વર્ષના આઈએફએફએમ ઍવૉર્ડનો નિર્ણય ફિલિપ નૉઇસ, રાજકુમાર હીરાણી, સુહાસિની મણિરત્નમ, જિલ બિલકૉક, સિમી ગરેવાલ તથા રાજીવ મસંદનું સભ્યપદ ધરાવતી જ્યુરી કરશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X