Pics : વિદ્યા જોકરની ‘મૅરી’, તો સિમી ડર્ટીની ‘સિલ્ક’ પર ફિદા!
મુંબઈ, 5 માર્ચ : ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબૉર્ન એટલે કે આઈએફએફએમના બ્રાન્ડ એમ્બેસેડર અને બૉલીવુડ અભિનેત્રી વિદ્યા બાલને તાજેતરમાં જ આઈએફએફએમની ટીમ સાથે મળી આ વર્ષના નૉમિનેશન જાહેર કર્યાં. આ વર્ષે મેલબૉર્ન ફિલ્મ ફેસ્ટિવલમાં પાંચ નવા ઍવૉર્ડ્સની શ્રેણીઓ ઉમેરવામાં આવી છે કે જેમાં સર્વશ્રેષ્ઠ ફિલ્મ, સર્વશ્રેષ્ઠ અભિનેતા, સર્વશ્રેષ્ટ અભિનેત્રી, સર્વશ્રેષ્ઠ દિગ્દર્શક તથા સર્વશ્રેષ્ઠ ઇન્ડી ફિલ્મનો સમાવેશ થાય છે.
આ વર્ષના આઈએફએફએમ ઍવૉર્ડનો નિર્ણય ફિલિપ નૉઇસ, રાજકુમાર હીરાણી, સુહાસિની મણિરત્નમ, જિલ બિલકૉક, સિમી ગરેવાલ તથા રાજીવ મસંદનું સભ્યપદ ધરાવતી જ્યુરી કરશે. આ ઍવૉર્ડ્સની જાહેરાત તાજેતરમાં મુંબઈમાં યોજાયેલ એક પ્રેસ કૉન્ફરંસ દરમિયાન કરવામાં આવી. આ ઇવેંટ દરમિયાન સિમી ગરેવાલ અને વિદ્યા બાલને એક-બીજાની ફિલ્મો તથા અભિયનના ભરપૂર વખાણ કર્યાં. આ પ્રસંગે મલાઇકા અરોરા ખાન, રાકેશ ઓમપ્રકાશ મહેરા તથા વિજય કૃષ્ણ આચાર્ય પણ હાજર રહ્યા હતાં.
ચાલો તસવીરો સાથે જાણીએ કે વિદ્યા-સિમી એક-બીજા વિશે શું કહે છે ? :

આઈએફએફએમ પ્રેસ કૉન્ફરંસ
તાજેતરમાં મુંબઈમાં યોજાયેલ એક પ્રેસ કૉન્ફરંસ દરમિયાન ઇન્ડિયન ફિલ્મ ફેસ્ટિવલ ઑફ મેલબૉર્ન એટલે કે આઈએફએફએમના બ્રાન્ડ એમ્બેસેડર અને બૉલીવુડ અભિનેત્રી વિદ્યા બાલને તાજેતરમાં જ આઈએફએફએમની ટીમ સાથે મળી આ વર્ષના નૉમિનેશન જાહેર કર્યાં.

જ્યુરીમાં સિમી-હીરાણી
આ વર્ષના આઈએફએફએમ ઍવૉર્ડનો નિર્ણય ફિલિપ નૉઇસ, રાજકુમાર હીરાણી, સુહાસિની મણિરત્નમ, જિલ બિલકૉક, સિમી ગરેવાલ તથા રાજીવ મસંદનું સભ્યપદ ધરાવતી જ્યુરી કરશે.

સિમીની કઈ ફિલ્મ જોઈ?
પ્રેસ કૉન્ફરંસ દરમિયાન વિદ્યાને પૂછવામાં આવ્યું કે તેમણે સિમી ગરેવાલની કોઈ એવી ફિલ્મ જોઈ છે કે જે આજે પણ તેમને યાદ હોય?

મેરા નામ જોકર
જવાબમાં વિદ્યાએ કહ્યું - મેં મેરા નામ જોકર જોઈ હતી અને હજી થોડાક દિવસ અગાઉ પણ આ ફિલ્મ જોઈ. ફિલ્મ જોઈ મને અહેસાસ થયો કે સિમી બૉલીવુડના એક મોસ્ટ નૅચરલ સ્ટાઇલિશ એક્ટ્રેસ છે.

સિમી આજે પણ સુંદર
વિદ્યાએ વધુમાં કહ્યું - સિમીજી આજે પણ એટલા જ સુંદર દેખાય છે કે જેટલા તેઓ અગાઉ હતાં. તેઓ દરેક ડ્રેસને એટલી સુંદરતાથી કૅરી કરી કરે છે કે તેઓ હંમેશા સૌથી વધુ સુંદર દેખાય છે.

સિમીની કઈ ફિલ્મ ગમે છે?
આ તો હતી વિદ્યાની વાત, પણ સિમીએ પણ વિદ્યાના ભરપૂર વખાણ કર્યાં. સિમીને જ્યારે પૂછવામાં આવ્યું કે વિદ્યાની કઈ ફિલ્મ તેમને સૌથી વધુ પસંદ છે?

ધ ડર્ટી પિક્ચર
જવાબમાં સિમી એક જ વાક્યમાં બોલ્યાં - ધ ડર્ટી પિક્ચર.

બીજી કોઈ અભિનેત્રી ન કરી શકે
સિમીએ આગળ જણાવ્યું - વિદ્યાએ જેટલી સરળતા અને સુંદરતા સાથે ધ ડર્ટી પિક્ચર ફિલ્મ કરી છે, તેમના સ્થાને કોઈ બીજી એક્ટ્રેસ હોત, તો આટલી સુંદરતા સાથે આ પાત્ર ન ભજવી શકી હોત.

વિદ્યા શ્રેષ્ઠ અભિનેત્રી
સિમીએ વધુમાં જણાવ્યું - વિદ્યા બાલન બહેતરીન તથા દમદાર અભિનેત્રીઓમાંના એક છે. સિમીએ કહ્યું - હિન્દી સિનેમાને વિદ્યાએ એક સે બઢકે એક બહેતરીન અને યાદગાર પાત્રો આપ્યાં છે. આવનાર સમયમાં વિદ્યા એક શ્રેષ્ઠતમ અદાકાર તરીકે ઓળખાશે.












Click it and Unblock the Notifications
