For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ડિજિટલ મીડિયા ઉપર આવશે ઘનચક્કરનું ટ્રેલર

|
Google Oneindia Gujarati News

મુંબઈ, 28 માર્ચ : ફિલ્મનું નામ જ છે ઘનચક્કર, તો સીધું કામ કઈ રીતે કરી શકાય. લીક સે હટકે કરવું જ સ્વાભાવિક ગણાય. શરુઆત થઈ રહી છે ફિલ્મના ટ્રેલરથી કે જે કોઈ સ્ટેજ ફંક્શનમાં નહીં, પણ ઑનલાઇન એટલે કે ડિજિટલ મીડિયાના માધ્યમથી રિલીઝ કરાશે.

ghanchakkar

ફિલ્મ દિગ્દર્શક રાજકુમાર ગુપ્તાની બહુપ્રતીક્ષિત ફિલ્મ ઘનચક્કરનું ટ્રેલર ડિજિટલ મીડિયાના માધ્યમથી લૉન્ચ કરવામાં આવશે. ડિઝની-યુટીવીના માર્કેટિંગ તથા સ્ટુડિયોઝના કાર્યકારી નિયામક શિખા કપૂરે જણાવ્યું - હા, આ સાચુ છે. અમે લૉન્ચિંગની પરમ્પરાગત પ્રણાલી જેમ કે સમારંભનું આયોજનથી કંઇક જુદુ પોતાની ફિલ્મનું ટ્રેલર ડિજિટલ મીડિયા ઉપર લૉન્ચ કરવાનો નિર્ણય કર્યો છે.

શિખા કપૂરે જણાવ્યું કે ઘનચક્કરનું ટ્રેલર હિમ્મતવાલા ફિલ્મના અગાઉથી રિલીઝ ટ્રેલર સાથે જોડી રિલીઝ કરાશે. તેમણે જણાવ્યું - ડિજિટલ મીડિયા જ ભાવિ મીડિયા છે. અમે વ્યાપી ચુકેલ આ મીડિયાનો ઘનચક્કરના માધ્યમથી ઉપયોગ કરવા અંગે વિચાર્યું છે.

નોંધનીય છે કે ઘનચક્કર ફિલ્મમાં ઇમરાન હાશમી અને વિદ્યા બાલન મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મ આગામી 21મી જૂનના રોજ રિલીઝ થનાર છે.

English summary
Filmmaker Rajkumar Gupta's much awaited film Ghanchakkar will have its trailer launched digitally on Thursday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X