For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદીના વેશમાં બૉબી જાસૂસનું પ્રમોશન, ગુજરાતમાં બબાલ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

vidya-balan
ગુજરાતમાં નરેન્દ્ર મોદીને લઇને લોકો કેટલા વધુ ભાવનાશીલ છે તે કદાચ કોઇ જાણતું નથી. પરંતુ બૉબી જાસૂસ એટલે કે આપણી વિદ્યા બાલનને હવે એ વાતનો અંદાજો આવી ગયો છે. સમાચાર છે કે વિદ્યા બાલન અને ફિલ્મ પ્રમોશન પાર્ટનર સ્પાઇસના વિરૂદ્ધ ગુજરાતમાં મોરચો કાઢવામાં આવી રહ્યો છે કારણ કે વિદ્યા બાલન નરેન્દ્ર મ્દોઈના વેશમાં ગુજરાતમાં પોતાની ફિલ્મનું પ્રમોશન કરવા જઇ રહી છે. ગુજરાતના લોકો માટે નરેન્દ્ર મોદી ભગવાનથી કમ નથી એવામાં નરેન્દ્ર મોદીના વેશમાં કોઇ બૉલીવુડ સ્ટાર પોતાની ફિલ્મનું પ્રમોશન કરે તે તેમણે ક્યારેય મંજૂર નથી.

વિદ્યા બાલનની આગામી ફિલ્મ બૉબી જાસૂસ જે ટૂંક સમયમાં રિલીજ થવાની છે એક જાસૂસ બૉબી પર આધારિત છે. વિદ્યા બાલન જે બૉબીનું પાત્ર ભજવી રહી છે ફિલ્મમાં કુલ 22 અલગ-અલગ વેશમાં જોવા મળશે. આ 22 વેશોને પસંદ કરવા માટે વિદ્યા બાલને કુલ 120 વેશ અજમાવ્યા અને ત્યારે જઇને અંતે 22ની પસંદગી કરી. તેમાં 22માં કેટલાક વેશ આ પ્રમાણે છે- મૌલવી, પુજારી, મહિલા બસ કંડક્ટર, વગેરે. વિદ્યા બાલનનું કહેવું છે કે આ બધા વેશોમાંથી તેમને સૌથી વધુ મુશ્કેલી થઇ મૌલવીનું પાત્ર ભજવવામાં કારણ કે આ પાત્ર માટે તેમને પોતાની નાકમાં કંઇક નાખીને પરફોર્મ કરવાનું હતું, દોડવાનું હતું જો કે ઘણું મુશ્કેલ હતું.

હવે વિદ્યા બાલનની પ્રમોશન ટીમે એ વિચાર્યું ન હતું કે ગુજરાતમાં નરેન્દ્ર મોદીના વેશમાં જઇને ત્યાં પોતાની ફિલ્મનું પ્રમોશન કરશે. કારણ કે ગુજરાતમાં નરેન્દ્ર મોદી ખૂબ મશહૂર છે અને નાના બાળકોથી માંડીને ઘરડાં નરેન્દ્ર મોદીના ફેન છે તો ત્યાં નરેન્દ્ર મોદી સાથે મોટો સ્ટાર કોઇ હોઇ ન શકે. પરંતુ કદાચ તેમણે એ ખબર નહી હોય કે મોદીજીના નામ પર ગુજરાતની જનતા કેટલી વધુ ઇમોશનલ થઇ જાય છે. એટલા માટે બધા લોકોએ બૉબી જાસૂસ ફિલ્મના પ્રમોશનને ગુજરાતમાં બેન કરવાનું નક્કી કરી લીધું છે.

હવે જોવાનું એ છે કે વિદ્યા બાલન આ બબાલ અને લોકોના ગુસ્સાને કેવી રીતે શાંત કરે છે. આમ તો એ પણ થઇ શકે કે ફિલ્મની પબ્લિસિટી અપાવવાની એક રીત હોય. જો કે આજકાલ દરેક ફિલ્મની ટીમ કરે છે.

English summary
Vidya Balan and Bobby Jasoos promotional team decided to promote Bobby Jasoos in Gujarat in a different way. Vidya decided that she will go in Narendra Modi get up. Gujrat people and Narendra Modi followers found it disrespectful and started protesting.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X