મટરૂ... ના દિગ્દર્શક વિશાલ ભારદ્વાજ ઈજાગ્રસ્ત
મુંબઈ, 9 જાન્યુઆરી : 11મી જાન્યુઆરીના રોજ વિશાલ ભારદ્વાજની બહુચર્ચિત ફિલ્મ મટરૂ કી બિજલી કા મંડોલા થિયેટરોએ પહોંચનાર છે. ફિલ્મનું પ્રમોશન જોરશોરથી ચાલુ છે. તેથી ફિલ્મની આખી ટીમ દરેક ઇવેન્ટમાં નજરે પડે છે, પરંતુ મંગળવારે આ પ્રમોશન દરમિયાન એક મોટી ઘાત ટળી ગઈ.

ગુડગાંવ ખાતે એક ફૅશન શોમાં પોતાની ફિલ્મના પ્રમોશન અર્થે પહોંચેલ ફિલ્મકાર વિશાલ ભારદ્વાજ અચાનક સ્ટેજ ઉપરથી પડી ગયાં. જોકે તેમના ચહેરે અને માથે ગંભીર ઈજાઓ ન પહોંચી, પરંતુ તેમને પાંચ ટાંકા ચહેરા ઉપર લેવા પડ્યાં છે. તબીબોનું કહેવું છે કે ઈજા ગંભીર નથી, પરંતુ વિશાલે આરામની જરૂર છે.
કહેવાય છે કે વિશાલ ભારદ્વાજ ફૅશન શો સ્પર્ધાના એક વિજેતાને ઍવૉર્ડ આપતી વખતે સ્ટેજ ઉપર જઈ રહ્યા હતાં કે અચાનક કોઇકે તેમને ધક્કો માર્યો. તેના પગલે વિશાલનું બૅલેંસ ડગી ગયું અને તેઓ પડી ગયાં. આપને જણાવી દઇએ કે ફિલ્મ મટરૂ કી બિજલી કા મંડોલામાં અનુષ્કા શર્મા, ઇમરાન ખાન ઉપરાંત પંકજ કપૂર, શબાના આઝમી, આર્ય બબ્બર અને એક ગુલાબો ભેંસ પણ છે.
ઇમરાન ફિલ્મમાં એક શિક્ષિત ગામડિયા યુવકની ભૂમિકામાં છે કે જે ગામની હાલત સુધારવા માંગે છે. આ ગામ એક રાજકારણીએ બર્બાદ કરી નાંખ્યું છે. આ સંઘર્ષમાં તેનો સાથ આપ છે અનુષ્કા શર્મા કે જેનું નામ ફિલ્મમાં બિજલ છે. તે રાજકારણી પંકજ કપૂરના પુત્રી છે. તે શહેરી વાતાવરણમાં ઉછરેલી યુવતી છે, પરંતુ તેને ગામડિયા મટરૂ એટલે કે ઇમરાન સાથે પ્રેમ થઈ જાય છે.












Click it and Unblock the Notifications
