આતશબાજ વિશાલે તો મને ફટાકડી બનાવી દીધી

મુંબઈ, 6 ઑક્ટોબર : યશરાજ ડિસ્કવરી અનુષ્કા શર્માની દરેક વાત નિરાળી છે. એડ ફિલ્મોથી લઈને ગંભીર દિગ્દર્શકોની પસંદગી બની ચુકેલ અનુષ્કા શર્મા આજકાલ જબ તક હૈ જાન ફિલ્મના પ્રોમોમાં છવાયેલી છે, પણ ચર્ચામાં તો તે વિશાલ ભારદ્વાજની ફિલ્મ મટરૂ કી બિજલી કા મંડોલા અંગે છે. આપ નામથી જ સમજી ગયા હશો કે ફિલ્મની ખાસિયત શું છે. પોતાના પાત્ર અંગે વાત કરતાં અનુષ્કાના ચેહરે અચાનક ચમક ઉપસી આવે છે.

Anushka Sharma

અનુષ્કાએ જણાવ્યું કે ફિલ્મ ઓમકારા જોયાં બાદ જ હું વિશાલજીની ફૅન થઈ ગઈ હતી અને જ્યારે તેમણે મને ફિલ્મની ઑફર કરી તો જાણે મારા પગ જમીનથી અદ્ધર થઈ ગયાં. મેં તરત જ ઑફર સ્વીકારી લીધી. આ મારા માટે એક સ્વપ્ન સાકાર તવા જેવી વાત હતી.

ફિલ્મમાં મારો રોલ એક એવી છોકરીનો છે કે જે બહુ હિમ્મત વાળી છે, મસ્તમૌલા છે. સાચું કહું તો તે ફટાકડી છે. તેથી જ હું કહી શકું છું કે આતશબાજ વિશાલે મને ફટાડકી બનાવી નાંખી. અનુષ્કાએ જણાવ્યું કે તેના રોલ વાળા શૉટ્સનું શુટિંગ આ જ મહીને થશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X