For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પાકિસ્તાનમાં ભારત વિરોધી ફિલ્મ વારે તોડ્યા તમામ રેકૉર્ડ

|
Google Oneindia Gujarati News

waar-anti-india-movie
મુંબઈ, 22 ઑક્ટોબર : પાકિસ્તાનમાં ભારત વિરોધી ફિલ્મો હિટ થવી સ્વાભાવિક છે અને તેમાંય તહેવારો હોય, તો ફિલ્મ સુપર હિટ પણ થાય જ. કંઈક એવી જ કમાલ કરી છે વાર ફિલ્મે. વાર ફિલ્મ ભારત વિરોધી છે અને ભારતીય લૅડી એજેંટ દ્વારા પાકિસ્તાનમાં બૉમ્બ ધડાકા કરવાવવા અંગેની વાર્તા છે. વાર ફિલ્મે પાકિસ્તાની બૉક્સ ઑફિસે અત્યાર સુધીના તમામ રેકૉર્ડ્સ તોડી નાંખ્યા છે અને આ પાકિસ્તાનની અત્યાર સુધીની સૌથી હિટ ફિલ્મ બની ગઈ છે.

મળતી માહિતી મુજબ વાર ફિલ્મમાં પાકિસ્તાની આર્મીના પણ પૈસા લાગેલા છે, પણ ફિલ્મના દિગ્દર્શક બિલાલ લશારી કહે છે કે આવુ કંઈ જ નથી અને તમામ સમાચારો ખોટા છે. વાર ફિલ્મ પાકિસ્તાનમાં બકરી ઈદ પ્રસંગે રિલીઝ થઈ અને તેણે રવિવાર સુધી 6 કરોડ રુપિયાની કમાણી કરી લીધી છે. 20 કરોડના બજેટ વાળી વાર ફિલ્મ પાકિસ્તાનમાં એક જીવંત બૉમ્બ ધડાકા પર આધારિત છે. ફિલ્મમાં આ ધડાકા પાછળ એક ભારતીય લૅડી એજંટનો હાથ દર્શાવાયો છે. પહેલા જ દિવસે ફિલ્મની કમાણી એક કરોડ રુપિયા હતી.

આ અગાઉ ઈદ દરમિયાન રિલીઝ થયેલી શાહરુખ ખાન અને દીપિકા પાદુકોણે અભિનીત ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મે પાકિસ્તાની બૉક્સ ઑફિસે રેકૉર્ડ બનાવ્યા હતાં. વાર ફિલ્મે ચેન્નઈ એક્સપ્રેસના તમામ રેકૉર્ડ તોડી નાંખ્યાં છે. વારનું શૂટિંગ પાકિસ્તાનના લાહોર, ઇસ્લામાબાદ તથા સ્વાત શહેરોમાં થયું છે. ફિલ્મમાં અસલી લડાકુ જહાજો, હેલીકૉપ્ટર તથા વૉરની લેટેસ્ટ ટેક્નિક્સ દર્શાવાઈ છે.

English summary
Waar has become the most expensive movie of Pakistan. Waar is an Anti Indian movie that has shown Indian Lady Agent carrying a Life Bomb in Pakistan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X