• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

શાહરુખની જબ તક હૈ જાનથી અળગાં છે કાજોલ

|

મુંબઈ, 8 નવેમ્બર : લાગે છે કે બૉલીવુડની સૌથી હિટ અને સૌથી રોમાન્ટિક જોડીને કોઈની નજર લાગી ગઈ છે. અમે વાત કરી રહ્યાં છીએ શાહરુખ ખાન અને કાજોલ વિશે. યશ ચોપરાની આ હિટ જોડી તેમની વિદાય બાદ હવે અલગ-અલગ નજરે પડે છે. થયું એમ છે કે આ વર્ષે કાજોલના ડીયર હબી એટલે કે અજય દેવગણની ફિલ્મ સન ઑફ સરદાર (એસઓએસ) અને કાજોલના હિટ જોડીદાર તથા તેમના નજીકના મિત્ર શાહરુખ ખાનની ફિલ્મ જબ તક હૈ જાન (જેટીએચજે) એક સાથે રિલીઝ થઈ રહી છે. પરંતુ મોટી બાબત એ છે કે આ વર્ષે કાજોલને યશ રાજ બૅનર દ્વારા જેટીએચજેના ગ્રાન્ડ પ્રીમિયરમાં આમંત્રિત નહિં કરાય.

અજય દેવગણે તાજેતરમાં જ થિયેટર અગાઉથી જ બુક કરાવવાના મુદ્દે મોટો હોબાળો મચાવ્યો અને કંપની તરફથી જેટીએચજે ટીમને લીગલ નોટિસ પણ પાઠવી હતી. આ વાતને લઈને શાહરુખ ખાનને પણ ગુસ્સો આવી ગયો અને તેમણે અજય દેવગણ વિશે ખૂબ સંભળાવ્યુ પણ ખરું. અને આ જ વિવાદના પગલે હવે અજયના પત્ની કાજોલનું જેટીએચજેના પ્રીમિયરમાં જવું મુશ્કેલ જ નહિં, પણ અશક્ય જેવું પણ લાગી રહ્યું છે.

તાજેતરમાં એક ઇવેન્ટ દરમિયાન અજયની વાતોએ પણ અમારા આ ખ્યાલને પ્રોત્સાહન આપ્યું. જ્યારે એક સમાચાર પત્ર દ્વારા અજયને પૂછવામાં આવ્યું કે શું તેમના પત્ની કાજોલ 12મી નવેમ્બરે યોજાનાર જેટીએચજેના પ્રીમિયરમાં જશે, કારણ કે તે દિવસે યશ ચોપરાની તમામ હીરોઇનો તેમને શ્રદ્ધાંજલિ આપવાં જવાની છે, તો અજયે જવાબમાં જણાવ્યું - મને લાગે છે કે તેઓ જશે અને હું પણ ઇચ્છુ છું કે તેઓ જાય, પરંતુ હવે મને નથી ખબર કે શું થશે? અજયને સવાલ કરાયો કે શું કાજોલને નિમંત્રણ મળશે? તો અજયે જણાવ્યું - આપ મને આ સવાલ ના પૂછો. પહેલા કાજોલને નિમંત્રણ મળવા દો.

અજયની વાતોથી એમ જ લાગે છે કે કાજોલને અત્યાર સુધી યશ રાજ બૅનર દ્વારા આમંત્રણ પત્ર નથી મળ્યું. બીજી બાજુ કાજોલે આ મુદ્દે મૌન ધારણ કરી રાખ્યું છે અને તેમણે આ અંગેના સવાલ પર સ્પષ્ટ રીતે જણાવી દીધું કે તેઓ આ અંગે કોઈ પણ જાતની કૉમેન્ટ નહિં કરે.

જોકે આજ સુધી શાહરુખની તમામ હિટ ફિલ્મો કાં તો કાજોલ સાથે રહી છે કાં પછી તેમની ફિલ્મોમાં ગેસ્ટ ઍપીરિયંસમાં આવી કાજોલ તેમની સફળતાનું કારણ બન્યાં છે. હવે જેટીએચજેને આ લકી ચાર્મનો સાથ મળે છે કે નહિં, તે જોવાનું રહેશે.

હાલ તો અમે આપને યાદ અપાવીએ રાજ અને સિમરનની યાદગાર જોડીની કેટલીક હિટ રોમાન્ટિક ફિલ્મો :

કરણ અર્જુન

કરણ અર્જુન

શાહરુખ-કાજોલની કરણ અર્જુન ફિલ્મ આ જોડીની સુપર હિટ ફિલ્મોમાંની એક છે.

બાઝીગર

બાઝીગર

શાહરુખે અત્યાર સુધી પોતાના ફિલ્મી કૅરિયરમાં જેટલાં પણ નેગેટિવ રોલ ધરાવતી ફિલ્મો કરી છે. તેમાંથી એક બાઝીગર છે. શાહરુખ અને કાજોલની જોડીની આ પ્રથમ ફિલ્મ હતી.

દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે

દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે

યશ ચોપરાની દિલ વાલે દુલ્હનિયા લે જાયેંગે ફિલ્મે શાહરુખ-કાજોલને સફળતાની તેવી ઊંચાઇએ પહોંચાવ્યાં કે જ્યાં પહોંચવું દરેક કલાકારનું સપનું હોય છે.

કુછ કુછ હોતા હૈ

કુછ કુછ હોતા હૈ

દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે બાદ કરણ જૌહરની કુછ કુછ હોતા હૈ ફિલ્મ આવી. આ ફિલ્મમાં રાણી મુખર્જી હોવા છતાં શાહરુખ-કાજોલ લાઇમલાઇટમાં રહ્યાં. યંગસ્ટર્સમાં તો કાજોલ-શાહરુખની સ્ટાઇલ ખૂબ હિટ થઈ.

કલ હો ના હો

કલ હો ના હો

શાહરુખ-પ્રીતિ ઝિંટાની કલ હો ના હો ફિલ્મમાં કાજોલ મુખ્ય ભૂમિકામાં તો નહોતાં, પરંતુ ફિલ્મના આ જા માહી વે ગીતમાં કાજોલ નજરે પડ્યા હતાં. ફિલ્મમાં કાજોલ શાહરુખ માટે લકી ચાર્મ સાબિત થયાં.

કભી ખુશી કભી ગમ

કભી ખુશી કભી ગમ

કાજોલ-અજય દેવગણના લગ્ન બાદ શાહરુખ-કાજોલની હીરો-હીરોઇન તરીકેની પ્રથમ ફિલ્મ કભી ખુશી કભી ગમ હતી. દરેક ફિલ્મની જેમ આ ફિલ્મ પણ બૉક્સ ઑફિસે હિટ રહી.

ઓમ શાંતિ ઓમ

ઓમ શાંતિ ઓમ

શાહરુખ-દીપિકા પાદુકોણની ઓમ શાંતિ ઓમ ફિલ્મમાં પણ કાજોલ શાહરુખ માટે લકી ચાર્મની જેમ જ રહ્યાં. ફિલ્મના ઓમ શાંતિ ઓમ ગીતમાં તેઓ શાહરુખ સાથે ડાંસ કરતાં દેખાયાં.

રબ ને બના દી જોડી

રબ ને બના દી જોડી

અનુષ્કા શર્માની પ્રથમ ફિલ્મ રબ ને બના દી જોડીમાં શાહરુખ મુખ્ય ભૂમિકામાં હતાં. ફિલ્મના ગીત હમ હૈં રાહી પ્યાર કે.. માં ફરી એક વાર કાજોલ શાહરુખનો લક બની આવ્યાં.

માય નેમ ઇઝ ખાન

માય નેમ ઇઝ ખાન

માય નેમ ઇઝ ખાન શાહરુખ અને કાજોલની છેલ્લી ફિલ્મ હતી. આ ફિલ્મ બાદ આ જોડી કોઈ ફિલ્મમાં દેખાઈ નહિં.

માય નેમ ઇઝ ખાન

માય નેમ ઇઝ ખાન

દીવાળીએ ફરી એક વાર શાહરુખની રોમાન્ટિક ફિલ્મ જબ તક હૈ જાન રિલીઝ થનાર છે. શાહરુખ સહિત સમગ્ર ટીમને ઘણી આશા છે, પરંતુ શું શાહરુખના લકી ચાર્મ કાજોલ આ ફિલ્મના પ્રીમિયરમાં આવશે? આ અંગે હજુ કઈં સ્પષ્ટ નથી. હાલ તો ઇંતેજાર કરો ફિલ્મના પ્રીમિયરનો અને જુઓ કાજોલ પોતાના મિત્ર શાહરુખ માટે આ વખતે પણ લક લાવે છે કે નહિં.

English summary
Kajol and Sharukh Khan share a very close bond. Not only this Kajol and Shahrukh Khan has given Yash Raj Films the biggest blockbuster of all time, Dilwale Dulhaniya Le Jayenge.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more