Watch Video : મજેદાર છે ફુકરેનું ટ્રેલર
મુંબઈ, 19 એપ્રિલ : ફુકરે ફિલ્મના ફર્સ્ટ લુક બાદ હવે ટ્રેલર પણ રિલીઝ થઈ ગયું છે. ફુકરે ફિલ્મનું આ પ્રથમ ઑફિશિયલ ટ્રેલર જોતાં લાગે છે કે ફિલ્મ પણ સાચે જ મજાની હશે.

નિર્માતા ફરહાન અખ્તર તથા રીતેશ સિધવાણ દિગ્દર્શિત ફુકરે ફિલ્મમાં પુલકિત સમ્રાટ, મનજોત સિંહ, અલી ફૈઝલ તથા પંકજ ત્રિપાઠી તેમજ અભિનેત્રી રીચા ચડ્ઢા મુખ્ય ભૂમિકામાં છે. ફિલ્મનું દિગ્દર્શક મૃગદીપ સિંહ કરી રહ્યાં છે.
તાજેતરમાં જ ફિલ્મનો ફર્સ્ટ લુક લૉન્ચ થયો કે જે દરમિયાન ફરહાન અખ્તરે ફુકરે ફિલ્મના ટાઇટલ અંગે ખુલાસો કર્યો હતો કે આ ટાઇટલ જરાય ખરાબ શબ્દ નથી. જો આ ફિલ્મ 2 વરસ અગાઉ બની હોત, તો તેઓ પોતે આ ફિલ્મ માટે બેસ્ટ કાસ્ત હોત. ફુકરે ફિલ્મના ગીતો વિશે ફરહાને જણાવ્યું કે આ વખતે પણ તેમની ફિલ્મના ગીતો ફિલ્મને અનુકૂળ આવશે. ટુંકમાં જ ફિલ્મનું મ્યુઝિક પણ લૉન્ચ થનાર છે. ફિલ્મમાં રામ સમ્પતે બહેતરીન સંગીત આપ્યું છે.
જુઓ ફુકરે ફિલ્મનું પ્રથમ ઑફિશિયલ ટ્રેલર.
<center><iframe width="600" height="338" src="http://www.youtube.com/embed/V9qgeeO7tMk" frameborder="0" allowfullscreen></iframe></center>












Click it and Unblock the Notifications
