Video : ડીસીપી રુદ્ર વગર પોલીસગિરીનું ટ્રેલર લૉન્ચ
મુંબઈ, 28 મે : બૉલીવુડ અભિનેતા સંજય દત્તની ફિલ્મ પોલીસગિરીનું અધિકૃત ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. ફિલ્મમાં સંજય દત્ત ડીસીપી રુદ્રની ભૂમિકામાં છે. ટ્રેલર લૉન્ચિંગ પ્રસંગે સંજય દત્ત તો હાજર નહોતા રહી શક્યાં, કારણ કે તેઓ હાલ જેલમાં છે, પરંતુ તેમના બહેન પ્રિયા દત્તે હાજરી પુરાવી સંજયની ખામી પુરવાનો પ્રયત્ન જરૂર કર્યો.

એક બાજુ સંજય દત્ત આજે સુપ્રીમ કોર્ટના ચુકાદાના પગલે જેલમાં છે, તો બીજી બાજુ તેમની પોલીસગિરી ફિલ્મનું ટ્રેલર લૉન્ચ કરવામાં આવ્યું. આ પ્રસંગે રાહુલ અગ્રવાલ અને પ્રાચી દેસાઈ સહિત ફિલ્મની સ્ટાર કાસ્ટ ઉપસ્થિત હતી. લૉન્ચિંગ પ્રસંગે સંજય દત્તની ઉણપ પુરવા તેમના બહેન પ્રિયા દત્ત પણ હાજર રહ્યા હતાં.
પોલીસગિરી ફિલ્મના ટ્રેલરમાં સંજય દત્ત અને વિલન પ્રકાશ રાજ વચ્ચેના કેટલાંક સંવાદો રજૂ કરાયાં છે. ફિલ્મનું ટ્રેલર જોતા લાગે છે કે ફિલ્મ એક્શનથી ભરપૂર હશે.
<center><iframe width="100%" height="417" src="http://www.youtube.com/embed/Y0YLi2YyIXk" frameborder="0" allowfullscreen></iframe></center>












Click it and Unblock the Notifications
