જુઓ યશ ચોપરાની સફેદ શિફૉનમાં લપેટાયેલી અભિનેત્રીઓ
મુંબઈ, 23 ઑક્ટોબર : પોતાના સુરમયી સંગીત, મનમોહક નજારા તેમજ સફેદ શિફૉનની સાડી માટે જાણીતાં યશ ચોપરાની અંતિમ ઇચ્છા તેમની સાથે જ ખતમ થઈ ગઈ. પોતાની દરેક ફિ્લ્મની જેમ તેઓ છેલ્લી ફિલ્મ જબ તક હૈ જાનની અભિનેત્રી કૅટરીના કૈફને પણ સફેદ શિફૉનની સાડીમાં સ્વિટ્ઝરલૅન્ડ ખાતે ફિલ્માવવા માંગતાં હતાં, પરંતુ અફસોસ કે આવું બની શક્યુ નહિં અને તેઓ અધવચ્ચે ચાલી નિકળ્યાં.
આ માહિતી ફૅશન ડિઝાઇનર મનીષ મલ્હોત્રાએ ટ્વિટર ઉપર આપી. યશજીની ફિલ્મો ભલે તે સિલસિલા હોય, ચાંદની, ડર કે દિલ તો પાગલ હોય, તમામ ફિલ્મોની અભિનેત્રીઓ સફેદ શિફૉનની સાડીમાં સ્વિટ્ઝરલૅન્ડમાં પ્રણયાલાપ કરતાં દેખાય છે.
આવો તસવીરો વડે આપને બતાવીએ સફેદ પોશાકમાં લપેટાયેલી યશની અભિનેત્રીઓ.

રેખાએ વરસાવ્યો હુશ્ન
સિલસિલા ફિલ્મમાં સફેદ પોશાકે રેખાએ એવો હુશ્ન વરસાવ્યો કે જેને જોઈને અચ્છા-અચ્છા પરસેવે રેબઝેબ થઈ ગયાં.

શ્રીદેવીએ બનાવ્યો મહોબ્બતનો રંગ
ફિલ્મ ચાંદનીમાં શ્રીદેવીએ એવો ઇતિહાસ સર્જ્યો કે જેને લખવું દરેકના વશની વાત નથી. ચાંદનીએ સફેદ રંગને મહોબ્બતનો રંગ બનાવી નાંખ્યો હતો.

ડરની યુએસપી
ડર ફિલ્મમાં જુહી ચાવલાએ સાબિત કરી આપ્યું કે તેઓ એક પ્રતિભાશાળી અભિનેત્રી છે, પરંતુ સફેદ રંગે પલળેલું તેમનું સુંદર બદન ફિલ્મની યુએસપી હતું.

સફેદ લહેંગાએ સ્વપ્નો સ્ફુર્યાં
દિલ તો પાગલ હૈ ફિલ્મમાં માધુરી દીક્ષિતના સફેદ લહેંગાએ તમામને સ્વપ્ન જોવા મજબૂર કરી નાંખ્યા હતાં.

પ્રીતિ કુર્તા સાથે થયો પ્રેમ
વીર ઝારા ફિલ્મમાં પ્રીતિ ઝિંટાના સફેદ કુર્તા સાથે લોકો મહોબ્બત કરી બેઠા હતાં.












Click it and Unblock the Notifications
