તસવીરો વડે જુઓ યશ ચોપરાનું સુપર સ્ટાર કનેક્શન
મુંબઈ, 26 ઑક્ટોબર : યશ ચોપરાના આકસ્મિક મૃત્યુથી સમગ્ર બૉલીવુડ આઘાતમાં છે. સૌ પોત-પોતાની રીતે શોક વ્યક્ત કરી રહ્યાં છે. જોકે યશ ચોપરાની ફિલ્મી કરિયર પર નજર નાંખીએ તો સ્પષ્ટ થઈ જાય છે કે તે યશ ચોપરા જ હતાં કે જેમણે શાહરુખ ખાનને કિંગ અને અમિતાભ બચ્ચનને શહેંશાહ બનાવ્યાં.
આવો આપને તસવીરો વડે બતાવીએ યશ ચોપરાનું સુપરસ્ટાર કનેક્શન :

શાહરુખ કે સાથ યશ ચોપરા
યશ ચોપરા માટે શાહરુખ ખાન પોતાના પુત્ર કરતાં ઓછા નહોતાં અને શાહરુખ પણ યશ ચોપરાને પિતાતુલ્ય જ ગણતા હતાં. શાહરુખ ખાનને કિંગ ખાન બનાવવામાં યશજીનો બહુ મોટો ફાળો હતો. તેથી યશજીની વિદાય પર કિંગ ખાને લખ્યું હતું કે તેમને લાગે છે કે તેઓ અનાથ થઈ ગયાં છે.

અમિતાભ સાથે યશ ચોપરા
અમિતાભ બચ્ચનને આજે લોકો સદીના મહાનાયક કહે છે, પરંતુ આ મહાનાયકને જન્મ આપનાર જ યશ ચોપરા હતાં. દીવારથી લઈ મોહબ્બતેં સુધી યશજીએ અમિતાભને એક દૃષ્ટાંત બનાવી દીધાં.

સલમાન અને યશ ચોપરા
સલમાન ખાને પ્રથમ વાર આ વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મ એક થા ટાઇગર સાથે યશરાજ બૅનર હેઠળ કામ કર્યું. સલમાનના પિતા સલીમ ખાન સાથે યશજીના ઘણાં મધુર સંબંધો હતાં. દીવાર, ત્રિશૂલ જેવી ફિલ્મોમાં બંનેએ સાથે કામ કર્યુ હતું. એટલે જ તો સલમાને યશજીના નિધનના સમાચાર સાંભળતાં જ દબંગ 2 ફિલ્મનું શુટિંગ થંભાવી દીધું.

આમિર ખાન અને યશ ચોપરા
આમિર ખાને યશ ચોપરા સાથે પરંપરા ફિલ્મમાં કામ કર્યુ હતું. જોકે આ ફિલ્મ ચાલી નહોતી. પછી આમિરને યશજીએ ડર ફિલ્મ ઑફર કરી હતી, પરંતુ આમિરે ઇનકાર કર્યો હતો. તેથી નારાજ યશ ચોપરાએ આ રોલ શાહરુખને આપી દીધો અને ડર સુપર હિટ થઈ. જોકે આમિરે પછીથી યશરાજ સાથે ફના જેવી હિટ ફિલ્મ કરી અને આજેય ધૂમ 2 કરી રહ્યાં છે.

રેખા અને યશ ચોપરા
સિલસિલા ફિલ્મમાં રેખાના સૌંદર્યે સૌનું મન મોહી લીધું. તેની પાછળ માત્ર યશ ચોપરાની મહેનત જ હતી.

શ્રીદેવી અને યશ ચોપરા
શ્રીદેવીને ચાંદની તેમજ લમ્બે જેવી ફિલ્મો દ્વારા નંબર વન બનાવનાર યશ ચોપરા જ હતાં.

રાણી અને યશ ચોપરા
રાણી મુખર્જી કાયમ જ યશ ચોપરા અને યશરાજની ફેવરિટ રહ્યાં. ઘણાં દિવસથી સમાચાર આવી રહ્યાં છે કે રાણી યશ ચોપરાના વધુ બનવાનાં છે. યશ ચોપરાના અંતિમ કાળે રાણી મુખર્જી ચોપરા પરિવાર સાથે જ હતાં.












Click it and Unblock the Notifications
