શ્વસુર પ્રેમ ચોપરા મારા સારા મિત્ર છે : શરમન જોશી

મુંબઈ, 11 મે : બૉલીવુડ અભિનેતા શરમન જોશી કહે છે કે તેમના શ્વસુર તથા પીઢ અભિનેતા પ્રેમ ચોપરા સાથે તેમના સંબંધો મૈત્રીપૂર્ણ છે. શરમને પ્રેમ ચોપરાના પુત્રી પ્રેરણા સાથે લગ્ન કર્યાં છે.

premchopra-sharmnajoshi

શરમન જોશીએ જણાવ્યું - હું તેમની ખૂબ નજીક છું. તેઓ બહેતર અભિનેતા હોવા સાથે એક બહેતર માણસ પણ છે. હું તેમની પાસે ઘણું બધું શીખતો રહુ છું. અમે ઘણો વખત સાથે પણ પસાર કર્યો છે અને અમે સારા મિત્રો છીએ. અમે એક-બીજાને સમજીએ છીએ અને અમારા સંબંધો ખૂબ સારા છે.

બૉલીવુડમાં ગોલમાલ, 3 ઈડિયટ્સ તથા ફરારી કી સવારી જેવી ફિલ્મોમાં કામ કરનાર શરમન જોશીના શ્વસુર પ્રેમ ચોપરા બૉલીવુડના જાણીતા કલાકાર છે. તેમણે બૉબી, દો અંજાને, પૂરબ ઔર પશ્ચિમ તથા દાગ જેવી ફિલ્મોમાં મહત્વના રોલ કર્યાં છે. શરમન કહે છે તેમના શ્વસુરે બૉલીવુડમાં પોતાની મહેનત તથા પ્રતિભાથી આ મુકામ હાસલ કર્યો છે. તેમણે પોતાના કૅરિયરમાં ઘણું બધું હાસલ કર્યું છે. તેમણે સતત કામ કર્યું છે. શરમનને પ્રેમ ચોપરાનું શિસ્તબદ્ધ જીવન ખૂબ ગમે છે. પ્રેમ ચોપરા દરરોજ વ્યાયામ કરે છે, સમયે ખાય છે અને પૌષ્ટિક ભોજન લે છે. તેમની પોતાની જીવનશૈલી છે.

શરમન જોશીની એક્ટિંગના ગોલમાલમાં ખૂબ વખાણ થયા હતાં. તેમાં તેમની સાથે અજય દેવગણ, અરશદ વારસી તથા તુષાર કપૂર હતાં. જોકે ગોલમાલની સિક્વલ્સમાં શરમને કામ કર્યું નહોતું.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X