Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

Welcome 2023 : નવા વર્ષે બોલિવૂડમાં લોંચ થવા તૈયાર છે આ સ્ટાર કિડ્સ, આ ફિલ્મમાં એક સાથે અભિનેત્રીઓ લોંચ થશે

આવનારા વર્ષે પણ ઘણા બોલિવૂડ સ્ટાર કિડ્સ બોલિવૂડમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. આ લિસ્ટમાં શાહરૂખની લાડલી સુહાનાથી લઈને શનાયા કપૂર સુધીના ખૂબસુરત નામો સામેલ છે.

2022નું વર્ષ પુરૂ થવામાં છે અને નવા વર્ષના આગમનની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે હવે આવતા વર્ષે બોલિવૂડમાં થનારી મોટી ઘટના વિશે ચર્ચા થઈ રહી છે. અન્ય વર્ષોની જેમ આવનારા વર્ષે પણ ઘણા બોલિવૂડ સ્ટાર કિડ્સ બોલિવૂડમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. આ લિસ્ટમાં શાહરૂખની લાડલી સુહાનાથી લઈને શનાયા કપૂર સુધીના ખૂબસુરત નામો સામેલ છે.

શનાયા કપૂર

શનાયા કપૂર

આ વર્ષે લોંચ થવા જઈ રહેલા સ્ટાર કિડ્સમાં એકથી એક મોટા નામ છે ત્યારે શનાયા કપૂર પણ લોંચ થવા તૈયાર છે. ફિલ્મ બેઘડકથી શનાયા કપૂર ફિલ્મી દુનિયામાં પગ મુકશે. આ ફિલ્મ આવનારા વર્ષમાં લોંચ થશે.

અગસ્ત્ય નંદા

અગસ્ત્ય નંદા

અમિતાભ બચ્ચનનો ભાણેજ અગસ્ત્ય નંદા પણ ફિલ્મી દુનિયામાં પગ મુકી શકે છે. અગસ્ત્ય નંદા પણ સુહાના ખાન અને ખુશી કપૂર સાથે ધ આર્ચીજમાં જોવા મળશે. આ ફિલ્મ રિલિઝ થવા માટે તૈયાર છે.

સુહાના ખાન

સુહાના ખાન

શાહરૂખ ખાનની લાડલી સુહાના ખાન ફિલ્મી દુનિચા માટે તૈયાર છે અને તેની પહેલી ફિલ્મનું શુટિંગ પણ પુરૂ થઈ ચુક્યુ છે. સુહાના ખાન ધ આર્ચીઝથી ફિલ્મી દુનિયામાં પ્રેવશ કરશે. આ ફિલ્મ નવા વર્ષની શરૂઆતમાં રિલિઝ થશે.

ખુશી કપૂર

ખુશી કપૂર

કપૂર ખાનદાનની વધુ એક અભિનેત્રી નવા વર્ષે લોંચ થવા જઈ રહી છે. ખુશી કપૂર આવનારી ફિલ્મ ધ આર્ચીઝથી બોલિવૂડમાં એન્ટર થવા માટે તૈયાર છે અને તેનુ શુટીંગ પણ પુરૂ થઈ ચુક્યુ છે.

ઈબ્રાહિમ અલી ખાન

ઈબ્રાહિમ અલી ખાન

શેફ અલી ખાન અને અમૃતાનો પુત્ર ઈબ્રાહિમ અલી પણ બોલિવૂડમાં લોંચ થવા માટે તૈયાર છે. તે આસિસ્ટન્ટ ડિરેક્ટર તરીકે કરિયરની શરૂઆત કરવા જઈ રહ્યો છે અને એક્ટિંગમાં પણ પગ મુકવાની તૈયારીમાં છે. તે કરણ જોહરની ફિલ્મથી 2023માં બોલિવૂડમાં લોંચ થશે.

પશ્મિના રોશન

પશ્મિના રોશન

હાલમાં કાર્તિક આર્યન સાથેના અફેરને લઈને સમાચારોમાં રહેલી પશ્મિના રોશન પણ આ વર્ષે બોલિવૂડમાં એન્ટ્રી કરશે. પશ્મિના 2003માં આવેલી ઈશ્ક વિશ્કની શિક્વલ ઈશ્ક વિશ્ક રિબાઉંડમાં જોવા મળવાની છે.

જુનૈદ ખાન

જુનૈદ ખાન

આમીર ખાનનો પુત્ર જુનૈદ ખાન પણ ફિલ્મોમાં આવવા માટે તૈયાર છે. જુનૈદ એક પિરિયડ ફિલ્મ મહારાજાથી ફિલ્મોમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. આ ફિલ્મ 2023માં રિલિઝ થવાની સંભાવના છે. તેની સાથે આ ફિલ્મમાં શર્વરી વાઘ, શાલિની પાંડે અને જયદીપ અહલાવત જોવા મળશે.

અલિઝેહ અગ્નિહોત્રી

અલિઝેહ અગ્નિહોત્રી

આવનારા વર્ષે સલમાન ખાન તેની ભત્રીજી અલિઝેહ અગ્નિહોત્રીને બોલિવૂડમાં લોંચ કરવા જઈ રહ્યો છે. ખૂબસુરતીને લઈને ચર્ચામાં રહેતી અલિઝેહ સુરજ બડજાત્યાની ફિલ્મથી બોલિવૂડમાં પ્રવેશ કરશે. હાલમાં જ આ ફિલ્મની જાહેરાત કરાઈ છે.

પલક તિવારી

પલક તિવારી

પોતાની ખૂબસુરતીને લઈને છવાયેવી રહેનારી પલક તિવારી પણ ફિલ્મોમાં એન્ટ્રી માટે તૈયાર છે. પલક તિવારીની પહેલી ફિલ્મ 2023માં રિલિઝ થશે અને તે તેના માટે એક્સાઈટેડ છે.

રણવીર દેઓલ

રણવીર દેઓલ

એક સમયના સુપર સ્ટાર સની દેઓલનો પુત્ર રણવીર દેઓલ પણ ફિલ્મો માટે તૈયાર છે. તે સલમાન ખાનની ભાણેજ અલિજેહ અગ્નિહોત્રી સાથે સુરજ બડજાત્યાની ફિલ્મથી બોલિવૂડમાં એન્ટ્રી કરશે. આ એક રોમેન્ટિક ફિલ્મ હશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X