સારા-શુભમન ગિલે એવુ તો શું કર્યુ કે હવે સોશિયલ મીડિયા પર ફરી ચર્ચાએ ચડ્યા?
મેદાનમાં સિક્સરોનો વરસાદ કરનાર ક્રિકેટર શુભમન ગિલ બોલિવૂડની હસીનાઓને ડેટ કરવાને લઈને પણ ચર્ચામાં રહે છે. શુભમન ગિલ સારા અલી ખાનને ડેટ કરી રહ્યો હોવાના અહેવાલો વચ્ચે હવે બન્નેની એક હરકતની ખુબ ચર્ચા થઈ રહી છે.
સારા અલી ખાન અને શુભમન ગિલના અફેરના સમાચાર સતત ચર્ચામાં છે. બન્નેએ ક્યારેય આ વિશે કંઈ ન કહ્ચું હોય પરંતુ બન્ને ઘણી વખત સાથે જોવા મળ્યા છે. સોશિયલ મીડિયા પર બન્નેના અફેરની ખુબ ચર્ચાઓ થાય છે.

આ ચર્ચાઓ હવે બન્નેને લઈને એક સમાચાર સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. બંનેએ સોશિયલ મીડિયામાં એકબીજાને અનફોલો કર્યાના અહેવાલો સામે આવ્યા છે. હવે આ સમાચારને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચાઓ શરૂ થઈ છે.
એક પોર્ટલના દાવા અનુસાર, બંનેએ એકબીજાને ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે. આ પછી ચર્ચા શરૂ થઈ છે કે બંને વચ્ચે બધુ બરાબર નથી. સારા-શુબમન દ્વારા એકબીજાને અનફોલો કરાતા ફેન્સ તેની રીતે તેનો અર્થ કાઢી રહ્યા છે.
અહીં તમને એ પણ જણાવી દઈએ કે, શુભમન ગિલનું નામ સચિન તેંડુલકરની પુત્રી સારા તેંડુલકર સાથે પણ જોડાયુ હતું. સોશિયલ મીડિયા પર દાવા કરાઈ રહ્યા છે કે શુભમન ગિલે સારા અલી ખાન માટે સારા તેંડુલકર સાથે બ્રેકઅપ કર્યું હતું. કેટલાક લોકો બન્ને શુભમન ગિલની સારી મિત્ર હોવાનો દાવો પણ કરે છે.
સારા અલી ખાન સાથે શુભમન ગિલના અફેરની ચર્ચાઓ વચ્ચે 2022માં સોનમ બાજવાના ટોક શો દિલ દિયાં ગલ્લામાં જ્યારે ગિલને રોમાંસ વિશે પૂછવામાં આવ્યું તો તેણે કહ્યું કે સારા દા સારા સચ બોલ રેયાં. એટલે કે હું સંપૂર્ણ સત્ય બોલી રહ્યો છુ.
આ શોમાં શુભમને સારાને બોલિવૂડની સૌથી ફિટ સ્ટાર ગણાવી હતી. શુભમન આઈપીએલમાં વ્યસ્ત છે ત્યારે સારા તેની આગામી ફિલ્મ જરા હટકે જરા બચ કેનાની રાહ જોઈ રહી છે.












Click it and Unblock the Notifications
