For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

એક્સ બૉયફ્રેન્ડ રોહમન શૉલ સાથે શું કરી રહી હતી સુષ્મિતા સેન, લોકોએ પૂછ્યા આવા સવાલ

સુષ્મિતા સેન અને તેના એક્સ બોયફ્રેન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો સુષ્મિતા સેનને અનેક પ્રકારના સવાલ પૂછતા જોવા મળે છે.

|
Google Oneindia Gujarati News

મુંબઈઃ પૂર્વ મિસ યુનિવર્સ અને બૉલિવૂડ એક્ટ્રેસ સુષ્મિતા સેન છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે. લોકો સુષ્મિતા સેનના અંગત જીવન વિશે ચર્ચા કરી રહ્યા છે. સુષ્મિતા સેનની લવ લાઈફ લોકો માટે હૉટ ટોપિક બની રહી છે. હકીકતમાં જ્યારથી લલિત મોદી સાથેના તેના સંબંધોનો ખુલાસો થયો છે ત્યારથી તેને ભારે ટ્રોલ કરવામાં આવી રહી છે. સુષ્મિતા સેન પણ બેબાકીથી લોકોને આનો જવાબ આપી રહી છે. તે સોશિયલ મીડિયા પર ટ્રોલર્સને સારી રીતે ઘેરી રહી છે. સુષ્મિતા સેન રવિવારે સાંજે મુંબઈના સાંતાક્રુઝ વિસ્તારમાં તેના પૂર્વ બોયફ્રેન્ડ રોહમન શૉલ સાથે જોવા મળી હતી. સુષ્મિતા સેન અને તેના એક્સ બોયફ્રેન્ડનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. લોકો સુષ્મિતા સેનને અનેક પ્રકારના સવાલ પૂછતા જોવા મળે છે.

એક્સ બૉયફ્રેન્ડ સાથે જોવા મળી સુષ્મિતા સેન

એક્સ બૉયફ્રેન્ડ સાથે જોવા મળી સુષ્મિતા સેન

તમને જણાવી દઈએ કે સુષ્મિતા સેનનુ તેના એક્સ બૉયફ્રેન્ડ રોહમન શૉલ સાથે થોડા સમય પહેલા બ્રેકઅપ થયુ હતુ પરંતુ તે હજુ પણ સારા મિત્રો છે. બ્રેકઅપ બાદ પણ સુષ્મિતા અને રોહમન ઘણી જગ્યાએ સાથે જોવા મળે છે. તેના પરિવારની સાથે સુષ્મિતા પણ રોહમન સાથે ફરતી જોવા મળે છે. તાજેતરમાં સુષ્મિતા સેન તેના એક્સ બૉયફ્રેન્ડ રોહમન અને મોટી દીકરી રેની સેન સાથે મુંબઈમાં ફરતી જોવા મળી હતી.

પાપારાઝીને આપ્યા જોરદાર પોઝ

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં સુષ્મિતા સેન, એક્સ બૉયફ્રેન્ડ રોહમન શૉલ અને મોટી દીકરી રેને સાંતાક્રુઝમાં હોમ ડેકોર બુટિકમાંથી બહાર નીકળતા જોવા મળ્યા હતા. તે બહાર આવ્યા અને પાપારાઝીની સામે જોરદાર પોઝ આપ્યા. આ વીડિયોમાં સુષ્મિતા પર્પલ કલરના કેઝ્યુઅલ લુકમાં જોવા મળી હતી. તેની પુત્રીએ ડેનિમ પેન્ટ અને ગુલાબી ટૉપ પહેર્યુ હતુ જ્યારે રોહમને ગુલાબી ટી-શર્ટ અને ગ્રે પેન્ટ પહેર્યુ હતુ.

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વીડિયો

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વીડિયો

સુષ્મિતાએ પાપારાઝીના દરેક સવાલનો જવાબ સ્મિત સાથે આપ્યો. તમને જણાવી દઈએ કે સુષ્મિતા સેને નાની દીકરી અલીશાના જન્મદિવસની પાર્ટીમાં મીડિયા સાથે ખુલીને વાત કરી હતી. લલિત મોદી સાથેની તેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હોવાથી સુષ્મિતા સેન ખૂબ જ બેબાકીથી મીડિયા સાથે વાતચીત કરતી જોવા મળે છે.

લોકો પૂછી રહ્યા છે સવાલ

લોકો પૂછી રહ્યા છે સવાલ

જો કે આ વીડિયો સામે આવ્યા બાદ ફરી એકવાર સોશિયલ મીડિયા યુઝર્સે લલિત મોદી વિશે કોમેન્ટ કરવાનુ શરૂ કરી દીધુ છે. આ વીડિયો પર કોમેન્ટ કરતાં એક સોશિયલ મીડિયા યુઝરે લખ્યુ છે કે- લલિત ભાઈનુ શું થયુ. તે જ સમયે અન્ય યુઝરે લખ્યુ છે - યે રિશ્તા ક્યા કહેલાતા હે? અન્ય એક યુઝરે સુષ્મિતા સેનને પૂછ્યું- લલિત ભાઈ ક્યાં છે મેડમ અને તમારા આ પ્રેમને શું નામ આપુ.

લલિત મોદી સાથે સંબંધનો થયો હતો ખુલાસો

લલિત મોદી સાથે સંબંધનો થયો હતો ખુલાસો

તમને જણાવી દઈએ કે સુષ્મિતા સેન લાંબા સમયથી રોહમન શૉલને ડેટ કરી રહી હતી પરંતુ થોડા સમય પહેલા જ બંનેનુ બ્રેકઅપ થઈ ગયુ હતુ. જો કે બ્રેકઅપ બાદ પણ બંને ઘણી જગ્યાએ સાથે જોવા મળે છે. રોહમન ઘણી જગ્યાએ સુષ્મિતાના પરિવાર સાથે જોવા મળે છે. વળી, આ વર્ષના જુલાઈ મહિનામાં લલિત મોદી સાથે સુષ્મિતા સેનના સંબંધોનો ખુલાસો થયો હતો.

English summary
what was Sushmita Sen doing with ex boyfriend Rohman Shawl people asked such questions
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X