અક્ષય કુમાર શાહરુખ ખાન સાથે કામ કરશે, પરંતુ નિર્દેશકની સામે આ શરત?

શાહરૂખ ખાને એક ઇવેન્ટ દરમિયાન કહ્યું હતું કે હું અક્ષય કુમાર સાથે ફિલ્મ કરી શકતો નથી કારણ કે અમારી ટાઇમિંગ મેચ થતી નથી.

શાહરૂખ ખાને એક ઇવેન્ટ દરમિયાન કહ્યું હતું કે હું અક્ષય કુમાર સાથે ફિલ્મ કરી શકતો નથી કારણ કે અમારી ટાઇમિંગ મેચ થતી નથી. તાજેતરમાં જ્યારે કેસરીના પ્રમોશન દરમિયાન અક્ષયકુમારે મીડિયા સાથે મુલાકાત કરી, ત્યારે તેમને પૂછવામાં આવ્યું હતું કે ક્યારે ફેન્સ બંને સુપરસ્ટાર્સને સાથે જોઈ શકશે? આ અંગે અક્ષય કુમારે કહ્યું કે તે ચોક્કસપણે શાહરુખ સાથેની ફિલ્મ બનાવશે, પરંતુ નિર્દેશકે ટાઈમ મેનેજમેન્ટ કરવું પડશે.

અક્ષય કુમારે કહ્યું- હા, મને લાગે છે કે અમે બંને ફિલ્મ કરી શકીએ છીએ. આ શક્ય છે. એમ પણ બે હિરોવાળી ફિલ્મમાં સોલો વર્ક વધુ હોય છે. તેથી મને આશા છે કે અમે એકસાથે કામ કરી શકીશું. મેં સલમાન ખાન સાથે પણ એક ફિલ્મ બનાવી છે.

આ પણ વાંચો: અક્ષયે કર્યો ફાયર સ્ટંટ, ગુસ્સે થયેલી ટ્વિંકલ બોલી 'આનાથી બચ્યા તો મારી દઈશ'

મુજસે સાદી કરોગીના સમય પર સલમાન એક્સરસાઇઝ વગેરે કરીને 11 વાગ્યા સુધીમાં આવતા હતા, મેં સવારે 7 વાગ્યે શૂટિંગ શરૂ કરી દેતો હતો. તો દિગ્દર્શક ડેવિડ ધવન સવારે 7 વાગ્યાથી મારી સાથે કામ શરુ કરી લેતા હતા..અને 11 વાગ્યેથી 2, 3 વાગ્યા સુધી અમે બંને (સલમાન, અક્ષય) ના સાથે આવતા સીન્સ કરી લેતા હતા. પછી હું 3 વાગ્યા પછી નીકળી જતો હતો અને સલમાન રાત સુધી સોલોનું કામ કરતા હતા. આ ફિલ્મ 32 દિવસમાં પુરી થઇ ગઈ હતી. આ રીતે હું અને શાહરૂખ પણ કરી શકીએ છે.

અક્ષય કુમાર - શાહરૂખ ખાન

અક્ષય કુમાર - શાહરૂખ ખાન

તાજેતરના એક ઇન્ટરવ્યૂ દરમિયાન શાહરૂખ ખાનને પૂછવામાં આવ્યું હતું કે શું તે અક્ષય કુમારની જેમ વર્ષમાં 2, 3 ફિલ્મો કરી શકે છે? અથવા તમે અક્ષય કુમાર સાથે કામ કરવા માંગો છો?

શાહરૂખનો જવાબ

શાહરૂખનો જવાબ

શાહરૂખ ખાને જવાબ આપતા કહ્યું કે , "મારા માટે તે ખૂબ જ મુશ્કેલ છે કારણ કે અમારી ટાઈમિંગ મેચ થતી નથી."

હું ઊંઘું છું.. ત્યારે તે ઉઠે છે

હું ઊંઘું છું.. ત્યારે તે ઉઠે છે

મને અક્ષય સાથે કામ કરવાનું ગમશે પણ બંને સેટ પર જ નઈ મળીએ. (હસતા હસતા) હું એમની જેમ વહેલી સવારે ઉઠી શકતો નથી. હું ત્યારે ઊંઘું છું જયારે અક્ષય ઉઠી જાય છે. તેમનો દિવસ ખૂબ જ વહેલો શરૂ થાય છે. જ્યારે હું કામ કરવાનું શરૂ કરું છું, ત્યારે તે પૅક અપ કરી દે અને ઘરે જતા રહે છે.

અક્ષય સાથે કામ કરવાનું મજેદાર હશે

અક્ષય સાથે કામ કરવાનું મજેદાર હશે

શાહરુખે કહ્યું, અક્ષય સાથે કામ કરવું મજેદાર હશે. પરંતુ હું રાત્રે કામ કરનારો વ્યક્તિ છું. મોટાભાગના લોકો મારી જેમ રાત્રે કામ કરવાનું પસંદ કરતા નથી.

એકસાથે કામ કર્યું છે

એકસાથે કામ કર્યું છે

તમને જણાવી દઈએ કે 'હે બેબી' અને 'દિલ તો પાગલ હૈ' માં આ બંને સ્ટાર એકસાથે જોવા મળ્યા હતા. શાહરુખે હે બેબી માં એક કેમિયો નિભાવ્યો હતો.

અક્ષય કુમારની ફિલ્મો

અક્ષય કુમારની ફિલ્મો

હાલમાં, અક્ષય કુમાર કેસરી, ગુડ ન્યુ, હાઉસફુલ 3, મિશન મંગલ અને સૂર્યવંશી જેવી ફિલ્મોમાં બેક ટૂ બેક જોવા મળશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X