અક્ષયે કર્યો ફાયર સ્ટંટ, ગુસ્સે થયેલી ટ્વિંકલ બોલી ‘આનાથી બચ્યા તો મારી દઈશ'
અક્ષયે પોતાની નવી વેબ સીરિઝના અનાઉન્સમેન્ટ માટે આ અનોખો સ્ટંટ કર્યો છે.
મિસ્ટર ખેલાડી એટલે કે અક્ષય કુમારની ફિટનેસના લાખો દિવાના છે. અક્ષય પોતાના રૂટીનથી જે રીતે પોતાના ફેન્સને પ્રેરણા આપે છે તે કમાલ છે. આ બધા ઉપરાંત સ્ટંટ મામલે પણ અક્ષય ઘણા આગળ છે. તે ઘણા રિયાલિટી શોમાં સ્ટંટ કરતા જોવા મળ્યા છે. એવામાં હાલમાં જ તેમના એક વાયરલ થયેલા ફોટાએ એકવાર ફરીથી તેમના ફેન્સને ચોંકાવી દીધા. વાસ્તવમાં આ ફોટામાં અક્ષય કુમારે પોતાને આગ લગાવી દીધી છે અને તે રેમ્પ પર બિન્દાસ વૉક કરી રહ્યા છે.

આ ખાસ અનાઉન્સમેન્ટ માટે અક્ષયે કર્યો સ્ટંટ
વાસ્તવમાં અક્ષયે પોતાની નવી વેબ સીરિઝના અનાઉન્સમેન્ટ માટે આ અનોખો સ્ટંટ કર્યો. તમને જણાવી દઈએ કે અક્ષય એમેઝોન પ્રાઈમ વીડિયો સાથે ‘ધી એન્ડ' નામની એક વેબ સીરિઝ કરી રહ્યા છે. આની ઘોષણા માટે અક્ષયે સ્ટેજ પર આ અનોખો સ્ટંટ કર્યો. અક્ષયનો આ સ્ટંટ જોઈને ત્યાં હાજર લોકો તાળીઓથી તેમનું સ્વાગત કરવા લાગ્યા. તમને જણાવી દઈએ કે અક્ષય 51 વર્ષની ઉંમરમાં પણ ઘણા ખતરનાક સ્ટંટ કરવાથી ડરતા નથી અને યુવાનો માટે પ્રેરણ બની જાય છે.

અક્ષયે પોતાને લગાવી આગ તો પત્નીએ સોશિયલ મીડિયો પર જ ધમકાવ્યા
અક્ષય કુમારના રેમ્પ વૉકનો આ ફોટો જોઈને તેમની પત્ની ટ્વિંકલ ગુસ્સે થઈ ગઈ. આ સ્ટંટના ફોટાવાળા અક્ષયના જ ટ્વીટ પર ટ્વિંકલે લખ્યુ, ‘બકવાસ! આ રીતે મને ખબર પડી કે તમે પોતાને આગ લગાવવાનો નિર્ણય કર્યો! જો તમે આનાથી બચી જશો તે ઘરે આવો, હું તમને મારી દઈશ, ભગવાન મારી મદદ કરો.' એક સામાન્ય દંપત્તિની જેમ અક્ષય અને ટ્વિંકલની નોંકઝોંક થતી રહે છે અને ઘણીવાર આને સોશિયલ મીડિયા પર પણ જોઈ શકાય છે. લોકોએ ટ્વિંકલના આ ટ્વિટ પર અક્ષયની ખૂબ ખિંચાઈ કરી.

લોકોનું દિલ જીતતી રહી છે એમેઝોન પ્રાઈમની વેબ સીરિઝ
ઉલ્લેખનીય છે કે એમેઝોન પ્રાઈમ વીડિયો પહેલી વાર અક્ષય સાથે કોઈ વેબસીરિઝ બનાવવા જઈ રહ્યુ છે. આ પહેલા એમેઝોન ઈનસાઈડ એજ, બ્રીદ, મિર્ઝાપુર, ફોર મોર શૉર્ટ્સ પ્લીઝ અને વેલા રાજા જેવી શાનદાર વેબ સીરિઝ બનાવી ચૂક્યુ છે. આ બધી વેબ સીરિઝ ઘણી હિટ રહી અને લોકોએ આને ખૂબ પસંદ કરી.
Crap! This is how I find out that you decided to set yourself on fire ! Come home and I am going to kill you-in case you do survive this! #GodHelpMe https://t.co/K7a7IbdvRN
— Twinkle Khanna (@mrsfunnybones) 5 March 2019
-
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
અમદાવાદમાં ડ્રગ્સ સામે લાલ આંખ: ઘીકાંટા અને બોપલમાંથી 4 શખ્સો ઝડપાયા, ₹21 લાખનો મુદ્દામાલ જપ્ત -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત





Click it and Unblock the Notifications
