કોણ છે રવિ કિશનની કથિત દિકરી Shinova? ઘણી ફિલ્મો અને વેબ સિરીઝમાં જોવા મળી છે
અભિનેતા અને સાંસદ તેમજ લોકસભા ચૂંટણી લડી રહેલા રવિ કિશનની કથિત પત્ની અને પુત્રી સામે આવતા તેની મુશ્કેલી વધી છે. તમને જાણીને નવાઈ લાગશે કે તેની કથિત પુત્રી મોટી અભિનેત્રી છે.
અપર્ણા ઠાકુર નામની મહિલાએ દાવો કર્યો છે કે અભિનેત્રી શિનોવા તેની પુત્રી છે. જે બાદ હવે આ મામલો કોર્ટમાં પહોંચ્યો છે અને શિનોવા પણ કોર્ટ દ્વારા ડીએનએ ટેસ્ટ કરાવવા જઈ રહી છે.

આ બધા વચ્ચે શિનોવા સોશિયલ મીડિયા પર દરેક જગ્યાએ સતત ટ્રેન્ડ કરી રહી છે. લોકો ઇન્ટરનેટ પર સર્ચ કરી રહ્યા છે કે શિનોવા કોણ છે અને તે શું કરે છે?
જણાવી દઈએ કે, શિનોવાની ઉંમર 25 વર્ષની છે અને તે એક અભિનેત્રી છે. તેણે ઘણી ફિલ્મો અને વેબ સિરીઝમાં કામ કર્યું છે. તે બોલિવૂડ અને સાઉથ બન્ને જગ્યાએ એક્ટિવ છે.
શિનોવા વેબ સીરિઝ હિકઅપ્સ એન્ડ હૂકઅપ્સમાં જોવા મળી છે. જેમાં પ્રખ્યાત અભિનેત્રી અને પૂર્વ મિસ યુનિવર્સ લારા દત્તા પણ હતી. તેમાં બોલિવૂડના ઘણા મોટા કલાકારોએ પણ મુખ્ય ભૂમિકા ભજવી છે. આમાં પ્રતિક બબ્બર પણ સામેલ છે. આ સાથે તે સાઉથની એક ફિલ્મ પણ કરી રહી છે. જો કે, શિનોવા હાલમાં ઈન્ડસ્ટ્રીમાં પોતાનું સ્થાન બનાવી રહી છે.
આ સિવાય શિનોવાએ B.A આર્ટમાંથી ગ્રેજ્યુએશન કર્યું છે. વેબ સિરીઝ સિવાય તેણે ઘણી ફિલ્મોમાં પણ કામ કર્યું છે. શિનોવા સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ છે. તે દરરોજ પોતાના ફોટા અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે. સુંદરતામાં તેણી મોટી અભિનેત્રીઓને પણ ટક્કર આપે છે.
પોતાને રવિ કિશનની દીકરી ગણાવતી શિનોવા દાવો કરે છે કે તે 15 વર્ષની હતી ત્યારે તેને પહેલીવાર ખબર પડી હતી કે રવિ કિશન તેના પિતા છે. રવિ કિશન પણ શિનોવાને મળવા અવારનવાર આવતા હતા.
જો કે રવિ કિશને છેલ્લા એક વર્ષથી શિનોવા સાથે વાત કરી નથી. હાલમાં રવિ કિશને આ મામલે કોઈ ખાસ પ્રતિક્રિયા આપી નથી તો તેની પત્નીનું કહેવું છે કે અપર્ણા ઠાકુરે તેને અગાઉ પણ ફસાવવાનો પ્રયાસ કર્યો હતો.












Click it and Unblock the Notifications
