કોણ છે શ્રદ્ધા કપૂરનો કથિત બોયફ્રેન્ડ રાહુલ મોદી? જાણો કેવી રીતે શરૂ થઈ લવ સ્ટોરી?
અભિનેત્રી શ્રદ્ધા કપૂર આ દિવસોમાં ચર્ચામાં છે. તેના બોયફ્રેન્ડને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા શરૂ થઈ છે. અહેવાલો છે કે તે કોઈ રાહુલ મોદીને ડેટ કરી રહી છે.
શ્રદ્ધા કપૂર હાલમાં જ અંબાણી પરિવારના લગ્ન માટે જામનગર પહોંચી હતી. અહીં તે તેના રૂમર્ડ બોયફ્રેન્ડ રાહુલ મોદી સાથે જોવા મળી હતી. હવે ફેન્સ રાહુલ મોદી વિશે સર્ચ કરી રહ્યા છે.

છેલ્લા કેટલાક સમયથી અહેવાલો આવી રહ્યા છે કે શ્રદ્ધા કપૂર રાહુલ મોદીને ડેટ કરી રહી છે. આ પહેલા પણ બંને ઘણી વખત સાથે જોવા મળ્યા છે. હવે બન્ને સાથે જામનગર એરપોર્ટ પર પહોંચતા આ ચર્ચાએ ફરી જોર પકડ્યું છે.
જણાવી દઈએ કે, રાહુલ મોદી ફિલ્મ તુ જૂઠી મેં મક્કરના લેખક છે. તે માત્ર એક ઉત્તમ લેખક જ નહીં સહાયક દિગ્દર્શક પણ છે. ઘણા લોકોને કદાચ ખબર નહીં હોય કે તેણે લવ રંજનની પ્યાર કા પંચનામા 2, સોનુ કે ટીટુ કી સ્વીટી જેવી ફિલ્મોમાં સહ-લેખક તરીકે કામ કર્યું છે.
અહેવાલો અનુસાર, રાહુલ મોદી અને શ્રદ્ધા કપૂરની પહેલી મુલાકાત વર્ષ 2022માં ફિલ્મ તુ જૂઠી મેં મક્કરના સેટ પર થઈ હતી. તે દરમિયાન શ્રદ્ધાનું ફોટોગ્રાફર રોહન શ્રેષ્ઠ સાથે બ્રેકઅપ થયુ હતુ.
આ પછી શ્રદ્ધા અને રાહુલ વચ્ચે ગાઢ મિત્રતા થઈ અને ટૂંક સમયમાં જ આ મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. જો કે કપલ આ અફેરને હાલ માટે ખાનગી રાખવા માંગે છે.
મુંબઈમાં જન્મેલા અને ઉછરેલા રાહુલે વ્હિસલિંગ વુડ્સ ઈન્ટરનેશનલ ઈન્સ્ટિટ્યૂટમાં અભ્યાસ કર્યો છે. જે બાદ તે ભારત પરત ફર્યો. તેમણે 2011 ની ફિલ્મ પ્યાર કા પંચનામાના સેટ પર ઇન્ટર્ન તરીકે કામ કર્યું હતું અને આકાશ વાણી જેવા તેના અન્ય પ્રોજેક્ટ્સમાં સહયોગી નિર્દેશક તરીકે કામ કર્યું.
તેના પિતા આમોદ મોટા બિઝનેસમેન છે. જણાવી દઈએ કે અત્યાર સુધી કપલ તરફથી તેમના સંબંધોના સમાચાર પર કોઈ નિવેદન આવ્યું નથી.












Click it and Unblock the Notifications
