ટેંશનમાં છે શાહરુખ ખાન, પી રહ્યાં છે સિગરેટ !

મુંબઈ, 20 નવેમ્બર : બૉલીવુડના કિંગ ખાન એટલે કે શાહરુખ ખાન ફરી એક વાર પબ્લિક પ્લેસ પર સિગરેટ પીતા દેખાયાં. આ અગાઉ તેમને આઈપીએલ ગ્રાઉન્ડમાં સિગરેટ પીતા જોવામાં આવ્યા હતાં. ત્યારે તેમને 100 રુપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. ત્યારે કિંગ ખાને કાન પકડી તોબા કરી હતી કે તેઓ હવે ક્યારેય એવું નહિં કરે, પરંતુ ફરી એક વાર તેઓ જાહેર સ્થળે સિગરેટ પીતા દેખાયાં.

Shahrukh Khan

હકીકતમાં શાહરુખ ખાન પોતાની ફિલ્મ જબ તક હૈ જાનના પ્રમોશન અંગેના એક કાર્યક્રમમાં પહોંચ્યા હતાં. તે દરમિયાન તેમને જાહેરમાં ધુમ્રપાન કરતાં ઝડપી પાડવામાં આવ્યાં. તેની પાછળનું કારણ એમ જણાવાય છે કે કિંગ ખાન હાલ ટેંશનમાં છે. હવે આપ કહેશો કે ટેંશન શેનો? તેમની ફિલ્મ જબ તક હૈ જાન તો સફળ બિઝનેસ કરી રહી છે. તો પછી એવી તે કઈ વાત બની ગઈ? શાહરુખના ટેંશન પાછળના કારણમાં આમિર ખાન છે. હકીકતમાં આમિર ખાનની ફિલ્મ તલાશ 30મી નવેમ્બરે રિલીઝ થઈ રહી છે. તેથી જબ તક હૈ જાનનો બિઝનેસ પ્રભાવિત થઈ શકે છે.

એવું અગાઉ એક વાર થઈ ચુક્યું છે. વર્ષ 2008માં શાહરુખની રબ ને બના દી જોડી ફિલ્મ રિલીઝ થઈ હતી અને સારો બિઝનેસ કરી રહી હતી કે તેવામાં આમિર ખાનની ગઝની ફિલ્મ રિલીઝ થઈ. ગઝનીએ શાહરુખની ફિલ્મની ભીડ પોતાની તરફ ખેંચી લીધી અને શાહરુખ નંબર ટુ થઈ ગયાં. શાહરુખને ભય છે કે ક્યાંક જેટીએચજે સાથે 2008વાળી ના થઈ જાય. એટલે જ તેઓ સિગરેટ પી રહ્યાં છે, નહિંતર પોતાની વ્હાલી પુત્રીને વાયદો કર્યા બાદ પણ તેઓ જાહેર સ્થળે સિગરેટ પીવે જ નહિં.

હવે ખબર નહિં હકીકત શું છે, પરંતુ કઈંક તો છે કે જેના કારણે કિંગ ખાને પોતાના હોઠે સિગરેટ શણગારી લીધી. તે પણ જાહેર સ્થળે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X