Pics : દયાની શરારતે કેમ હેબતાઈ ગયાં શાહરુખ?

મુંબઈ, 31 જુલાઈ : આગામી 8મી ઑગસ્ટે રિલીઝ થતી ફિલ્મ ચેન્નઈ એક્સપ્રેસનું પ્રમોશન ધડાકાભેર શરૂ થઈ ગયું છે. અલગ-અલગ ટેલીવિઝન શોમાં પહોંચતી ચેન્નઈ એક્સપ્રેસ તાજેતરમાં જ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં પહોંચી.

સબ ટીવી પર પ્રસારિત થતા તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મનું પ્રમોશન કરવા પહોંચ્યા શાહરુખ ખાન અને ફિલ્મના દિગ્દર્શક રોહિત શેટ્ટી. બંનેએ શોના કલાકારો સાથે ખૂબ મસ્તી કરી. ખાસ તો જેઠાલાલ ગડા, માધવી, ભિડે, દયા ભાભી જેવા પાત્રો સાથે રોહિત શેટ્ટી અને શાહરુખ ખાને મન મૂકીને મસ્તી કરી અને ચેન્નઈ એક્સપ્રેસ ફિલ્મનું પ્રમોશન કર્યું.

પણ.... અચાનક દયાની એક શરારતે શાહરુખ ખાનને ચોંકાવી દીધાં. દયા ટપુ કે પાપા ગડા એટલે કે દિશા વાકાણીએ જણાવ્યું કે આપ લોગ એક હીરોઇનબેન કા નામ તો ભૂલ હી ગએ... જો સભી હીરોઇનબેન સે ભી ઉપર શાહરુખ ખાનભાઈ કે દિલ મેં રાજ કરતે હૈ... દયાની આ શરારતથી શાહરુખ ખાન હેબતાઈ ગયાં અને કહેવા લાગ્યાં - અ... આપ... કિસકી બાત કર રહી હૈં દયા ભાભી? દયા બોલ્યાં - વહી હીરોઇન બેન, જિનકો આપ અપની શાદી કે બાદ ભી ભૂલે નહીં હૈં ઔર ન હી કભી ભૂલ પાયેંગે....

દયાની આ મસ્તી સામે શાહરુખ હેબતાઈ કેમ ગયાં? કયો વિચાર આવ્યો હશે એમને? શાહરુખના ચહેરાના હાવભાવ ઉપરથી લાગતુ હતું કે જાણે તેમની સામે પ્રિયંકા ચોપરાનો ચહેરો તરી આવ્યો હોય. એમેય બૉલીવુડમાં શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપરા વચ્ચે અફૅરની ચર્ચાઓ સમયાંતરે ચાલતી જ હોય છે. જોકે દયાએ જે નામ લીધું તેનાથી શાહરુખે હાશકારો અનુભવ્યો. દયા મુજબ તે હીરોઇન બેન કોઈ બીજી નહિં, પણ ગૌરી ખાન છે કે જે શાહરુખના પત્ની છે.

આવો તસવીરો સાથે જાણીએ વધુ વિગતો :

ઊભા થઈ ગયાં શાહરુખ

ઊભા થઈ ગયાં શાહરુખ

દયાની એક શરારતે શાહરુખ ખાનને ચોંકાવી દીધાં. દયા ટપુ કે પાપા ગડા એટલે કે દિશા વાકાણીએ જણાવ્યું કે આપ લોગ એક હીરોઇન બેન કા નામ તો ભૂલ હી ગએ... જો સભી હીરોઇનબેન સે ઉપર શાહરુખ ખાનભાઈ કે દિલ મેં રાજ કરતે હૈ... દયાની આ શરારતથી શાહરુખ ખાન હેબતાઈ ગયાં અને કહેવા લાગ્યાં - અ... આપ... કિસકી બાત કર રહી હૈં દયા ભાભી? દયા બોલ્યાં - વહી હીરોઇન બેન, જિનકો આપ અપની શાદી કે બાદ ભી ભૂલે નહીં હૈં ઔર ન હી કભી ભૂલ પાયેંગે....

ક્યાંક પ્રિયંકાનું નામ તો નહિં લે?

ક્યાંક પ્રિયંકાનું નામ તો નહિં લે?

શાહરુખના ચહેરાના હાવભાવ ઉપરથી લાગતુ હતું કે જાણે તેમની સામે પ્રિયંકા ચોપરાનો ચહેરો તરી આવ્યો હોય. એમેય બૉલીવુડમાં શાહરુખ ખાન અને પ્રિયંકા ચોપરા વચ્ચે અફૅરની ચર્ચાઓ સમયાંતરે ચાલતી જ હોય છે.

અને હાશકારો અનુભવ્યો

અને હાશકારો અનુભવ્યો

દયાએ તે હીરોઇનબેનનું નામ ગૌરી ખાન લેતાં કિંગ ખાને હાશકારો અનુભવ્યો.

પ્રિયંકા સાથે ચર્ચાતું નામ

પ્રિયંકા સાથે ચર્ચાતું નામ

શાહરુખ-પ્રિયંકા વચ્ચે અફૅરની ચર્ચાઓ હમેશા ચાલતી જ હોય છે. બંનેએ ડૉન સિરીઝમાં કામ કર્યું છે. પ્રિયંકા કિંગ ખાનની ફિલ્મમાં ઠુમકા લગાવતાં પણ દેખાયાં છે.

સારા મિત્ર છે પ્રિયંકા

સારા મિત્ર છે પ્રિયંકા

શાહરુખ કાયમ કહેતા આવ્યાં છે કે પ્રિયંકા તેમના ખૂબ જ સારા મિત્ર છે, પરંતુ પ્રિયંકા કાયમ આ અંગે મૌન જ સેવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X